આવી રહે છે પોસ્ટ વિભાગમાં ૧૩૭૧ જગ્યાની ભરતી, જલ્દી જાણો ક્યારે શરૂ થશે?
આવનારા સમયમાં પોસ્ટ વિભાગ દ્વારા નોકરી શોધતા યુવાનો માટે એક આગવી સોનેરી સરકારી નોકરીની ભરતી બહાર પાડી છે. ભારતીય પોસ્ટ વિભાગે મહારાષ્ટ્રના પોસ્ટલ સર્કલમાં ૧૩૭૧ જગ્યા માટેની ભરતીના આવેદન મંગાવ્યા છે. કોઈ પણ ભણેલાં યુવાનો સરકારી નોકરી કરવા ઈચ્છતા હોય તેવા લોકો ઓનલાઈન ફોર્મ માં પોતાની લાયકાત અને માગ્યા મુજબ માહિતી ભરીને અરજી કરી શકે…

આવનારા સમયમાં પોસ્ટ વિભાગ દ્વારા નોકરી શોધતા યુવાનો માટે એક આગવી સોનેરી સરકારી નોકરીની ભરતી બહાર પાડી છે. ભારતીય પોસ્ટ વિભાગે મહારાષ્ટ્રના પોસ્ટલ સર્કલમાં ૧૩૭૧ જગ્યા માટેની ભરતીના આવેદન મંગાવ્યા છે. કોઈ પણ ભણેલાં યુવાનો સરકારી નોકરી કરવા ઈચ્છતા હોય તેવા લોકો ઓનલાઈન ફોર્મ માં પોતાની લાયકાત અને માગ્યા મુજબ માહિતી ભરીને અરજી કરી શકે છે.
ઉમેદવાર ની લાયકાત અને છેલ્લી તારીખ ફોર્મ ભરવાની
ઉમેદવાર આ જગ્યા માટેની અરજી ૧૦ નવેમ્બર સુધીમાં કરી શકે છે. અને ભરતી માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩ નવેમ્બર ૨૦૨૦ નક્કી કરવામાં આવી હતી પરંતુ તેને કોરોના મગરીને ધ્યાનમાં લઈને વધારીને ૧૦ નવેમ્બરની કરવામાં આવી છે.
પોસ્ટમેન જગ્યા અથવા મેલ ગાર્ડના જગ્યા માટે ઉમેદવાર પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી ૧૨મું પાસ કરેલું હોવું જરૂરી છે. સાથે જ ઉમેદવારને સ્થાનિક ભાષા મરાઠી આવડવી જોઈએ અને તેને મરાઠી ભાષાની જાણકારી હોવી જોઈએ.
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફના પદ પર આવેદન કરતા પહેલા તપાસી લેવું કે તમારી પાસે માન્યતા પ્રાપ્ત બોર્ડનું ૧૦મી પાસનું સર્ટિફિકેટ અને મરાઠી ભાષા બોલતા અને વાંચતા આવડવી જોઈએ એ ખાસ યાદ રાખવું. આ પદની ભરતી કોમ્પ્યુટર આધારિત ટેસ્ટને આધારે કરવામાં આવશે.
પગાર કેટલો મળવા પાત્ર હશે?
સેલરીની વાત કરીએ તો પોસ્ટમેન અને મેલગાર્ડના પદ માટે આવેદન કરનારા ઉમેદવારોને વેતન પે-મેટ્રિક્સ લેવલ ત્રણને આધારે મળવા પાત્ર થશે. જે 21,700 રૂપિયાથી લઈને 69,100 રૂપિયાની વચ્ચે હશે.
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફના પદ માટેના ઉમેદવારોનું વેતન પણ પે-મેટ્રિક્સ લેવલ 1 પ્રમાણે 18,000 રૂપિયાથી લઈને 56,900 રૂપિયા પ્રતિ મહિનાના મળશે. પોસ્ટમેન માટે કુલ ૧૦૨૯ જગ્યા પર, મલ્ટી ટાસ્કીંગ માટે ૩૨૭ જગ્યા અને મેલ ગાર્ડ માટેના ૧૫ પદોની ભરતી કરવામાં આવશે.
સોના મા પણ આરિત આવી : સોનામાં ઘરેણામાં રોકાણ સિવાય આ ત્રણ રીત બેસ્ટ છે, જાણો કેવી રીતે કરશો રોકાણ
પોસ્ટમેન, મેલગાર્ડ અને મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની ભરતી માટે આવેદન કરનારા ઉમેદવારની ઉંમર 18 થી 27 વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે. ઉમેદવારના ઉંમરની ગણતરી 3 નવેમ્બર 2020 સુધી ગણવામાં આવશે. જો ઉંમર ૨૮ વર્ષ હસે તો લાયકાતને પાત્ર ગણાશે નહિ.
આ ભરતી સાથે જોડાયેલી પરીક્ષા માટે UR/OBC/EWS વર્ગના ઉમેદવારોએ ૫૦૦ રૂપિયા ફી પેટે ચૂકવવાના રહેશે. SC/ST/PWD અને મહિલા ઉમેદવારોએ માત્ર ૧૦૦ રૂપિયા ફી ચૂકવવા પડશે. વધુ જાણકારી માટે પોસ્ટ વિભાગની ઓફિશીયલ વેબસાઈટની મુલાકાત (www.indiapost.gov.in) લઈ માર્ગદશન શકો છો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment