આવનારા સમયમાં ડુંગળી રોવડાવશે, વધુ એક માઠા સમાચાર
અધુરામાં પૂરું ડુંગળીના ભાવોમાં આગ લાગી છે. એટલેકે ડુંગળીના ભાવ આસમાને પોહચવના છે. જોકે, સરકારની નિર્ણય પછી દિલ્હી, મુંબઈ અને ચેન્નઈ જેવા મોટા બજારોમાં ડુંગળીના જથ્થાબંધ ભાવોમાં 10 રૂપિયા કિલો સુધીનો ઘટાડો આવ્યો છે. આ વર્ષે ડુંગળીને ખાસ્સું નુક્સાન પણ પહોંચ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, 1 લાખ ટનના બફર સ્ટોરેજમાં ચોથો ભાગ…

અધુરામાં પૂરું ડુંગળીના ભાવોમાં આગ લાગી છે. એટલેકે ડુંગળીના ભાવ આસમાને પોહચવના છે. જોકે, સરકારની નિર્ણય પછી દિલ્હી, મુંબઈ અને ચેન્નઈ જેવા મોટા બજારોમાં ડુંગળીના જથ્થાબંધ ભાવોમાં 10 રૂપિયા કિલો સુધીનો ઘટાડો આવ્યો છે. આ વર્ષે ડુંગળીને ખાસ્સું નુક્સાન પણ પહોંચ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, 1 લાખ ટનના બફર સ્ટોરેજમાં ચોથો ભાગ એટલે કે 25 હજાર ટન જેટલી ડુંગળી ભેજના કારણે બગડી ને સડી ગઇ છે.
નાફેડ કેન્દ્રનો સ્ટોક સંભાળે છે
નાફેડના ડિરેક્ટર એસકે ચઢ્ઢાએ કહ્યું કે કાંદાની સેલ્ફ લાઇફ સાડા ત્રણ મહિનાની હોય છે. ત્યાર પછી તે સડવા લાગે છે અને તે બગડવા લાગે છે.વધુમાં અમે માર્ચ એપ્રિલના મહિનાથી બફર સ્ટોક માટે કાંદાની ખરીદી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 6-7 મહિના થઇ ચૂક્યા છે. જણાવી દઇએ કે નાફેડ જ કેન્દ્ર સરકાર માટે સ્ટોક સંભાળે છે. વધુમાં ચઢ્ઢાએ કહ્યું કે અત્યાર સુધીમાં 43 હજાર ટન કાંદા બજારમાં આવી ગયા છે. નવેમ્બરના પહેલા અઠિવાડિયા સુધીમાં તે લગભગ 22 હજાર ટન કાંદા વધુ બજારમાં ઉતારશે. માનવામાં આવી રહ્યું છે કે, ત્યાર પછી નાફેડનો સ્ટોક લગભગ ખતમ થઇ જશે, કારણ કે 25 હજાર ટન કાંદા ભેજ લાગી જવાને કારણે ખરાબ થઇ જશે.
ગયા વર્ષ કાંદા પર અસર કેવી હતી?
ર વર્ષે ડુંગળીની કિંમત આકાશે આંબી જાય છે એવામાં સરકાર કાંદા માટે બફર સ્ટોક તૈયાર કરી રહી છે. ગયા વર્ષે નાફેડે 57 હજાર ટન બફર સ્ટોક તૈયાર કર્યો હતો, જેમાંથી લગભગ 30 હજાર ટન કાંદા ખરાબ થઇ ગયા હતા. તેની સરખામણીમાં આ વખતે સ્થિતિ સારી છે. આ વર્ષે 1 લાખ ટન કાંદાનો સ્ટોક તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં લગભગ 25 હજાર ટન જ કાંદા બર્બાદ થયા.
આ પણ વાચો : લોન ધારકોને રાહત, ૨ કરોડ સુધીની લોન પર વ્યાજ નું વ્યાજ માફ
ભારતમાં ડુંગળીનો પાક ગરમી, ગરમી પછી અને શિયાળામાં વાવવામાં આવે છે. સપ્ટેમ્બરમાં ખરીફ ડુંગળીની આવક શરૂ થઇ જાય છે. જ્યારે નવેમ્બર પછીના ખરીફ પાક અને એપ્રિલ પછીના રવિ પાકથી ડુંગળીની આવક થાય છે.
ગયા વર્ષે મોનસૂનના કારણે ભારે વરસાદના પગલે કાંદાની આવકને ખૂબ ખરાબ રીતે પ્રભાવિત કરી હતી. કાંદાની કિંમતોમાં આગ લાગવાનું બીજુ કારણ છે ડુંગળીના બીજોમાં ભારે અછત પડવું. તો ત્રીજું કારણ છે સરકાર પાસે બફર સ્ટોક ઓછો હોવો.
One Comment