ખેડૂતે બનાવ્યું એવું મશીન જેનાથી ખર્ચ ઓછો અને કામ વધુ થશે, જાણો શું છે ?

ખેડૂતે બનાવ્યું એવું મશીન જેનાથી ખર્ચ ઓછો અને કામ વધુ થશે, જાણો શું છે ?

"કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય" આ ઉક્તિ ગીર સોમનાથનાં નાનકડા ગામના ખેડૂતે સાર્થક કરી બતાવી છે. આ ખેડૂતે ડી-ટોપિંગ મશિનનો આવિષ્કાર જાતે કર્યો છે. તે પણ યુટ્યુબની કમાલથી. આ આવિષ્કાર કરવા પાછળનું ઉદ્દેશ્ય પણ જરાઅલગ છે.

એક ખેડૂતે અનોખી કમાલ કરી છે. એવી કમાલ કે, જેના થકી ખેડૂત વધારાના ખર્ચથી તો બચી જ શકે છે. સાથે-સાથે પોતાનું કામ પણ સરળ રીતે કરી શકે. ગીર ગઢડાના સોનપાર ગામના એક ખેડૂતે યુટ્યૂબ પરથી માહિતી મેળવી એક કપાસના ડી-ટોપિંગ માટેનું મશીન તૈયાર કર્યું છે. તે પણ એવું કે ખર્ચ ઓછો અને કામ વધુ આપે. 

શું છે ડી-ટોપિંગ મશીન?

ડી-ટોપિંગ એટલે કે, કપાસની ઊંચાઈ વધે ત્યારે તેના ટોપકા કટિંગ કરવા. આ માટે ખેડૂતને મજૂર કરવા પડે અને તેમાં ખર્ચો વધી જતો હોય છે. ગીર સોમનાથનાં રસિકભાઈને વિચાર આવ્યો કે, આ ખર્ચને ઘટાડવા કેમ કોઈ આવિષ્કાર ન કરવામાં આવે. બસ આ જ વિચાર સાથે તેણે મિશન મશિન શરૂ કર્યું.

ક્યાથી પ્રેરણા મળી ?

યુટ્યુબમાં જોઈ-જોઈને તેમણે પીવીસીના પાઈપની મદદથી આ મશિન તૈયાર કર્યું અને તેમાં તેમને સફળતા પણ મળી. આ સફળતાને કૃષિ વિભાગે પણ આવકારી છે. આ કોઈ નાનકડી સિદ્ધિ નથી. પરંતુ કપાસનું વાવેતર કરતા હજારો ખેડૂતો માટે એક બચતની સાથે-સાથે વિકાસની ગતિમાં વધારો છે. કારણ કે, ખેડૂતનો સમય પણ બચશે. તેની સાથે-સાથે પૈસાની પણ બચત થશે. આ સફળતાને જિલ્લાના ખેડૂતો તો આવકારી રહ્યા જ છે. સાથે-સાથે રાજ્યના અન્ય ભાગમાંથી પણ ખેડૂતો આ મશીન અંગે પ્રેરણા લેવા માટે આવી રહ્યા. એક વાત સ્પષ્ટ છે કે, માણસ ધારે તો કાંઈપણ કરી શકે. તેના માટે ભણતરની જરૂર નથી, આવડતની જરૂર છે. જે આ ખેડૂતે સાબિત કરી બતાવ્યું.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads