શિયાળામાં પ્રદુષણને કારણે કોરોના જોખમ વધશે, નબળા ફેફસા વાળી વ્યક્તિએ આ બાબત ધ્યાન રાખવી
કોરોના લઈને ફરી આગવી ચેતવણી છે.આવી રહેલી ઠંડીની ઋતુમાં પ્રદૂષણ વધે એ સામાન્ય વાત છે,પણ આ વખતે કોરોના મહામારી ને કારણે પ્રદૂષણ વધારે લોકોમાં મુશ્કેલી ઉભી કરશે તેવું નિષ્ણાતોનું માનવું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદૂષણને કારણે કોરીનાની અસર લોકો પર જોવા વધુ જોવા મળી શકે એમ છે, અને કોરોના ના દર્દીઓ ની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે એમ છે જે એક મોટી ગંભીર બાબત કહેવાય.
વધુમાં પર્યાવરણ અને આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જે લોકો કોરોનામાથી એકવાર મુક્ત થયા છે તેમને વધારે પોતાના શરીરના સ્વાસ્થ્ય નું ધ્યાન અને કાળજી રાખવાની જરૂર છે, કારણકે પ્રદૂષણને કારણે આવા લોકોને ફરીથી સંક્રમણ થવાની શક્યતા વધુ રહેલી છે.સૂત્રોનાજણાવ્યા અનુસાર પ્રદૂષણને કારણે જે લોકોના ફેફસા નબળા પડી ગયા છે,અને એકવાર કોરોના માંથી મુક્ત થયેલા છે તેઓએ ખાસ તબિયતનું ધ્યાન રાખવું પડશે.
તહેવારોની મોસમ પણ શરૂ થઇ જવા રહી છે ત્યારે આગામી અઢી મહિના આપણા માટે કપરા સાબિત થશે.દેશમાં કોરોના નો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે પ્રત્યેક નાગરિકની ફરજ છે કે કોરોના સામે લડાઈમાં જરા પણ ઢીલાશ રાખે નહિ.
લોકોના ફેફસામાં ન્યુમોનિયા જેવી સમસ્યા સર્જાઇ શકે
પર્યાવરણ માટે કામ કરતી એક સંસ્થા સાથે સંકળાયેલા અવિનાશ સંચાલનના જણાવ્યા અનુસાર એવા પૂરતા પુરાવા છે જેના પરથી સાબિત થાય છે કે વાયુ પ્રદૂષણને કારણે વાઇરલ ઇન્ફેકશનનું પ્રમાણ વધશે અને તેના ફેલાવવાના દરમાં પણ વધારો થશે. જેથી લોકોના ફેફસામાં ન્યુમોનિયા જેવી સમસ્યા સર્જાઇ શકે છે.
પ્રદૂષણઅને કોરોના થી બચવાનો શ્રેષ્ઠ માર્ગ
ઉલ્લેખનીય છે કે દર વર્ષે શિયાળાની ઋતુમાં ઠંડી અને પ્રદૂષણનું પ્રમાણ બંને સાથે વધે છે ખાસ કરીને ઉત્તર ભારતનાં રાજ્યોમાં ઠંડીનું ને પ્રદૂષણનું પ્રમાણ વધારે જોવા મળે છે. દિલ્હી જવા મોટા શહેરોમાં ઓક્ટોબરથી જ પ્રદુષણ ભર્યું વાતાવરણ બની જાય છે. ઉત્તર ભારતના ખેડૂતો શિયાળાની ઋતુમાં જ પરારલી બાળવાથી તેનાથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદુષણ વધતું જાય છે.
આ ધુમાડાથી અસ્થમાના દર્દીઓને સૌથી વધુ તકલીફ પડે છે.જો તમારા ફેફસા નબળા હોય તો કોરોના દરમિયાન તમને ન્યુમોનિયા થવાની શક્યતા વધી જાય છે તેના કારણે આગામી દિવસોમાં સોશ્યલ ડિસ્ટન્સ, માસ અને સેનીટાઇઝર પર વધારે ધ્યાન રાખવું પડશે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર પ્રદૂષણ અને કોરોના થી બચવાનો શ્રેષ્ઠ માર્ગ માસ્ક છે.