સફળતા : બેચેન થવું હંમેશા ખરાબ હોતું નથી, ક્યારેક તેમાંથી નવી શોધ થાય છે

સફળતા : બેચેન થવું હંમેશા ખરાબ હોતું નથી, ક્યારેક તેમાંથી નવી શોધ થાય છે

સુંદર પીચાઈ ગુગલ (Google) ના સીઈઓ (CEO) છે તાજેતરમાં જ આપેલી 2020 કમેન્સમેન્ટ સ્પીચના અંશ

  • અત્યારે આપણામાંથી અનેક લોકોને એવું લાગી રહ્યું છે કે, અમે જે યોજનાઓ બનાવી હતી, તે બધી પૂરી નથી થઈ રહી. આવા મુશ્કેલ સમયમાં આશા રાખવી મુશ્કેલ હોય છે. જોકે મારો વિશ્વાસ કરો, વિજય તમારો જ થશે. મને આવું એટલા માટે લાગે છે, કેમકે અગાવ પણ અનેક લોકો આવું કરી ચૂક્યા છે એટલે તમે આશા ન છોડો.
  • પોતાના માટે સમય કાઢો અને એવી બાબતો શોધો, જે પોતાના અંદર સૌથી વધુ ઉત્સાહ પ્રદાન કરે છે. એ બાબતો નહીં, જે તમારા માતા-પિતા ઈચ્છે છે કે તમારા મિત્રો કરી રહ્યા છે કે સમાજ તમારી પાસે અપેક્ષા રાખે છે.
  • આપણે અનેક વખત કેટલીક બાબતો માટે અધીરા બની જઈએ છીએ. આ અધીરતા ખોટી નથી, કેમકે તે જ તમને ઉકેલ શોધવા, કંઈક નવું શોધવામાં મદદ કરે છે. જેમ કે, તમને કોઈ ટેકનોલોજી અધીરા બનાવે છે, તો તે નવી ટેકનિકલ ક્રાંતિ લાવવામાં મદદ કરશે. બીજી પેઢી એવી ટેકનિક બનાવશે જેની મારી પેઢીએ કલ્પના પણ કરી નહી હોય.
  • તમે સૌ દુનિયાને પોતાની રીતે સારી બનાવી શકો છો, ભલે તમને અત્યારે એ ખબર ન હોય કે, આ કેવી રીતે કરીશું. જરૂરી એ છે કે, તમારું પોતાનું મન ખુલ્લું રાખો, જેથી તમે જાણી શકો કે, તમને શું ગમે છે.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads