બેંક ઓફ બરોડાના ગ્રાહકોમાં માટે ખુશખબર, આ નિયમોને પરત ખેંચવામાં આવ્યા
આ માહિતી ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. બધા બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે ખૂબ જ સારા સમાચાર છે. કારણ કે, હાલ હમણાં બેંક ઓફ બરોડાએ 1 નવેમ્બરથી થોડા નિયમો લાગુ કરવામાં આવેલા,પરંતુ તે નિયમોને પરત ખેંચવામાં આવ્યા છે. આનો ફાયદો માત્ર બેંક ઓફ બરોડા ગ્રાહકોને જ નહીં પરંતુ સરકારી બેંકો સાથે જોડાયેલા…

આ માહિતી ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.
બધા બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે ખૂબ જ સારા સમાચાર છે. કારણ કે, હાલ હમણાં બેંક ઓફ બરોડાએ 1 નવેમ્બરથી થોડા નિયમો લાગુ કરવામાં આવેલા,પરંતુ તે નિયમોને પરત ખેંચવામાં આવ્યા છે. આનો ફાયદો માત્ર બેંક ઓફ બરોડા ગ્રાહકોને જ નહીં પરંતુ સરકારી બેંકો સાથે જોડાયેલા કરોડો ગ્રાહકોને પણ મળશે.
બેંક દ્વારા દર મહિને ખાતામાં નિશુલ્ક જમા ઉપાડ સાથે જોડાયેલા નિયમોમાં કરવામાં આવેલા ફેરફારોને પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે ફ્રીમાં જમા ઉપાડ સાથે નક્કી સંખ્યાથી વધારેની લેતી-દેતી પર લાગતા ચાર્જમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી.
કોરોના હિસાબે ખાતા પર કોઈ પણ પ્રકારનો સર્વિસ ચાર્જ લાગુ નથી.
નાણામંત્રાલયે કહિયું કે, બેંક ઓફ બરોડા અને સરકારી બેંકોએ પણ જણાવ્યું છે કે, કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને નજીકના ભવિષ્યમાં ચાર્જમાં વધારો કરવામાં આવશે નહીં. આ સાથે નાણાં મંત્રલાયે વધુમાં જણાવ્યું હતું કે, 60.04 BSBD ખાતા પર કોઈ પણ પ્રકારનો સર્વિસ ચાર્જ લાગુ નથી.
આ તમામ ખાતાઓમાં 41.13 કરોડ જનધન ખાતાઓનો પણ સમાવેશ થાય છે. BSBD ખાતા એટલે કે, આ ખાતાઓમાં ગ્રાહકને ન્યૂનતમ એવરેજ કે, કોઈ પણ પ્રકારની માસિક રકમ રાખવાની જરૂર પડતી નથી.
પહેલાની જેમ જ એક મહિનામાં પાંચ રોકડ જમા ઉપાડના વ્યવહારો ફ્રીમાં કરી શકશે.
બેંક ઓફ બરોડા દ્વારા દર મહિને ફ્રી રોકડ જમા ઉપાડના વ્યવહારની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હતો બેંક ઓફ બરોડા દ્વારા 1 નવેમ્બર 2020ના રોજ દર મહિને ખાતામાં નિ:શુલ્ક થતા જમા ઉપાડના વ્યવહારની સાથે જોડાયેલા નિયમોમાં કેટલાક ફેરફાર કર્યો હતો.
આ પણ વાચો : રાજ્યમાં દસ્તાવેજ નોંધણી માટે સમયમાં વધારો, હવે આટલા વાગ્યા સુધી થઈ શકશે
હવે ફરીથી બેંક ઓફ બરોડા દ્વારા રોકડ જમા ઉપાડના ફ્રી વ્યવહારોની સંખ્યામાં કરવામાં આવેલો ઘટાડો હવે પરત ખેંચવામાં આવ્યો છે. જેના કારણે હવે બેંક ઓફ બરોડામાં ગ્રાહકો પહેલાની જેમ જ એક મહિનામાં પાંચ રોકડ જમા ઉપાડના વ્યવહારો ફ્રીમાં કરી શકશે.
1 નવેમ્બર 2020 પહેલા બેંક દ્વારા દર મહિને પાંચ-પાંચ વ્યવહારો જમા ઉપાડના ફ્રીમાં કરવા દેવામાં આવતા હતા. 1 નવેમ્બરના રોજ નિર્ણયમાં ફેરફાર કરીને બેંક દ્વારા દર મહિને ફ્રી રોકડ જમા ઉપાડના વ્યવહારની સંખ્યા ત્રણ-ત્રણ કરી દેવામાં આવી હતી.