ઝડપથી પતાવો તમારા મહત્વના કામ, તહેવારોના કારણે આટલા દિવસો બેંકો બંધ રહેશે

ઝડપથી પતાવો તમારા મહત્વના કામ, તહેવારોના કારણે આટલા દિવસો બેંકો બંધ રહેશે

આવનાર નવેમ્બર મહિનો તહેવારોનો મહિનો હોવાના કારણે આ મહિનામાં બેંકમાં કુલ 15 દિવસની રજા રહેવાની છે. કરવા ચૌથ, દિવાળી, લક્ષ્મીપૂજા, ગુરુ નાનક જયંતિ, ભાઈબીજ, છઠપૂજા જેવા ખાસ તહેવારોમાં બેંક બંધ રહેશે. આ સિવાય રવિવાર અને બીજા શનિવાર અને સ્થાનિક રજાઓ મળીને કુલ 15 દિવસ બેંક બંધ રહેશે. જે કુલ 15 દિવસ બેંક રહેશે બંધ જેથી સમયસર પતાવી લો કામ.

અહી જાણો કઈ તારીખોએ કયા કારણે બેંક રહેશે બંધ
 • 1 નવેમ્બર- રવિવાર હોવાના કારણે બેંકોમાં કામકાજ નહી થાય
 • 8 નવેમ્બર- મહિનાનો બીજો રવિવાર હોવાના કારણે બેંકો બંધ રહેશે.
 • 14 નવેમ્બર- દિવાળી અને મહિનાનો બીજો શનિવાર છે. આ દિવસે બેંકો બંધ રહેશે.
 • 15 નવેમ્બર- મહિનાનો ત્રીજો રવિવાર છે. તેથી  કામ નહી થાય.
 • 16 નવેમ્બર- દિવાળી/ લક્ષ્મી પૂજા/ ભાઇબીજ/ ચિત્રગુપ્ત જયંતી/ વિક્રમ સંવત નવ વર્ષ દિવસના અવસરે બંધ રહેશે બેંક.
 • 17 નવેમ્બર- લક્ષ્મી પૂજા/ દિવાળી/નિંગોલ ચક્કોબાના અવસરે ગંગટોક, ઇમ્ફાલમાં બેંકોમાં કામકાજ બંધ
 • 18 નવેમ્બર- લક્ષ્મી પૂજા/ દીવાળીના અવસરે ગંગટોકમાં બેંકો બંધ રહેશે.
 • 20 નવેમ્બર- છઠ પૂજાના અવસરે પટના અને રાંચીમાં બેંકોમાં કામ નહી થાય.
 • 22 નવેમ્બર- મહિનાના ચોથા રવિવારના પગલે બેંકો બંધ રહેશે.
 • 23 નવેમ્બર- સેંગ કુત્સનમના અવસરે શિલોન્ગમાં બેંકો બંધ રહેશે.
 • 28 નવેમ્બર- મહિનાનો ચોથો શનિવાર છે અને દેશભરમાં બેંકો બંધ  રહેશે.

આ પણ વાચો : આ તારીખે PM રો-રો ફેરીને શરૂ કરશે, માત્ર 4 કલાકમાં પહોંચી જશો વતન

 • 29 નવેમ્બર- મહિનાનો પાંચમો રવિવાર છે અને રવિવારે બેંકો બંધ  રહે છે.
 • 30 નવેમ્બર- ગુરુ નાનક જયંતી/ કાર્તિક પૂર્ણિમા/ રહાસા પૂર્ણિમાના અવસરે આઇઝોલ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દહેરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કલકત્તા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પણજી,પટના, રાંચી, શિમલા અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.