પ્રથમવાર ચંદ્રપર 4G નેટવર્ક શરુ કરશે આ કંપની,નાશાએ કરાર કર્યા

પ્રથમવાર ચંદ્રપર 4G નેટવર્ક શરુ કરશે આ કંપની,નાશાએ કરાર કર્યા

આ એ કંપની છે જેણે એક એતિહાસિક પલ જાહેર કરી છે. વાત છે અહીંયા નોકિયા કંપનીની નોકિયા કંપની 2022 સુધીમાં ચંદ્રની ધરતી પર ફોરજી નેટવર્ક ની સર્વિસ શરૂ કરશે. નાશાએ નોકિયાને ૧૪ લાખ ડોલરનું ફંડ આપવાનું નક્કી કર્યું છે. ૨૦૨૪ માં નાશા ચંદ્ર પર સમાનવ યાન ઉતરશે એ પહેલાં નેટવર્ક શરૂ થઈ જશે.

વાયરલેસ નેટવર્ક 2022 સુધીમાં

નાસા તેના મુન મશીનના ભાગરૂપે ચંદ્રની સપાટી ઉપર ઇન્ટરનેટની સર્વિસ શરૂ કરવા માગે છે. અવકાશયાત્રીઓ જ્યારે ચંદ્રની ધરતી પર ફરી વખત પગ મૂકે ત્યારે તેના મોબાઇલમાં 4-જી નેટવર્ક આવતું હોય એ માટે નાસા એ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ કોન્ટ્રાક્ટ મેળવવામાં ફીનગ્લેન્ડ ની કંપની નોકિયાને સફળતા મળી છે. આ 4-જી નેટવર્ક માટે અમેરિકન અવકાશ એજન્સીએ 14.1 લાખ ડોલરનું ફંડ આપવાનું જાહેર કર્યું છે

આ સાથે ઐતિહાસિક નોકિયા કંપની ચંદ્ર પર આવનારી પ્રથમ કંપની બનશે.આમ વાયરલેસ નેટવર્ક 2022 સુધીમાં બની જશે એવું કંપનીએ જણાવ્યું છે. ભવિષ્યમાં 4-જી નેટવર્ક માંથી 5-જી ની સિસ્ટમ પર અપડેટ કરી દેવાશે. નાસા કહ્યું કે આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશને  એક્સપ્લોર કરવાનું બીડું ઝડપ્યું છે તેના ભાગરૂપે નેટવર્ક સર્વિસ શરૂ થશે. આ પ્રોજેક્ટ હાથ ધરવામાં 14 કંપનીઓ પસંદગી માટે ઉતરી છે નેટવર્ક માટે નાસા માટે ટેક્સાસની કંપની ને પણ પસંદ કરવામાં નોકિયા કંપનીને જરૂરી સાધનો આપશે.

આ પણ વાચો : આધારકાર્ડ હશે, તો પાનકાર્ડ પણ મળી જશે, બજેટમાં સરકારની જાહેરાત

નાસાએ કહ્યું હતું કે આખું સેટઅપ સ્માર્ટલી એક્ટિવ થશે. ચંદ્રના બદલાતા વાતાવરણમાં પડકારોને પણ સામનો કરશે. ૨૦૨૮ સુધી ચંદ્ર પર રહીને અવકાશયાત્રીઓ કામ કરી શકે તેવું નાસા એક નિવેદનમાં કહ્યું હતું. જો આવુ થશે તો નેટવર્ક ખૂબ જ ઉપયોગી અને અનિવાર્ય હિસ્સો હશે.

2018માં નોકિયાએ જર્મની કંપની સાથે મળીને ચંદ્ર પર નેટવર્ક સિસ્ટમ બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ તે કોન્ટ્રાક્ટ આગળ વધ્યો નહોતો.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.