ઇન્કમ ટેક્સ: રિટર્ન ભરવા માટેની તારીખ લંબાવીને
કોરોના રોગચાળાને કારણે નિયમીત નીતિનિયમોનું પાલન કરવામાં કરદાતાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે 31માર્ચ 2020ના રોજ કરવેરા અને અન્ય કાયદાઓ (ચોક્કસ જોગવાઈઓની છૂટછાટ) વટહુકમ, 2020 (‘વટહુકમ’) બહાર પાડ્યો હતો, જે અંતર્ગત વિવિધ સમયમર્યાદાઓ લંબાવવામાં આવી છે. ત્યારથી આ વટહુકમે કરવેરા અને અન્ય કાયદાઓ (ચોક્કસ જોગવાઈમાં છૂટછાટ અને સુધારા) ધારાનું સ્થાન માળિયું છે. રાજ્ય સરકારે 24…

કોરોના રોગચાળાને કારણે નિયમીત નીતિનિયમોનું પાલન કરવામાં કરદાતાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે 31માર્ચ 2020ના રોજ કરવેરા અને અન્ય કાયદાઓ (ચોક્કસ જોગવાઈઓની છૂટછાટ) વટહુકમ, 2020 (‘વટહુકમ’) બહાર પાડ્યો હતો, જે અંતર્ગત વિવિધ સમયમર્યાદાઓ લંબાવવામાં આવી છે. ત્યારથી આ વટહુકમે કરવેરા અને અન્ય કાયદાઓ (ચોક્કસ જોગવાઈમાં છૂટછાટ અને સુધારા) ધારાનું સ્થાન માળિયું છે. રાજ્ય સરકારે 24 જૂન,2020ના રોજ વટહુકમ બહાર પાડી.
રિટર્ન રજૂ કરવા કરદાતાઓને વધારે સમય માટે રિટર્ન ભરવા માટેની તારીખ લંબાવીને નીચે મુજબ કરવાનો નિર્ણય લેવાયો
નાણાકીય વર્ષ 2019-20 (આકારણી વર્ષ 2020-21) માટે આવકવેરના તમામ રિટર્ન ભરવા માટેની તારીખ 30 નવેમ્બર, 2020 સુધી લંબાવી હતી. એટલે 31 જુલાઈ, 2020 સુધી અને 31 ઓક્ટોબર, 2020 સુધી ભરવા જરૂરી આવકવેરાના રિટર્ન 30 નવેમ્બર, 2020 સુધી ભરવાની જરૂર છે. એના પરિણામ સ્વરૂપે આવકવેરા ધારા, 1961 (ધારા) અંતર્ગત કરવેરાના હિસાબી અહેવાલ સહિત વિવિધ હિસાબી અહેવાલો રજૂ કરવા માટેની તારીખ પણ 31 ઓક્ટોબર, 2020 સુધી લંબાવવામાં આવી છે.
- ખાતાનો હિસાબ કરતા કરદાતાઓ માટે આવકવેરાના રિટર્ન ભરવા માટેની તારીખ (જેમના માટે છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2020 હતી)તે લંબાવીને 31 જાન્યુઆરી, 2021 કરવામાં આવી.
- આંતરરાષ્ટ્રીય/ચોક્કસ સ્થાનિક નાણાકીય વ્યવહારોના સંબંધમાં અહેવાલ રજૂ કરવા જરૂરી કરદાતાઓ માટે આવકવેરાના રિટર્ન ભરવાની તારીખ ( જેની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2020 હતી) તે લંબાવીને 31 જાન્યુઆરી, 2021 કરી છે.
- અન્ય કરદાતાઓ માટે આવકવેરાના રિટર્ન ભરવાની તારીખ (જેની છેલ્લી તારીખ (31 જુલાઈ, 2020 હતી) તે લંબાવીને 31 ડિસેમ્બર, 2020 કરી છે.
સાથે સાથે આંતરરાષ્ટ્રીય/ચોક્કસ સ્થાનિક નાણાકીય વ્યવહારના સંબંધમાં અહેવાલ અને કરવેરાના હિસાબનો અહેવાલ સહિત વિવિધ હિસાબી અહેવાલો રજૂ કરવાની તારીખ વધારીને 31 ડિસેમ્બર, 2020 કરી છે.ઉપરાંત નાનાં,મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત માટે 24 જૂન, 2020ની તારીખે બહાર પાડેલી અધિસૂચનામાં પણ સ્વયં-આકારણી કરીને રૂ. 1 લાખ સુધીની કરવેરાની જવાબદારી ધરાવતા કરદાતાઓ માટે સ્વયં-આકારણી કરીને કરવેરાની ચુકવણી માટેની તારીખ પણ લંબાવી છે
આ પણ વાચો : આવનારા વર્ષમાં વધારાના ટેક્સ માટે તૈયાર રહો, કોરોનાની રસી માટે ૫૦૦૦૦ કરોડની ફાળવણી
નાનાં અને મધ્યમ વર્ગના કરદાતાઓ માટે રાહત
કરવેરાની બાબતમાં નાનાં અને મધ્યમ વર્ગના કરદાતાઓને બીજી વાર રાહત આપવા સ્વયં-આકારણી કરીને કરવેરાની ચુકવણી કરવાની તારીખ અહીં એક વાર ફરી વધારાય છે.
સ્વયં-આકારણી કરીને રૂ. 1 લાખ સુધીની કરવેરાની જવાબદારી ધરાવતા કરદાતાઓ માટે, સ્વયં-આકારણી કરીને કરવેરાની ચુકવણી કરવાની છેલ્લી તારીખ લંબાવીને 31 જાન્યુઆરી, 2021 કરવામાં આવી છે.
One Comment