કોણ છે આ ભારતીય દાનવીર, તેણે રોજના 22 કરોડ અને 1 વર્ષમાં 7, 904 કરોડનું દાન કર્યુ
ધનિકો અવનવા વિક્રમોને લઈ ચર્ચામાં રહે છે. કોઈ ધનિક સૌથી વધુ મિલ્કત માટે તો કોઈ સૌથી વધુ પ્રતિ મિનિટ કમાણી ને લઇ ચર્ચામા રહે છે પરંતુ ઈન્ડિયાના એક અહેવાલે ધનિકોની દરિયાદિલીની જાહેર કરી છે. હુરુન ઈન્ડિયાએ દેશના ટોચના દાતાઓની યાદી જાહેર કરી છે જેમાં વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી પ્રથમ સ્થાને રહ્યા છે. અઝીઝ પ્રેમજીએ નાણાકીય…

ધનિકો અવનવા વિક્રમોને લઈ ચર્ચામાં રહે છે. કોઈ ધનિક સૌથી વધુ મિલ્કત માટે તો કોઈ સૌથી વધુ પ્રતિ મિનિટ કમાણી ને લઇ ચર્ચામા રહે છે પરંતુ ઈન્ડિયાના એક અહેવાલે ધનિકોની દરિયાદિલીની જાહેર કરી છે. હુરુન ઈન્ડિયાએ દેશના ટોચના દાતાઓની યાદી જાહેર કરી છે
જેમાં વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી પ્રથમ સ્થાને રહ્યા છે. અઝીઝ પ્રેમજીએ નાણાકીય વર્ષ 2020 માં 7,904 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. એક સરેરાશ મુજબ પ્રેમજી દરરોજ અધધ 22 કરોડ રૂપિયા દાનમાં આપે છે.
આઈટી કંપની વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીએ દર વર્ષે સમાજસેવાના કાર્યોમાં સૌથી વધારે દાન કર્યુ છે. તે નાણાં વર્ષ 2020માં સૌથી મોટા દાનવીર ભારતીય બનીને ઉભર્યા છે. ડોનેશન આપવાના મામલામાં તેમણે એચસીએલ ટેક્નોલોજીના માલિક શિવ નાડરને પાછળ છોડ્યા છે. અને યાદીમાં સૌથી ઉપર જગ્યા બનાવી છે. દેશમાં મોટા દાનવીરની લિસ્ટમાં હુરુન ઈન્ડિયા અને એડેલગિવ ફાઉન્ડેશનને મળીને બનાવી છે.
મુકેશ અંબાણી કરતા 17 ગણા વધુ દાન આપ્યું
અંબાણીએ આ સમયગાળા દરમિયાન દાનમાં 458 કરોડ આપ્યા છે.અઝીઝ પ્રેમજીએ મુકેશ અંબાણી કરતા 17 ગણા વધુ દાન આપ્યું હતું. પ્રેમજીએ કોરોના સામેની જંગમાં મોટી રકમ આપી છે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન , વિપ્રો અને વિપ્રો એંટરપ્રાઇઝે કોવિડ -19 રોગચાળાને સામેની લડતમાં 1,125 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ કોરોના ઉપચાર અનેસુવિધાઓ માટે માટે મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્ય પ્રધાન રાહત ભંડોળને 500-500 કરોડ આપ્યા હતા.
આ પણ વાચો : દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ પર થાય છે પૈસાનો વરસાદ, તેનો બિઝનેસ શું છે જાણો
બીજા નંબર પર એચસીએલના શિવ નાડર છે.
બીજા નંબરના દાનવીર એચસીએલ ટેક્નોલોજીના માલિક શિવ નાડરનો નંબર છે. શિવ નાડરે નાણા વર્ષ 2020માં 795 કરોડ રુપિયાનું દાન કર્યુ છે. કેમણે ગત વર્ષમાં 826 કરોડ રુપિયાનું દાન સામાજિક કાર્યો માટે કર્યુ હતું. નાણા વર્ષ2019માં શિવ નાડર દેશના સૌથી મોટા દાનવીર હતા. ત્યારે અજીમ પ્રેમજી 2019માં 426 કરોડનું દાન કર્યુ હતુ.
RIL ચેરમેન મુકેશ અંબાણી ત્રીજા નંબર પર
દેશના સૌથી અમિર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી દાન આપનારા મામલાઓમાં દેશના સૌથી આગળ રહેનારાઓમાંના એક છે. દાનવીરોની યાદીમાં તે ત્રીજા સ્થાન પર છે તેમણે નાણા વર્ષ 2020માં 458 કરોડનું દાન કર્યુ છે. ગત વર્ષ તેમણે 402 કરોડનું દાન કર્યુ હતુ.
આ યાદીમાં ચૌથા નંબર પર આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા અને 5માં નંબર પર વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ છે.
10 કરોડથી વધુંનું દાન આપનારા 78 થયા
આ વર્ષે કોર્પોરેટ ડોનેશનનો મોટો ભાગ પીએમ કેર ફંડમાં ગયો છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ 500 કરોડ અને આદિત્ય બિરલા ગ્રુપે 400 કરોડનું ડોનેશન આપ્યું છે. સાથે ટાટા ગ્રુપના કુલ ડોનેશમાં પીએમ કેર્સ ફંડને આપવામાં આવ્યું છે. ટાટા ગ્રુપના કુલ 500 કરોડના દાનનો સમાવેશ થયો છે. કોરોના સામે લડવા સૌથી વધારે ફંડ 1500 કરોડ ટાટા સન્સે આપ્યું છે. અઝિમ પ્રેમજીએ 1125 કરોડ અને મુકેશ અંબાણીએ 510 કરોડ રુપિયા દાન કર્યા છે. વર્ષમાં 10 કરોડથી વધારે દાન આપનારોઓની સંખ્યા વધીને 78 થઈ ગઈ છે. જે ગત વર્ષ 72 હતા.
One Comment