મફત WhatsApp નહીં મળે, આ યુઝર્સ પાસેથી લેવામાં આવશે ચાર્જ, કંપનીએ કર્યું જાહેર
ભારત જેવા દેશમાં વોટ્સએપનો ઉપયોગ અત્યાર સુધી સંપૂર્ણ રીતે મફત કરવામાં આવી રહિયો છે. કંપનીએ જ જાહેર કર્યું વોટ્સએપ ના આ યુઝર્સ પાસેથી લેવામાં આવશે ચાર્જ. જો કે ટૂંક સમયમાં જ વોટ્સએપના કેટલાક પસંદ કરેલા ગ્રાહકો પાસેથી આ એપ્લિકેશનના ઉપયોગ માટે ચાર્જ લેવામાં આવી શકે છે. હકીકતમાં વોટ્સએપ જલ્દી જ પોતાનું નવું ફીચર રોલઆઉટ કરવા જઈ રહ્યું છે, જે વોટ્સએપ બિઝનેસ માટે હશે. તે સંપૂર્ણ વેપારી સેવા હશે.
દુનિયાભરમાં 5 કરોડથી વધુ વ્હોટ્સએપ બિઝનેસ યુઝર્સ
આ કોમર્શિયલ સર્વિસ વોટ્સએપ બિઝનેસ માટે કંપની તફથી ચાર્જ વસૂલવાની જાહેરાત કરવામાં આવી છે. બાકીના ગ્રાહક માટે વ્હોટ્સએપ પહેલાની જેમ મફત જ મળી રહેશે.જોકે ફેસબુક અને વ્હોટ્સએપ તરફથી હજી સુધી કિંમતની જાહેરાત નથી કરવામાં આવી કે, છેવટે કોમર્શિયલ વપરાશ માટે વોટ્સએપ કેટલા પૈસા લેશે. જણાવી દઈએ કે, વ્હોટ્સએપ બિઝનેસ એપ્લિકેશન ગ્રાહકોના ઉપયોગ માટે સંપૂર્ણપણે મફત જ રહેશે.
વ્હોટ્સએપ બિઝનેસ ફીચર શું છે
વોટ્સએપ બિઝનેસ ફીચર ઓનલાઇન વ્યવસાય માટે બનાવવામાં આવ્યું છે. જેમાં મીની શોપિંગ પ્લેટફોર્મની જેમ કાર્ય કરી, જ્યાં ઉત્પાદનની માહિતી, અને કિમત ઉપલબ્ધ થશે, વધુમાં ગ્રાહક ઓડિઓ અને વિડિઓ મોડ દ્વારા પણ ઉત્પાદનની વિગતો મેળવી શકશે. સાથે જ વધુ વિગત માટે સેલ્સ અથવા કસ્ટમર કેયર સાથે સીધા કનેક્ટ થવાનો વિકલ્પ આપી શકાય છે. વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ પર ગ્રાહકને પ્રોડક્ટનો ઓર્ડર આપવા માટે વિકલ્પ મળી શકે છે.
આ પણ વાચો : ગુજરાતમાં લગ્ન સમારોહમાં મોટી છૂટછાટ, હવે આટલા મહેમાનો બોલાવી શકાશે
યુઝર્સ તેમના પ્રોડક્ટનું સીધું વેચાણ કરી શકશે
વોટ્સએપ બિઝનેસ દ્વારા યુઝર્સ તેમના પ્રોડક્ટનું સીધું વેચાણ કરી શકશે. હાલમાં આ સુવિધા વિકાસ હેઠળ છે, જે પરીક્ષણ પછી ટૂંક સમયમાં રોલઆઉટ કરવામાં આવશે. કંપનીનું માનવું છે કે, વોટ્સએપનું નવું ફીચર ભારતના નાના કારોબારીઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેમનો કારોબાર કોરોના કારણે બરબાદ થઈ ગયો હતો. દુનિયાભરમાં 5 કરોડથી વધુ વ્હોટ્સએપ બિઝનેસ યુઝર્સ માટે Pay-To-Message ની જાહેરાત કરવામાં આવી છે.
One Comment