જો તમે ઓનલાઈન છેતરપીંડીનો શિકાર બનો તો આટલું કરો
ઓનલાઇન છેતરપિંડીના આ કાળા બજારમાં મોટાભાગે સીધા લોકો ભોગ બનતા હોય છે.પરંતુ હવે આ છેતરપિંડી ઉચ્ચકક્ષાએ લાગી છે. છેતરપિંડીના કેસમાં અનેક ધારાસભ્ય લઈને એસપી ડીએસપી શિકાર બની રહ્યા છે તેવા આપણા જેવા સામાન્ય અને ગરીબ માણસો પણ ફસાઈ જતા હોય છે. જાણો કે લોકો તમારા પૈસા ની છેતરપીંડી કેવી રીતે કરે છે. તાજેતરમાં ફેસબુક (facebook) દ્વારા…

ઓનલાઇન છેતરપિંડીના આ કાળા બજારમાં મોટાભાગે સીધા લોકો ભોગ બનતા હોય છે.પરંતુ હવે આ છેતરપિંડી ઉચ્ચકક્ષાએ લાગી છે. છેતરપિંડીના કેસમાં અનેક ધારાસભ્ય લઈને એસપી ડીએસપી શિકાર બની રહ્યા છે તેવા આપણા જેવા સામાન્ય અને ગરીબ માણસો પણ ફસાઈ જતા હોય છે.
જાણો કે લોકો તમારા પૈસા ની છેતરપીંડી કેવી રીતે કરે છે.
તાજેતરમાં ફેસબુક (facebook) દ્વારા ઓનલાઇન છેતરપીંડીના હજારો કેસ નોંધાયા છે. પરંતુ આ ઓનલાઇન છેતરપીંડી કેવી રીતે થાય છે તે સમજવાની જરૂર છે. ઓનલાઇન શોપિંગ ફેસબુક (facebook) સુધી મર્યાદિત નથી વોટસઅપ (Whatsapp) અને ઓએલએક્સ (Olx) દ્વારા પણ ઓનલાઇન છેતરપીંડી કેસો થયા હોય તેવું અનેકવાર બહાર આવ્યું છે. ફેસબુક મેસેન્જર ની અંગત ચેટમાં જો તમારા કોઈ નજીકના મિત્રો અથવા સંબંધીઓ અને મેસેજ કરે છે કે તમે તેને તરત જ પૈસા મોકલો આપો છો અને પછી તમે તેને પૈસા મલ્યા છે કે નહિ તે માટે કોલ કરો છો અને તે ત્યારે એવું એવું જણાવે છે કે મેં પૈસા માટે મેસેજ કર્યો જ નથી તમારે સમજી જજો કે તમારી સાથે છેતરપીંડી થય છે.
કોઈપણ વ્યક્તિ તમારી પાસે પૈસા માંગે ત્યારે તમારે તેને એક વાર કોલ કરીને ચકાસી લેવું કે પૈસા માંગનાર વ્યક્તિ યોગ્ય જ છે ને!આવી કેટલીક ઘટનાઓ છેલ્લા છ મહિનાઓ માં પુરઝડપથી વધી રહી છે.ઓનલાઇન ઠગ લોકો પોસ્ટરનો ઉપયોગ કરી સેલિબ્રિટી, રાજકારણી, અધિકારી અથવા પોલીસ અધિકારીની બનાવટી આઇડી બનાવીને ફેસબુક પર કોઈ મહત્વપૂર્ણ કામ અથવા જાહેર કર્યાના નામે પૈસા માગે છે અને લોકો ઓફિસ એકાઉન્ટ માનીને પૈસા ટ્રાન્સફર પણ કરે છે.
જો તમે ઓનલાઈન છેતરપીંડીનો શિકાર બન્યા હોય તો
- ઓનલાઈન છેતરપીંડીના કિસ્સામાં નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટીંગ પોર્ટલ (http://www.cybercrime.gov.in) પર ફરિયાદ નોંધાવી શકો છો.
- આ વેબસાઇટ પર બે પ્રકારની ફરિયાદ દાખલ કરી શકાય છે.
- જેમાં મહિલાઓ અને બાળકો સાથે થયેલા ગુનાઓ અંગે અલાયદી ફરિયાદ કરી શકાય છે.
- જ્યારે ઓનલાઇન છેતરપિંડી અંગે પણ અલાયદી ફરિયાદ કરી શકાય છે.
ફરિયાદ પરત ખેંચી શકાય કે નહિ?
- સ્ત્રી કે બાળ ગુના સાથે સંબંધિત છે તો તેને પાછી ખેંચી શકાતી નથી.
- પરંતુ જો તે છેતરપિંડી છે તો તેને પાછો ખેંચી શકાય છે.પરંતુ આ ફક્ત ત્યારે જ શક્ય છે જ્યાં સુધી તમારી ફરિયાદ એફ.આઇ.આર માં બદલવામાં નથી આવતી એટલે કે એફ.આર.આઈ નોંધ્યા પછી તમે તેને પાછા લઈ શકતા નથી.
આ પણ વાચો : ગાંડાના ગામ હોય ? ફોટોઝ અપલોડ કરવા ઘેલા થતાં પહેલાં આ વિશે જાણી લો
- ક્રેડિટ કાર્ડ ની રસીદ
- બેંક સ્ટેટમેન્ટ
- બ્રોશર અથવા ટેમ્પ્લેટ (Template)
- ઓનલાઈન મની ટ્રાન્સફર રીસીપ્ટ
- ઈમેલ (Email) ની નકલ
- વેબપૃષ્ઠનો યુઆરએલ
- ચેટ ટ્રાન્સક્રીપટ (Transcript)
- સંકાસ્પદ પર મોબાઈલ નંબર નો સ્ક્રીનશોટ
- વિડિયોઝ છબીઓ આ સાથે બીજા અન્ય પ્રકારના દસ્તાવેજો.
ફેસબુકની ગાઇડ લાઇન શું છે
ઓનલાઇન છેતરપીંડી થાય છે ત્યારે ફેસબુક (facebook) સુધી કોઈ કાર્યવાહી કરી શકતી નથી. પરંતુ સહાયક વિભાગમાં છેતરપીંડી ટાળવા માટેના કેટલાક રસ્તા છે.
આ ઉપરાંત છેતરપિંડીને પાંચ કેટેગરીમાં વહેંચવામાં આવી છે
- રોમાન્સ સ્કેમ
- લોટરી સ્કેમ
- લોન્સ (loans) સ્કેમ
- એક્સસ (Token)
- જોબ સ્કેમ
One Comment