ચંડાળ ચોકડી વિશ્વને લુંટવા બેઠું છે, કુલ સંપત્તિ ૭ લાખ કરોડ જેટલી કેવી રીતે

ચંડાળ ચોકડી વિશ્વને લુંટવા બેઠું છે, કુલ સંપત્તિ ૭ લાખ કરોડ જેટલી કેવી રીતે

બિગટેક બુગટેક તરીકે ઓળખાતી આ ચારે કંપનીઓનો અભિપ્રાય 449 પાનાનો અહેવાલ અમેરિકી સંસદમાં રજૂ થયો. એમ કે આ ચારેય પાસે સંપત્તિ અને સત્તા અપાર છે. દેશના અર્થતંત્રને પોતાની તરફ વાળી અને શરતો મુજબ કામ કરવા મજબુર કરી દે છે એટલે ચારેયનું વિભાજન કે મર્જ કરી દેવું જોઈએ એવું અમેરિકી સંસદે વિચાર્યું. અમેરિકાને કોઈનો ડર નથી પણ આ ચારેય કંપની નો ડર છે. તો જગત આખાને ડર છે જે ! વિચારો ભારતના નાગરિકો માટે તેનો ત્યાગ કરવો શક્ય છે? દેશને રોટી-કપડા-મકાન વગર કદાચ ચાલશે પણ આ ચારેય કંપની વગર નહીં જ  ચાલે ! એટલે અમેરિકી સરકારને આ ચારેય કંપનીઓ વામણી કરી દે એ પહેલા તેને દાબમાં રાખવી જરૂર સમજાય.

આ ચારેય કંપનીઓ પર અમેરિકા સિવાય કોઈ બ્રેક મારી શકે તેમ નથી. યુએસએનું કહેવું છે કે કંપની દ્વારા ગ્રાહકોને સર્વોત્તમ સેવા ચીજ મળી રહે પણ ચારેય ચોકડી વારંવાર કાયદાનો ભંગ કરી પોતાની મોનોપોલી સ્થાયી રહી છે. આમ તો ભારતમાં પણ સરકારી હિસ્સો ધરાવતી કંપની ક્યાં કાયદા નું પૂરેપૂરું પાલન કરે છે. એલઆઇસી વીમોમાં ચૂકવવામાં  ઠાગા થૈયા કરતી નથી તો પછી આ ચારેય જમાઈ બની બેઠેલી કંપની આપણા કાયદાનું પાલન કરશે? આવી ચારેય કંપનીઓને નાની-નાની કંપનીઓમાં ફેરવી નાખો કારણ કે ગૂગલનો મહિને બે મહિને એકાદ નાની કંપની ખરીદી પોતાની ટીમમાં ભેળવી દે છે.

(જેમ રાષ્ટ્રીય પાર્ટી તકસાધુ વિપક્ષી પક્ષોના સભ્યો ને ખેરવી નાખે તેમ) ગૂગલે યુટયુબ, મોટોરોલા ખરીદી લીધી છે. એમેઝોન કંપની પોતાનો માલ અન્યને વેચે છે અને બીજા નો માલ પોતાની સાઈટનો ઉપયોગ કરી વેચે છે. આપણા દેશમાં એમેઝોન વાર તહેવારે જંગી ડિસ્કાઉન્ટ સેલ રજૂ કરે છે.

સ્થાનિક નાના નાના વેપારીઓ વારંવાર ફરિયાદ કરે છે. પણ ફરિયાદોનું કંપની પાસે કે સરકાર પાસે કોઈ ઉપજતું નથી આવા તો ઘણા આક્ષેપો છે જે ખરેખર ખૂબ જોખમી છે જ. અમેરિકી સંસદને એટલે જ ભય છે કે આ ચારેય કંપનીઓ માર્કેટ નો ગેરલાભ ઉઠાવે છે અને હરીફોને પછાડવા અવનવા અખતરા કરે છે. કોઈ કંપની વેપાર ત્યાં સુધી વાંધો નહીં પણ આ કંપનીઓ અંગ્રેજોની જેમ આખા દેશ પર શાસન કરે અને દેશને વેચી નાખે એવું કરે તે ક્યાં સુધી જોયા કરશો ? અત્યારે આ ચારેય કંપની સંપત્તિ કુલ ૭ લાખ કરોડ જેટલી છે. ત્યારે મળી એક દેશ બનાવે તો અમેરિકા ચીન પછી બીજા નંબરનો મોટો દેશ બને.

આને પણ વાચો : US Election 2020: ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઈડેન માંથી કોઈને નહીં મળે બહુમત, ત્રીજો ફાવી જશે રાષ્ટ્રપતિ બનવા

આખા ભારત કરતાં એકલી એપલ કંપની નું પદ ૭૦ ટકા જેટલું છે.દાયકા પહેલાં એમેઝોન નદીનું નામ છે એવું યાદ આવતું, અને આજે નદીની જગ્યાએ કંપની નામ યાદ આવે છે. ગૂગલની અસંખ્ય સેવાઓ દિવસ ઊગે ત્યારથી શરૂ થાય છે. આપણને તો મફતમાં મળતી સેવાઓ વિરોધ પણ કરી શકીએ નહીં.એટલે મફતમાં મળતી સેવા મોનોપોલીનો ગાળીયો થતો જાય છે. ફેસબૂક તો લોકોનો ડેટા જોઈ લઈલે છે અથવા તો લીક થવા દે છે.

આવા આક્ષેપો તો જગજાહેર થઈ ચૂક્યા છે છતાં પણ આપણા દેશમાં વપરાશ કરતા ઘટવાને બદલે વધતા જાય છે. થોડા સમય કે દાયકા પહેલાં આવેલી આ કંપનીએ આજે માતેલ સાંઢ જેવી બની ગઈ છે એ કંપની તો ઠીક છે એનકેન પ્રકારે પોતાની મોનોપોલી પાથરીને પોતાની જાળમાં ફસાવી રાખે છે પણ મોટા ભા ગણાવતી દેશની સરકારે એની દાનત સમજી શકતી નથી.આપણી સરકાર તો દેશના યુવાનોને કઈ રીતે રોજગારી આપવી અર્થતંત્ર કેમ કરવું એવા થોડા ઊંડાણમાંથી જ બહાર નીકળી શકતી નથી ત્યારે આ ચારેય કંપનીઓ એસીમાં બેઠા બેઠા ધનના ઢગલા  મોટા કરીને આળોટે છે.

આવી કંપનીઓ યુવાનોને ભરતી પણ કરે છે છતાં સરકાર વહેમમાં અટવાય છે,કે એ તો નાનકડી કંપની છે. નાનું પણ નાગનું બચ્ચું બનીને મહાકાય અજગર બની બેઠેલી કંપનીને નાથવા દુનિયામાં ફક્ત અમેરિકા સફાળુ જાગી ગયું છે. દેશમાં તો  ગુલામીની વ્યાખ્યા સમજવાની જરૂર નથી.વધુ એક ગુલામી દેશનો દરેક યુવાન સ્વદેશી વસ્તુ નો ઉપયોગ કરવામાં વર્ષોથી  બેસમજ રહ્યો છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.