કોરોના સામે લડેલા દર્દી ચેતીને રહેજો, તમને આપેલી એન્ટીબોડી શરીરમાં માત્ર આટલા દિવસ ટકે છે
કોઈ પણ વ્યક્તિને એક વાર કોરોના નો ભેટો થાય જાય તે વાત તો ખુબજ ચિંતા જનક છે. તમને એકવાર કોરોના સંક્રમણ થઈ ચુક્યુ છે અને હવે ભવિષ્યમાં કોરોના ક્યારે પણ નહીં થાય તો તે તમારી ભૂલ છે.
ભારતીય ચિકિત્સા અનુસંધાને કોવિડ-19 સંક્રમણથી કોવિદ દર્દીના શરીરમાં વિકસિત એન્ટીબોડી આશરે ૧૦૦ દિવસો સુધી જ કામ કરે છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR) ના મહાનિદેશક બલરામ ભાર્ગવે એ વાતની જાણકારી આપી છે. આ ICMR એ જણાવેલ માહિતીમાં દર્દીમાં ૧૦૦ દિવસો બાદ કોરોના વાયરસ ફરીથી સંક્રમણનું જોખમ વધુ પ્રમાણમાં રહે છે. ICMR કોરોના વાયરસના કેસોને ફરીવાર સંક્રમણને લઈને અનુસંધાન કરી રહી છે. તેના પર ICMR પ્રમુખે જણાવ્યું કે, અત્યારસુધી ફરીવાર કોરોના સંક્રમણના ત્રણ મામલા સામે આવ્યા છે. જેમાં મુંબઈમાં બે અને અમદાવાદમાં એક દર્દીનોમામલો નોંધાયો છે.
વધુમાં બલરામે ભાર્ગવે કહ્યું કે, પરિષદે સરેરાશ ૧૦૦ દિવસોની કટઓફ રાખવાનો નિર્ણય લીધો છે, જો એવું થશે તો કેટલાક અધ્યયનો અનુસાર, આ એન્ટીબોડીને ફક્ત ચાર થી પાંચ મહિનાનું જ જીવન માનવામાં આવશે. ભાર્ગવે વધુ માં કહ્યું કે, ફરીવાર સંક્રમણ એક સમસ્યા હતી, જેને પહેલીવાર હોંગકોંગના એક મામલામાં સામે આવ્યા હતા અને ત્યારબાદ ભારત દેશમાં પણ કેટલાક મામલાઓનું સર્વે કરવામાં આવ્યું છે. WHOના કેટલાક આંકડા મળ્યા તેથી લાગે છે કે દુનિયામાં આશરે બે ડઝન થી વધારે ફરીવાર કોરોના સંક્રમણના મામલા સામે આવ્યા છે. ICMR ડેટાબેઝને જોઈ એ લોકો અંગે માહિતી મેળવી રહ્યા છીએ, જેમની પાસે કેટલાક ડેટા છે.
આ પણ વાચો : કોરોના: ગરીબોની સારવાર હેઠળ રાહતરૂપ એવું, મા અમૃતમ કાર્ડ બંધ થવાને આરે ? શું છે જાણો તથ્ય
તેઓના મતે ફરીવાર સંક્રમિત થનારા દર્દીઓ સાથે ટેલીફોન પર વાતચીત કરીને તેમની માહિતી એક્ઠી કરવામાં આવી રહી છે. જોકે, હજુ કાઈ કહી ના શકાય કે કોઈ કોરોના વ્યક્તિ ૮૦ દિવસ, ૧૦૦ દિવસ કે ૧૧૦ દિવસ બાદ ફરી સંક્રમિત થઈ શકે છે. પરંતુ અંધાજે ૧૦૦ દિવસ બાદ ફરી કરોનાં સંક્રમિત થવાનું જોખમ છે.
ડૉ. ભાર્ગવે જણાવ્યું કે કોરોના વાયરસ સતત રૂપ બદલી રહ્યું છે, સાથે સાથે કોવિડ-19 વેક્સીનની પ્રભાવશીલતા પર કોઈ અસર નહીં પડે, જે વર્તમાનમાં દુનિયાભરના ઘણા દેશોમાં અલગ-અલગ ફેઝના ટ્રાયલમાં છે. તેવામાં ભારતમાં હાલમાં કોરોના વાયરસ મામલામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ તેના ફરીવાર સંક્રમણના ત્રણ નવા મામલા સામે આવવાથી જોખમ વધવાની શક્યતા છે. આથી હજુ પણ લોકોએ કોરોના વાયરસથી સાવચેત રહેવાની જરૂર છે.
One Comment