સ્વામિત્વ યોજના શું છે ? આવું છે સરકાર નું પ્લાનિંગ, તમને મળશે આ ફાયદા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાથી ગામડામાં રહેતા લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવશે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જમીન માલિકોને ‘સ્વામિત્વ યોજના’ (SVAMITVA Scheme) હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણની યોજનાનો શુભારંભ કર્યો છે. ફિઝિકલ કાર્ડ્સની સાથે ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ થઈ શકશે ડ્રોન ટેક્નોલૉજીની મદદથી જમીનની માપણી કરાશે શું છે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાથી ગામડામાં રહેતા લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવશે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જમીન માલિકોને ‘સ્વામિત્વ યોજના’ (SVAMITVA Scheme) હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણની યોજનાનો શુભારંભ કર્યો છે.
- ફિઝિકલ કાર્ડ્સની સાથે ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ થઈ શકશે
- ડ્રોન ટેક્નોલૉજીની મદદથી જમીનની માપણી કરાશે
શું છે સ્વામિત્વ યોજના
કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય તરફથી શરૂ કરાયેલી આ એક ખાસ યોજના છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી દિવસ 24 એપ્રિલ 2020ના રોજ જાહેરાત કરી હતી. આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ‘રેકોર્ડ ઓફ રાઈટ્સ’ આપવા માટે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ થવાનું છે.
આ યોજનાનું અમલીકરણ 4 વર્ષમાં તબક્કાવાર કરવામાં આવશે. તેને 2020 થી 2024 વચ્ચે પૂરી કરવાની છે અને દેશના 6.62 લાખ ગામના લોકોને કવર કરવાના છે. તેમાંથી એક લાખ ગામને પ્રારંભિક તબક્કા (પાયલટ ફેઝ)માં 2020-2021 દરમિયાન કવર કરવામાં આવશે.
આ તબક્કામાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, અને કર્ણાટકના ગામડાઓની સાથે સાથે પંજાબ તથા રાજસ્થાનના કેટલાક સરહદી ગામો પણ સામેલ હશે.
આ છે સરકારનું પ્લાનિંગ
સ્વામિત્વ યોજના (SVAMITVA Scheme) હેઠળ ગામડાઓની આવાસીય જમીનની માપણી ડ્રોનથી થશે. ડ્રોનથી ગામડાની સરહદની અંદર આવતી દરેક પ્રોપર્ટીનો એક ડિજિટલ નક્શો તૈયાર કરવામાં આવશે. આ સાથે જ રેવન્યૂ બ્લોકની સીમા પણ નક્કી થશે. એટલે કે કયું ઘર કેટલા વિસ્તારમાં છે, તે ડ્રોન ટેક્નોલોજીથી સટીકતાથી માપી શકાશે. ગામડાના દરેક ઘરનું પ્રોપર્ટી કાર્ડ રાજ્ય સરકારો બનાવડાવશે.
તમને મળશે આ ફાયદા
- ચાર વર્ષમાં 6.2 લાખ ગામડાઓને કવર કરાશે.
- સટીક જમીન રેકોર્ડથી સંપત્તિ સંબંધિત વિવાદોને ઓછા કરવા અને નાણાકીય તરલતાને પ્રોત્સાહન મળશે.
- યોજના તથા મહેસૂલ સંગ્રહને સુવ્યવસ્થિત તથા ગ્રામીણ વિસ્તારોમાં પ્રોપર્ટી રાઈટ્સ પર સ્પષ્ટતા સુનિશ્ચિત થશે.
- દેશભરમાં લગભગ 300 Continuously Operating Reference Station (CORS)ની થશે સ્થાપના.
- ડ્રોન ટેક્નોલોજી તથા CORS દ્વારા રહેણાંક જમીનની માપણી.
- સારી સુવિધાઓ સાથે ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓનું નિર્માણ થઈ શકશે.
- પ્રોપર્ટીના માલિકને તેનો માલિકી હક સરળતાથી મળશે.
- એકવાર પ્રોપર્ટી કેટલી છે તે નક્કી થાય ત્યારબાદ તેના ભાવ સરળતાથી નક્કી થઈ શકશે.
- પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ કરજ લેવામાં થઈ શકશે.
- પંચાયતી સ્તરે ટેક્સ વ્યવસ્થામાં સુધારો થશે.
હવે ખેડૂત ને ધકા બંધ : હવે ખેડૂત અરજદારોને કામ પતાવવા તાલુકા કે જીલ્લા કક્ષાએ જવું નહિ પડે
આ યોજનાની જરૂર કેમ પડી?
આપણા દેશની લગભગ 60 ટકા વસ્તી ગામડાઓમાં વસે છે. જૂની વ્યવસ્થા હેઠળ મોટાભાગના ગ્રામજનો પાસે પોતાની જમીનોના માલિકી હક્કના દસ્તાવેજો નથી. સમય વીતતો ગયો, પરંતુ જૂની વ્યવસ્થાના પગલે માલિકી હક્ક સાથે સંકળાયેલા દસ્તાવેજો ક્યારેય બની ના શક્યા.
જો કે ગામની ખેતી લાયક જમીનનો રેકોર્ડ રાખવામાં આવ્યો, પરંતુ ઘરો પર ખાસ ધ્યાન આપવામાં ના આવ્યું. સરકાર “સ્વામિત્વ યોજના” (Swamitva Yojana) થી આ કમીને દૂર કરવા ઈચ્છે છે. નોંધનીય છે કે, PM મોદીએ આ યોજનાની જાહેરાત લૉકડાઉન દરમિયાન જ કરી હતી.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment