ગ્લોબલ હંગર ઇંડેક્સ : ભૂખમરામાં ‘ન્યુ ઇન્ડિયા’ની પરિસ્થિતિ શરમજનક, ભારત 94 માં સ્થાને
PC:Unsplash તાજેતરમાં જાહેરાત થયેલા ગ્લોબ હંગર ઈન્ડેક્સ 2020માં ભારતનો સમાવેશ સૌથી વધુ ભૂખમરો વેઠતા 20 દેશોમાં થયો છે. ભારતનો ક્રમ 107 દેશોમાથી 94મો ક્રમ નોંધાયો છે. વર્ષ 2020ના ગ્લોબલ હંગર ઇન્ડેક્સ અનુસાર વિશ્વમાં પાંચ વર્ષથી નાના બાળકોની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે જે નબળાઈથી પીડાય છે અને જે બાળકોમાં પ્રવર્તતા તીવ્ર કુપોષણને પ્રતિબિંબિત કરે છે….

PC:Unsplash |
તાજેતરમાં જાહેરાત થયેલા ગ્લોબ હંગર ઈન્ડેક્સ 2020માં ભારતનો સમાવેશ સૌથી વધુ ભૂખમરો વેઠતા 20 દેશોમાં થયો છે. ભારતનો ક્રમ 107 દેશોમાથી 94મો ક્રમ નોંધાયો છે. વર્ષ 2020ના ગ્લોબલ હંગર ઇન્ડેક્સ અનુસાર વિશ્વમાં પાંચ વર્ષથી નાના બાળકોની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે જે નબળાઈથી પીડાય છે અને જે બાળકોમાં પ્રવર્તતા તીવ્ર કુપોષણને પ્રતિબિંબિત કરે છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સના જણાવ્યા અનુસાર ભારતમાં વર્ષ 2015-19ના સમયગાળામાં બાળકોમાં કુપોષણમાં ઘટાડો થવાને બદલે સતત ગંભીર વધારો થયો છે. વર્ષ 2010 થી 2014 દરમિયાન બાળકોમાં કુપોષણનું સ્તર 15.1 ટકા હતું જે 2015-19 માં વધીને 17.3 ટકા પર પહોંચી ગયું છે.
આ ઈન્ડેક્સમાં જે દેશો પાછળ હોય ત્યાં સૌથી વધારે ભૂખમરો હોય એવી સીધી ગણતરી થાય છે. સૌથી ઓછો ભૂખમરો વેઠતા દેશોને શરૂઆતી ક્રમ આપવામાં આવે છે. આ ઈન્ડેક્સ દર વર્ષે ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (આઈએફપીઆરઆઈ) દ્વારા તૈયાર કરવામાં આવે છે.
ભારતના પડોશી દેશોની સ્થિતિ પણ ઈન્ડેક્સ મુજબ
ભારતના પડોશી દેશોની સ્થિતિ પણ ઈન્ડેક્સ મુજબ સારી છે. આ લીસ્ટમાં 75મા ક્રમે બાંગ્લાદેશ, મ્યાંમાર 78મા ક્રમે, જ્યારે પાકિસ્તાન 88મા ક્રમે છે. એટલે કે આ ઇંડેક્સ પરથી ખ્યાલ આવે કે ત્યાં ભારત કરતાં ભુખમરો ઓછો છે. ગયા વર્ષના લિસ્ટમાં 117 દેશો સામેલ હતા અને તેમાં ભારત 102મા ક્રમે એટલે કે છેલ્લા દસ દેશોમાં જ સ્થાન પામ્યો હતો જે ખુબજ શરમજનક વાત કેવાય.
ભારત સહિતના બીજા બધા પડોશી દેશોને આ ઈન્ડેક્સમાં સિરિયસ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે ત્યારે નેપાળ 73મા ક્રમે આવે છે અને શ્રીલંકા 64મા ક્રમે છે, માટે તેમનું સ્થાન જરા ખુબજ સારૂં ગણાય છ.આ રિપોર્ટ અનુશાર દરેક દેશની ખોરાક અને પોષણની સ્થિતિને 100માંથી માર્ક આપવામાં આવે છે. જેમાં આપદા ભારતનો 100માંથી સ્કોર 27.2 જ નોંધાયો હતો અને તે પોઈન્ટ ખુબજ નીચે કહેવય અને 26થી વધારેનો સ્કોર હોય એ દેશોની સ્થિતિ ખુબજ ગંભીર ગણવામાં આવે છે.
આ પણ વાચો : તારણ: કોરોના વાયરસ મોબાઇલ સ્ક્રીન્સ, ગ્લાસ અને પૈસા પર આટલા દિવસ રહે છે
જે દેશનો સ્કોર પાંચ કે તેનાથી ઓછો હોય એ દેશોમાં ભૂખમરો ઓછામાં ઓછો ગણાય છે. એવા 5 સ્કોર વાળા દેશોમાં ચીનનો સમાવેશ થયો છે. જ્યારે યુરોપ અને ઉત્તર અમેરિકાના દેશોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, કેમ કે ત્યાં ભૂખમરાની ગંભીર સમસ્યા નથી. ભારતની 14 ટકા જેટલી વસ્તી પોષણયુક્ત સારો ખોરાક મેળવી શકતી નથી. તો બીજી બાજુ 5 વર્ષથી નીચેના બાળકો કુપોષણથી મૃત્યુ પામનાર દર ભારતમાં 3.7 ટકા છે. ભારતમાં અનેક બાળકોને જન્મ પછી પુરતો અને પોષણક્ષમ ખોરાક મળી શકતો નથી તેવું રિપોર્ટ પ્રમાણે જાણવા મળીયુ છે.
ભારતમાં ભૂખમરા પાછળનું મેઇન કારણ આયોજનનો અભાવ છે. સરકારી ગોદામોમાં લાખો ટન અનાજ સડી-બગડી જાયઆ અને ફેકી દેવાય છે જ્યારે સરકાર દાનત, ભ્રસ્ટારચાર અને આયોજનના અભાવે ને કારણે અનાજ જરૂરિયાતમંદો ગરીબો સુધી પહોંચાડી શકતી નથી.
સૌથી વધુ ભૂખમરો ધરાવતા દેશો લિસ્ટમાં છેલ્લા દસ દેશો આ પ્રમાણે છે
અફઘાનિસ્તાન, લિસોથો, નાઈજિરિયા ,લાઈબિરિયા, મોઝામ્બિક, હૈતી, માડાગાસ્કર, તિમોર, ચાડ, સિએરા લિઓ
One Comment