રાજ્યમાં આ તારીખથી સ્કૂલો અને કોલેજો શરૂ થશે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મહત્વપૂર્ણ જાહેરાત
|

રાજ્યમાં આ તારીખથી સ્કૂલો અને કોલેજો શરૂ થશે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મહત્વપૂર્ણ જાહેરાત

કોરોના બાદ આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં દિવાળી બાદ રાજ્યમાં શાળાઓ ચાલુ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળાઓ ખુલશે. ધોરણ 9 થી 12 ના વર્ગો SOP પ્રમાણે શરૂ કરાશે અને કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય શરૂ થવાની જાહેરાત કરાઈ છે.

કોલેજો અને સ્કૂલોમાં આચાર્યએ ગાઈડલાઈનનું પાલન કરાવવાનું

દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, શાળાઓ અને કોલેજો શરૂ થશે, પરંતુ સંસ્થાઓએ વાલીઓની લેખિત સંમતિ મેળવવી પડશે. વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત ગણવામાં આવશે નહીં. તબક્કાવાર શિક્ષણકાર્ય શરૂ થશે. કોલેજમાં પ્રથમ મેડીકલ, પેરામેડીકલના વર્ગ શરૂ થશે. વિદ્યાર્થીઓને મંજૂરી માટે એક ફોર્મ અપાશે ત્યારબાદ સ્નાતક કક્ષાએ ફાઈનલ યરના વર્ગ શરૂ કરાશે દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબું રાખવા માગે છે. સામાન્યમાં પહેલું સત્ર જૂન મહિનામા શરૂ થાય.

રાજ્યમાં આ તારીખથી સ્કૂલો અને કોલેજો શરૂ થશે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મહત્વપૂર્ણ જાહેરાત

આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પૂર્ણ થાય છે, પરંતુ બીજું સત્ર 150 થી 155 દિવસનું હશે, કારણ કે આગળના સત્રમાં જે સમય બગડ્યો છે એની ભરપાઈ કરી શકાય. નવેમ્બરના અંતમાં સ્કૂલો ખૂલશે, એ જોતાં એ પછીના પાંચ મહિના મતલબ કે મેના અંત સુધી સ્કૂલોમાં જવું પડશે.

કોરોના વાયરસ સંક્રમણ કોવિડ-19ને કારણે ગુજરાત સહિત દેશમાં માર્ચ મહિનાથી શાળા-કોલેજો-શૈક્ષણિક સંસ્થાઓ સંક્રમણ વધે નહિ તે હેતુથી બંધ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ અને ભવિષ્ય ન બગડે તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગે ઓનલાઇન લર્નિંગની વ્યવસ્થા શરૂ કરીને સફળતા પૂર્વક અમલ પણ કર્યો છે.

કોલેજોમાં પણ તા.23મી નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ

પ્રથમ તબક્કે કોલેજો અને યુનિવર્સિટીઝમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડીકલ અને પેરામેડીકલ વર્ગો શરૂ થશે.  સ્નાતક કક્ષા માટે માત્ર ફાયનલ વર્ષના જ કલાસ શરૂ કરવામાં આવશે.ઇજનેરી,આઇ.ટી.આઇ,તથા પોલિટેકનીક શાખામાં   કોલેજ  પણ તા.ર૩મી નવેમ્બર શરૂ  થશે.

શાળા-કોલેજીસ શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા, થર્મલ ગનથી વિદ્યાર્થીનું ચેકીંગ, સેનીટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ કરવાની રહેશે.વર્ગખંડોમાં  સોશિયલ ડિસ્ટન્સ જળવાય એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થાય.

હવે આવ નારી પરીક્ષા આ રીતે : દિવાળી પછી રાજ્યમાં શાળ- કોલેજો ફરી ખૂલવાને અને પરીક્ષાને લઈ મોટા સમાચાર

આગામી તા.23 નવેમ્બરથી રાજ્યમાં ધો-9 થી 12ની શાળાઓ તેમજ પી.જી, મેડીકલ-પેરામેડિકલ ઉપરાંત અંડર ગ્રેજ્યુએટ ફાયનલ ઇયરના વર્ગો શરૂ થશે. બાકીના વર્ગો-ધોરણોના શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને સરકાર પછીથી જાહેરાત કરશે.શાળામાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.શાળાએ આવવા માટે વિદ્યાર્થીના માતા-પિતા કે વાલીની લેખિત સંમિત પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.

વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે તે જોવા પણ જણાવવામાં આવશે.

વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું પડશે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.