એવી તે કેવી ચોરી, જે વિશ્વની સૌથી મોટી ચોરી કેવાણી અને લૂંટી લીધાં આટલા અબજ રુપિયા

એવી તે કેવી ચોરી, જે વિશ્વની સૌથી મોટી ચોરી કેવાણી અને લૂંટી લીધાં આટલા અબજ રુપિયા..!

International
હેરતઅંગેજ ચોરીની એક ઘટના  બની જર્મનીના એક મ્યુઝિયમમાં

ઘણી ચોરીઓ ઈતિહાસમાં સ્થાન અંકિત કરી લેતી હોય છે અને સૌથી વધુ ચર્ચામાં રહેતી હોય છે. આવી જ હેરતઅંગેજ ચોરીની એક ઘટના જર્મનીના એક મ્યુઝિયમમાં બની છે. એને આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો ગયો છે, ભેજાબાજ તસ્કરો જર્મન મ્યુઝિયમ પર ત્રાટક્યા હતા અને અબજો યુરોની સંપત્તિની ચોરી કરી હતી.

મ્યુઝિયમની બારીમાંથી ત્રાટકતા પહેલા ચોરોએ માસ્ટર પ્લાન 

ડ્રેસડેનમાં ગ્રીન વૉલ્ટને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જેઓ વહેલી સવારે બિલ્ડિંગમાં ઘૂસ્યા હતા. મ્યુઝિયમની બારીમાંથી ત્રાટકતા પહેલા ચોરોએ સવારે પાંચ વાગ્યે મ્યુઝિયમનો વીજ પુરવઠો બંધ કરી  આ ચોરીને અંજામ આપીયો  જે વિશ્વની સૌથી મોટી ચોરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ અગાઉ આશરે 30 વર્ષ પહેલાં બોસ્ટનના ગાર્ડનર મ્યુઝિયમમાં 500 મિલિયન પાઉન્ડની ચોરી થઈ હતી.

તસ્કરો એ જર્મન મ્યુઝિયમ પર 78.45 અબજ ની ચોરી કરી

પોલીસના મતે તસ્કરોએ કિંમતી ઝવેરાત અને હીરાની ચોરી કરી, જેની અંદાજિત કિંમત એક અબજ યુરો (850 મિલિયન પાઉન્ડ) એટલે કે અંદાજે 78.45 અબજ રૂપિયા સુધીની હોઈ શકે. તસ્કરો તેમની સાથે શું શું લઈ ગયા છે તેની સંપૂર્ણ વિગતો જોકે પોલીસ હજુ સુધી શોધી શકી નથી.ચોરીને અંજામ આપ્યા બાદ આ તસ્કરો એક સલૂન કારમાં નાસી છૂટ્યા હતા.

જર્મનીના મીડિયામાં આવેલા અહેવાલોમાં જણાવાયું છે કે, તસ્કરો કદમાં એકદમ નાના હતા અને તેઓ બારીમાં એક સાવ નાનકડી જગ્યામાંથી અંદર ઘૂસ્યા હતા. યુરોપના એક સૌથી મોટા મ્યુઝિયમમાં ચોરી થયા બાદ અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તપાસ અધિકારીઓને જોકે એવી આશા છે કે, પાવર કટ હોવા છતાં પણ સર્વેલન્સ કેમેરાએ તસ્કરોને વીડિયોમાં કેદ કરી લીધા છે.

આજે સવારે મ્યુઝિયમની વેબસાઈટ પર જારી કરવામાં આવેલી એક નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ‘સંગઠનાત્મક કારણો’ થી આજે બિલ્ડિંગ બંધ છે. અધિકારીઓએ હજી સુધી જાહેર નથી કર્યું કે મ્યુઝિયમમાંથી કઈ-કઈ વસ્તુઓની ચોરી થઈ છે અને સામાનની કિંમતની પણ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. સક્સોની પોલીસે આજે સવારે એક નિવેદનમાં કબૂલ્યું હતું કે ‘અજાણ્યા’ તસ્કરોએ મ્યુઝિયમની અંદર તોડફોડ કરી હતી, પરંતુ તેમણે કહ્યું કે આથી વધુ કોઈ વિગતો પોલીસને મળી શકી નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *