| |

ટેકનોલોજી કંપનીઓની બોલબાલા, નફો 52 અબજ ડૉલર

ટેકનોલોજી કંપનીઓની બોલબાલા, નફો 52 અબજ ડૉલર
અમેરિકી શેરબજારમાં ઓક્ટોબરમાં પુરાં થતા ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો આવવા જાહેર થવા લાગ્યા છે. મંદી છતાં ટેકનોલોજી કંપનીઓની આવક અને નફામાં અસાધારણ વધારો નોંધાયો છે.
જગતની અગ્રણી પાંચ ટેકનોલોજી કંપનીઓ માઈક્રોસોફ્ટ, એપલ, ફેસબૂક, એમેઝોન અને ગૂગલે મળીને 3 મહિનામાં 52 અબજ ડૉલર (3900 અબજ રૂપિયા)નો નફો નોંધાવ્યો છે. જ્યારે આ ગાળા દરમિયાન તેમની આવક (રેવન્યુ) 266 અબજ ડૉલર (19812 અબજ રૂપિયા) નોંધાઈ છે.
સર્ચ એન્જીન ગૂગલનો 92 ટકા કરતા વધારે લોકો 
સર્ચ એન્જીન તરીકે 92 ટકા કરતા વધારે લોકો ગૂગલનો ઉપયોગ કરે છે. એપલે ત્રિમાસિક આવક તો 63.5 અબજ ડૉલરથી વધીને 64.7 અબજ ડૉલર થઈ છે. પરંતુ તેની આવકના મુખ્ય સ્રોત એવા આઈફોનના વેચાણમાં 21 ટકા ઘટાડો નોંધાયો છે. ઘટાડાનું સ્વાભાવિક કારણ દુનિયાભરનું લોકડાઉન હતું.
ફેસબૂકની આવક
ફેસબૂકની આવક 19.8 અબજ ડૉલરથી વધીને 21.5 અબજ ડૉલર થઈ હતી. ફેસબૂકના મન્થલી એક્ટિવ યુઝર્સ (મહિનામાં ઓછામાં ઓછું એક વખત ફેસબૂક ખોલતા હોય એવા વપરાશકારો)ની સંખ્યા 2.74 અબજ થઈ છે.
અમેરિકામાં ચૂંટણી નજીક આવતી ગઈ એમ ફેસબૂક સામે વિરોધ વધતો ગયો હતો. કેમ કે ફેસબૂક પર પક્ષપાત કરવાનો આક્ષેપ થયો છે. માટે અનેક મોટી કંપનીઓએ ફેસબૂક પર પોતાની જાહેરખબરો બંધ કરી દીધી છે. ફેસબૂકના ડેઈલી એક્ટિવ યુઝર્સ 3 મહિના પહેલા 1.79 અબજ હતા એ વધીને 1.82 અબજ થયા છે.
નફામાં વધુ લાભ માઈક્રોસોફ્ટને થયો છે. 3 મહિનામાં માઈક્રોસોફ્ટની આવક 37.2 અબજ ડૉલર જ્યારે નફો 14 અબજ ડૉલર જેટલો નોંધાયો હતો. માઈક્રોસોફ્ટને કુલ રેવન્યુમાંથી 15.2 અબજ ડૉલર (41 ટકા) રેવન્યુ એકલા ક્લાઉડ કમ્પ્યુટિંગમાંથી થઈ છે. માઈક્રોસોફ્ટ છેલ્લા કેટલાક વર્ષોથી ક્લાઉડ કમ્પ્યુટિંગમાં પ્રવેશી ગયું છે જેથી બીજી કંપનીઓ કરતા વધારે સફળતા મેળવી છે.
એમેઝોનની આવક કેટલી 
બીજાના પ્રમાણમાં નફામાં એટલો વધારો નથી થયો. એમેઝોને ગયા વર્ષના આ ત્રિમાસિક ગાળા કરતા 37 ટકા વધારે આવક નોંધાવી હતી. પરંતુ એમેઝોને આ ત્રિમાસિક ગાળામાં અઢી લાખ નવી નોકરીઓ આપી હતી. એમેઝોન પાસે અત્યારે 11.3 લાખ ફૂલટાઈમ કર્મચારીઓ છે.
કઈ કંપનીને કેટલી આવક?
પાંચેય મોટી કંપનીની ત્રિમાસિક આવક અને નફો અહીં દર્શાવ્યા છે. આંકડા અબજ ડૉલરમાં છે.
 
કંપની                                 આવક                             નફો
 
માઈક્રોસોફ્ટ                         37.2                              13.9
એપલ                                   64.7                              12.7
ગૂગલ                                  46.17                              11.2
ફેસબૂક                                21.5                               7.85
એમેઝોન                              96.1                                6.3

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.