જો રાજકારણમાં રહેશો તો કુંવારા રહ્યા સમજો, કારણ કે? વાંચો અહી!
દેશમાં વસ્તી ગણતરી મુજબ દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ખૂબ ઓછી કહેવાય એટલી છે. દેશમાં પાર વિનાની સમસ્યાઓ દિવસેને દિવસે ઉભી થતી જાય છે. એમાંની હવે રાજકારણમાં પડ્યા રહીશું તો કંઈ ભલીવાર થવાની નથી. વૈવાહિક દરજ્જો જ નહીં થાય સરવાળે ” લગને લગને “ કુંવારા ની જેમ વાઢા રહેવું પડશે. આજે રાષ્ટ્રીય પક્ષના કાર્યકરો દેશમાં…

દેશમાં વસ્તી ગણતરી મુજબ દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ખૂબ ઓછી કહેવાય એટલી છે. દેશમાં પાર વિનાની સમસ્યાઓ દિવસેને દિવસે ઉભી થતી જાય છે. એમાંની હવે રાજકારણમાં પડ્યા રહીશું તો કંઈ ભલીવાર થવાની નથી.
વૈવાહિક દરજ્જો જ નહીં થાય સરવાળે ” લગને લગને “ કુંવારા ની જેમ વાઢા રહેવું પડશે. આજે રાષ્ટ્રીય પક્ષના કાર્યકરો દેશમાં કરોડો ની સંખ્યા છે. આ રાજકીય કાર્યકરોને ચિત્ર-વિચિત્ર પદ આપીને ગળામાં વરમાળા નામની કંઠી બાંધી દે છે. રાજકીય પાર્ટી પોતાના કાર્યકરોને નામનું પ્રમુખ જેવું નામનું જ ખાતું ખોલાવી આપે છે.
આનો ઉપયોગ પોતાના કાર્યકાળમાં એક બે વખત થવાનો હોય છે.એવા કાર્યકરોનું કામ પણ રાખવા જેવું નાસમજ મતદારોને હાંકવાનું હોય છે. ગરીબોને લાલચ આપવાનું હોય છે અને બદલામાં પોતાને શિયાળ જેમ ઊંટના ઊંટ ને જોઈ તલસી રહે તેમ ટગર જોયા રાખવાનું. એમાં જ પોતાની કિંમત યુવા જિંદગી ગુમનામ થઇ જાય છે.
સૌરાષ્ટ્રમાં એક જિલ્લામાં એક કન્યા નું સગપણ થયું પાછળથી ખબર પડી કે આ યુવાન રાજકીય પાર્ટી નો કાર્યકર છે. કન્યાએ ધમપછાડા કરી સગપણ તોડવી નાખ્યુ. આવા તો કેટલાય દાખલા હશે કે લગ્ન યોગ્ય યુવાન રાજકીય કાર્યકર છે, એટલે કન્યા ના પાડે છે.
વર્ષો પહેલા હીરા ઉદ્યોગમાં કામ કરનાર યુવાન બાડો – બોબડો હોય તોય કન્યા ને પરણાવતા. હવે એ સમય નથી, કન્યા બધું જોવે છે. આવા પોતાની જાતને યુવાનો રાજકીય કાર્યક્રમના લેબલ લગાવીને ફરતાં હોય તો શું કન્યા સાથે આપોઆપ સબંધ થઈ જશે? આવા કારણે જ દેશમાં ભાજપના કાર્યકરો નો મોટો સમુદાય કુંવારો જ રહેશે.
હવે કન્યાના માતાપિતા પણ સમજી ગયા છે કે રાજકારણમાં રસ લેતા યુવાનો કેટલું સાચું કામ કરે છે? કેટલું સાચું બોલે છે ? અને તેનું ગણિત કેટલું સાચું છે?
રાજકીય પાર્ટીના કાર્યકર નો કેસ રાખીને તેઓ યોજના શોધતા હોય, રાત્રે મોડા મોડા આવે ઘરે, છાંટો પાણી કરવાની આદત પડી ગઈ હોય છે. રંગીન પાર્ટીઓમાં અપડાઉન કરતા હોય, હરામનું ખાવા ની ટેવ હોય એવું વર્તન કરતાં જોવા મળે છે.
સામાજિક તત્વો સાથે પનારો પડયો હોય છે સુવાળા સંબંધો બંધાવી આપે છે તેઓ નેતાઓની પૂંછડી પકડીને પોતાની કોઈ ઓળખ પ્રસ્થાપિત કરી શકતા નથી એટલે દરેક મા-બાપ આવા ધડા વગરના કોઈ યુવાનને પોતાની દીકરી સોંપવી એવું મૂર્ખતા કરે નહિ.
હવે કોરોના વધવાના કારણ વાચો : કોરોના જોખમ શિયાળામાં વધવાની શક્યતા કેમ છે, જાણો આ 10 કારણ
એક પુરાણમાં લખ્યું છે કે, આકાશમાં એક નરક છે અને બીજું નરક તો યુવાનીમા રાજખટપટમાં અટવાયેલા પુરુષ ના ઘરમાં હોય છે. હવે તો નવાઈની વાત એ છે કે, સ્થાનિક તાલુકા જિલ્લા કક્ષાના નેતાઓ પણ પોતાની પુત્રીને રાજકીય કાર્યકર ને પરણાવતા નથી. આવા કાર્યકરોએ કાર્યાલય આજુબાજુ ફરવાનું નહીં. આવા રાજકારણીઓ કાર્યકર તરીકે યુવાનોને પગલુછણીયુ સમજીને ફેંકતા વાર નહિ લાગે.
ટૂંકમાં મનરેગા યોજનામાં આત્મનિર્ભર યુવાનો જરૂર બનશે. આ કુવારા કાર્યકરોની આખી ફોજ પાસે કોઈ સભા – સર્કસનું કામ ન રહેતા તેમના નજીવા કામના કોન્ટ્રાક્ટર પણ બંધ થઈ ગયા છે. રાજકીય પાર્ટી આવા કાર્યકરો માટે અલગ મેરેજ બ્યુરો કે જોબ પ્લેસમેન્ટ સેલ ઉભો કરવો જોઈએ! આવું સૂચન પક્ષનું અપમાન ગણાશે એટલે એવો ઉચ્ચા કોણ કરે?
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment