કાયમી રહેતી ખંજવાળ, ખસ, શરદી, ઉધરસ માટે ફાયદાકારક છે આ વનસ્પતિ ? જાણો
ઘણા લોકોને બારે માસ સરદી, ઉધરસ, કફ જેવી બીમારી પીછો છોડતી નથી જેવા અહી વાત કરીએ એક એવી વનસ્પતિની કે જેનાથી આ બધી બીમારીથી છૂટકારો મળી શકે. આંકડો : આકડો ગરમ હોય છે તેથી કફ અને વાયુના રોગોમાં બહુ સારું કામ આપે છે અને ઉપયોગી બને છે. પરંતુ એ ઝેરી પણ છે, તેથી તેનો સાવચેતીથી…

ઘણા લોકોને બારે માસ સરદી, ઉધરસ, કફ જેવી બીમારી પીછો છોડતી નથી જેવા અહી વાત કરીએ એક એવી વનસ્પતિની કે જેનાથી આ બધી બીમારીથી છૂટકારો મળી શકે.
આંકડો : આકડો ગરમ હોય છે તેથી કફ અને વાયુના રોગોમાં બહુ સારું કામ આપે છે અને ઉપયોગી બને છે.
પરંતુ એ ઝેરી પણ છે, તેથી તેનો સાવચેતીથી ઉપયોગ કરવો જોઈએ.
આંકડો વસ્પતિના ફાયદા અને તેનો ઉપચાર
- નાનાં પતાસામાં કાણું પાડી તેમાં આંકડાના દૂધનાં બે ચાર ટીપાં નાખી રાખી મૂકવાં. જ્યારે શ્વાસના રોગીને એકદમ દમનો હુમલો થાય ત્યારે આ પતાસું ખાઈ જવાથી કફ ઢીલો થઈ બહાર નીકળી જશે અને શ્વાસની તકલીફ હળવી પડશે
- તલ કે સરસવના તેલમાં આંકડાનાં મોટાં, પાકાં, ભરાવદાર પાન એક એક નાખી તળવાં. પાન સાવ બળી જાય એટલે તેને કાઢી બીજું પાન તળવું. આ રીતે તૈયાર કરેલું તેલ શીશીમાં ભરી લેવું, વા ના દરેક જાતના દુ:ખાવામાં આ તેલની માલિશ કરવાથી ખુબજ ફાયદો થાય છે.
- પેટમાં દુ:ખતું હોય તો આંકડાના પાકા પાનને ગરમ કરી પેટ ઉપર બાંધવાથી પેટનો દુઃખાવો તરત મટે છે.
- આંકડો એક રસાયન ઔષધ છે. જેનાથી શરીરની સાતેય ધાતુઓનું પોષણ થાય તેને રસાયન કહે. એનાથી યકૃત – ની ક્યિા સુધરે છે. વાયુ, પિત્ત અને કફ ત્રણે દોષોમાં આંકડાથી લાભ થાય છે .
- ખુજલી અને ખંજવાળમાં આંકડાના પાનના રસમાં હળદર મેળવી લગાડવાથી તે મટે છે.
- ખસનો ફોલ્લો ફોડી આંકડાનું દૂધ લાગડવાથી ખસ જલદી મટે છે.
- હળદરના ચૂર્ણમાં થોડું આંકડાનું દૂધ અથવા ગૌમૂત્ર મેળવી લેપ બનાવી અથવા પેસ્ટ બનાવી શરીરે ઘસવાથી ખંજવાળ તથા ખૂજલી મટી જાય છે.
- કફ કેમે કરી છૂટો પડતો ન હોય અને કબજિયાત રહેતી હોય તો આંકડાના દૂધનાં ચારથી પાંચ ટીપાં પતાસામાં પાડી રોજ એક પતાસું સવાર – સાંજ ખાવાથી ખૂબ જ રાહત થાય છે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ