2020 મા બેંક ખાતા સાથે આધારકાર્ડ લિંક છે ? નહિ તો.!
જો તમે SBI બેંક ખાતા સાથે આધારકાર્ડ ને લિન્ક નથી કરિયું હજુ તો જાણીલો સરળ રીતે. સરકારે એસબીઆઈ. બઁક ના તમામ બચત ખાતાઓ સાથે આધારને લિંક કરવો ફરજિયાત બનાવ્યો છે. જો એકાઉન્ટ ધારકો તેમના બેંક ખાતાઓને આધારકાર્ડ સાથે લિંક ન કરે તો એટીએમ માથી પૈસા ઉપાડવા, કેશ ડિપોઝિટ કરવા , ફંડ ટ્રાન્સફર કરવા અથવા પાસબુક…

જો તમે SBI બેંક ખાતા સાથે આધારકાર્ડ ને લિન્ક નથી કરિયું હજુ તો જાણીલો સરળ રીતે. સરકારે એસબીઆઈ. બઁક ના તમામ બચત ખાતાઓ સાથે આધારને લિંક કરવો ફરજિયાત બનાવ્યો છે. જો એકાઉન્ટ ધારકો તેમના બેંક ખાતાઓને આધારકાર્ડ સાથે લિંક ન કરે તો એટીએમ માથી પૈસા ઉપાડવા, કેશ ડિપોઝિટ કરવા , ફંડ ટ્રાન્સફર કરવા અથવા પાસબુક અપડેટ કરવા, આવા દરેક પ્રકારના વ્યવહાર કે ટ્રાન્ઝેક્શન કરવાનું શક્ય બનશે નહીં.જેથી તમારું કામ પણ અટકી જશે. એસબીઆઈએ ઘણી સેવાઓ પ્રદાન કરી છે જેના દ્વારા ખાતાધારકો તેમના બેંક ખાતાને આધારકાર્ડ સાથે લિંક કરી શકે છે. આમાંથી કેટલાકનો ઉલ્લેખ નીચે મુજબ છે:
તમારા એસબીઆઇ બચત ખાતામાં આધારકાર્ડ ને કનેક્ટ કરવાની એક સરળ અને ઝડપી રીત ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા કરી શકો છો . આ માટે, તમારે રજિસ્ટર્ડ ઇન્ટરનેટ બેંકિંગ વપરાશકર્તા બનવું પડશે. તમારી પાસે સક્રિય પ્રોફાઇલ હોવી જોઇયે , ત્યાર બાદ તમે આ સરળ પગલાંને અનુસરીને એસબીઆઇ બેંક એકાઉન્ટ સાથે આધારકાર્ડ ને લિંક કરી શકો છો.
આ પણ વાચો : EPF એકાઉન્ટ ધારકને સરકારની મોટી જાહેરાત, કરશે આટલા નાણાં
- સૌપ્રથમ એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ www.onlinesbi.com ની મુલાકાત લો.
- ત્યારબાદ તમારા ઇન્ટરનેટ બેંકિંગ ખાતામાં લૉગિન કરી દાખલ.
- ત્યારબાદ “E-services” વિભાગ પર ક્લિક કરો.
- “Update Bank Accounts (CIF)” વિકલ્પ સાથે આધારકાર્ડ પસંદ કરો.
- ત્યારબાદ તમારો પ્રોફાઇલ પાસવર્ડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- હવે ડ્રોપ ડાઉન મેનૂમાંથી તમારો સીઆઈએફ નંબર પસંદ કરો.
- ત્યારબાદ તમારો આધારકાર્ડ નંબર બે વાર દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- હવે તમારો આધારકાર્ડ તમારા એસબીઆઇ બેંક એકાઉન્ટ સાથે જોડવામાં આવશે.
- હવે આ સફળતાપૂર્વક તમારા બઁક ખાતા સાથે લિંક થય ગયું તેવો મેસેજ તમને મળશે.
One Comment