આધારકાર્ડ હશે, તો પાનકાર્ડ પણ મળી જશે, બજેટમાં સરકારની જાહેરાત
હાલ આધારકાર્ડ અને પાનકાર્ડ જરૂરી દસ્તાવેજ બની ગયું છે ત્યારે મોદી સરકારના બીજા કાર્યકાળનું બજેટ નિર્મલા સિતારમણે રજૂ કર્યું છે. આ બજેટમાં આધારકાર્ડ અને પાનકાર્ડ અંગે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પાનકાર્ડ કઢાવવા માટે એક લાંબી પ્રક્રિયા છે અને તેને લઈને સરકાર એક સુવિધા આપવામાં આવી રહી છે. જે લોકોની પાસે આધારકાર્ડ હશે તે…

હાલ આધારકાર્ડ અને પાનકાર્ડ જરૂરી દસ્તાવેજ બની ગયું છે ત્યારે મોદી સરકારના બીજા કાર્યકાળનું બજેટ નિર્મલા સિતારમણે રજૂ કર્યું છે. આ બજેટમાં આધારકાર્ડ અને પાનકાર્ડ અંગે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
પાનકાર્ડ કઢાવવા માટે એક લાંબી પ્રક્રિયા છે અને તેને લઈને સરકાર એક સુવિધા આપવામાં આવી રહી છે. જે લોકોની પાસે આધારકાર્ડ હશે તે લોકોને સરળતાથી પાનકાર્ડ આપવામાં આવશે તેવી જાહેરાત સરકારે બજેટમાં કરી છે.
સરકારનું કહેવું છે કે લોકોને વધારે ઝંઝટમાંથી મુક્તિ મળે તે માટે સરળતાથી એક આધારકાર્ડના નંબર અને તેની વિગતો વડે પાનકાર્ડની ફાળવણી કરી શકાશે. આમ જો આપની પાસે આધારકાર્ડ છે તો આગામી સમયમાં સરળતાથી પાનકાર્ડ સરકાર આપશે.
આ પણ વાચો : પ્રથમવાર ચંદ્રપર 4G નેટવર્ક શરુ કરશે આ કંપની,નાશાએ કરાર કર્યા
સરકારની અલગથી વ્યવસ્થા
આ માટે અલગથી વ્યવસ્થા પણ કરવામાં આવશે. બે સરકારના યુનિટ છે તેની પાસેથી મદદ લેવામાં આવી રહી છે. એક સિસ્ટમ ઊભી કરવામાં આવશે અને તેમાં આધારની વિગતો ભરીને સરળતાથી પાનકાર્ડ માટે એપ્લાય કરી શકાશે.
One Comment