80 શિક્ષકો કોરોના પોઝિટિવ, દિવાળી પછી શાળા ખોલવી કે નહી
કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં હજુ સુધી શાળા કોલેજો શરૂ થઈ નથી. છ મહિના કરતાં વધારે સમયથી શાળાઓ બંધ થઇ છે. ત્યારે હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, દિવાળી પછી સરકાર શાળા શરૂ કરવા બાબતે નિર્ણય લઈ શકે છે. તેવામાં અહી એક સ્કૂલમાં 14 શિક્ષકો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. ઉત્તરાખંડના પૌડી જિલ્લાથી ચિંતાજનક વાત…

pc:Gettyimage
કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં હજુ સુધી શાળા કોલેજો શરૂ થઈ નથી. છ મહિના કરતાં વધારે સમયથી શાળાઓ બંધ થઇ છે. ત્યારે હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, દિવાળી પછી સરકાર શાળા શરૂ કરવા બાબતે નિર્ણય લઈ શકે છે. તેવામાં અહી એક સ્કૂલમાં 14 શિક્ષકો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.
ઉત્તરાખંડના પૌડી જિલ્લાથી ચિંતાજનક વાત સામે આવી છે. પૌડી જિલ્લામાં 80 શિક્ષકો કોરોના પોઝિટવ થયા છે. હરિયાણાના ફરીદાબાદમાં કરવામાં આવેલી કોરોના તપાસમાં 14 શિક્ષકો કોરોના પોઝિટિવ સામે આવ્યા ત્યાર પછી જિલ્લાની પાંચ સ્કૂલ બ્લોકની કુલ 84 સ્કૂલોને પાંચ દિવસ સુધી બંધ કરી દેવામાં આવી છે. શિક્ષકોએ સ્કૂલ ખુલતા પહેલા કોરોના ટેસ્ટ કરાવી હતી, જ્યારે સરકાર તરફથી પહેલા જ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
સ્કૂલના પહેલા દિવસે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ
ઉત્તરાખંડમાં સોમવારથી સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. જ્યાં પહેલા જ દિવસે રાનીખેતમાં એક 18 વર્ષની વિદ્યાર્થી કોરોના સંક્રમિત થઈ હતી. કોરોના ગ્રસ્ત વિદ્યાર્થી ધોરણ 12માં ભણે છે અને તેના સંપર્કમાં આવેલા 1 ડઝનથી વધારે વિદ્યાર્થીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે અને સ્કૂલને 3 દિવસ માટે સીલ કરી દેવામાં આવી છે.
14 શિક્ષકો કોરોના પોઝિટિવ થયા
ફરીદાબાદમાં સરકારી સ્કૂલમાં કોરોના તપાસમાં 14 શિક્ષકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. ત્યાર પછીથી સ્કૂલના અન્ય સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. તો જિલ્લા શિક્ષા વિભાગ દ્વારા આ વિશે ચંડીગઢ ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં આ મામલો લાવવામાં આવ્યો છે.
સરકારી સ્કૂલ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી છે. જ્યાં રાજ્યના સૌથી વધારે વિદ્યાર્થીઓ આવે છે. જેમાં ધોરણ 1 થી 12 સુધી 6000 વિદ્યાર્થીઓ ભણે છે. જ્યારે ધોરણ 9 થી 12 સુધીમાં 1000થી વધારે વિદ્યાર્થી અભ્યાસ કરે છે.
ગુરુવારે સ્કૂલ પરિસરમાં શિક્ષકો સહિત મિડ ડે મીલમાં સામેલ વર્કર અને અન્ય સ્ટાફની પણ તપાસ કરવામાં આવતા જેમાંથી 14 શિક્ષકો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. સંક્રમિત શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભણાવ્યા પણ અને સ્ટાફની સાથે એક રૂમમાં બેસી કામ પણ કર્યું. જેઓ આ દરેક શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા હતા .
હવે થી ચાલુ થયા : 2021: જવાહર નવોદય વિદ્યાલયમાં 6 વર્ગની પ્રવેશ પ્રક્રિયા શરૂ, ફોર્મ ભરો
આ ઉપરથી લાગે છે કે શાળાઓ ખોલવામા આટલી ઉતાવળ ન કરવી જોઈએ કારણ કે, હજુ સુધી આપણે કોરોના વાયરસના સંક્રમણમાંથી બહાર આવ્યા નથી અને કોરોનાની વેકસિન પણ આપણે ત્યાં આવી નથી. તેવામાં જો આવા નાના ભૂલકાઓ શાળાએ જશે જો આપણે મોટા હોવા છતાં પણ સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન નથી કરતા તો આપણે એવું માનીએ છીએ કે,
આવામા નાના ભૂલકાઓ શાળાએ જશે તો
આ નાના ભૂલકાઓ સોશિયલ ડિસ્ટન્સ રાખશે અને માસ્ક પહેરીને શાળાએ જશે. બાળકોમાં સંક્રમણ થશે તો બાળકોને બચાવવા કેટલા મુશ્કેલ થશે. આવા સમયે શાળાની ગતિવિધિ શરૂ કરવાની કોઈ જરૂર નથી આપણે અત્યારે ઘરે રહીએ અને સુરક્ષિત.રહીએ. જીવતા રહીશું તો પછી ભણવાનું છે જ, નાના બાળકોને આપણે પછી પણ ભણાવી શકીશું.
One Comment