ફોન ચોરી થઈ જાય તો ડેટાની ચિંતા ન કરો, આ રીતે ઓનલાઈન કરી લો આ કામ
|

ફોન ચોરી થઈ જાય તો ડેટાની ચિંતા ન કરો, આ રીતે ઓનલાઈન કરી લો આ કામ

તમારો ફોન ખોવાય જાય કે ચોરી થઈ જાય તો જરા ચિંતા ન કરતાં

લગભગ સ્માર્ટફોન  અત્યારે બધાંની પાસે હશે. આજ કલ કોઈને પાંચ મિનિટ પણ ફોન વિના ચાલતું નથી. પોતાના સ્માર્ટ ફોનમાં ઘણાં લોકોના પર્સનલ ફોટોઝ, મહત્વના ડોક્યૂમેન્ટ્સ અને વીડિયો ફોનમાં સાચવેલા હોય છે. એમાં જો આપણો ફોન ભૂલથી ખોવાય જાય તો જીવ અધ્ધર થઈ જાય. તેમાં રહેલા ડેટાની ચિંતા સતાવવા લાગે અને જરૂરી ડેટા ચોરાવાનો ભય રહે છે. પરંતુ હવે ગભરાવાની જરૂર નથી અમે અહીં એક એવી ટ્રિક જણાવવાના છીએ, જેની મદદથી તમે ચોરી થઈ ગયેલા ફોનમાંથી પણ સરળતાથી ફોટોઝ અને વીડિયો ડિલીટ કરી શકો છો. ચાલો જાણી લો.

આ રીતે ઓનલાઈન ડિલીટ કરો તમારો ડેટા

તમારો ફોન તમારાથી દૂર હોવા છતાં તમે તમારો ડેટા ડિલીટ કરી શકો છો. એટલે કેજો તમારે તમારા ફોનના ડેટાને સુરક્ષિત રાખવો છે અથવા તો તે ચોરાઈ જાય તો કોઈ તેનો દુરૂપયોગ ન કરી શકે તે માટે તમે તમારા ડેટાને ઓનલાઈન પણ ડિલીટ કરી શકે છે.

આ પણ વાચો : ભારતીય સેનાએ લોન્ચ કરી જબર-જસ્ત મેસેજિંગ એપ, જાણો તેની ખૂબીઓ

ડેટા ડિલીટ કરવાની ઓનલાઈન રીત
  • સૌપ્રથમ તમે કોઇ કમ્પ્યુટર કે બીજા ફોન પર ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરો.
  • અહીં તમારે https://www.google.com/android/find ટાઇપ કરવાનુ રહેશે.
  • ત્યારબાદ  તમારે એ જીમેલ આઇડીથી લોગિન કરવું પડશે જે સ્માર્ટફોનમાં પણ છે.
  • હવે તમારી સામે પ્લે સાઉન્ડ, સિક્યૉર ડિવાઇસ અને ઇરેસ ડિવાઇસના ત્રણ ઓપ્શન દેખાશે.
  • આમાંથી ફોનનો ડેટા ડિલીટ કરવા માટે તમારે ERASE DEVICE પર ક્લિક કરો.
  • વધુ એકવાર ક્લિક કરવા પર તમારે જીમેલનો પાસવર્ડ નાંખવો પડશે.
  • જો તમારા ફોનમાં ઈન્ટરનેટ ઓન હશે તો તમે તમારો બધો ડેટા ડિલીટ કરી શકો છો.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.