|

નવા વરહના રામ રામ : આ વખતે ઉજવો તમારું નવું વર્ષ કઇંક આ રીતે, જે બની જાય હંમેશ માટે યાદગાર

” અંતરમનથી પ્રગટાવીએ અજવાસ,

જેનો બારેમાસ રેલાતો રહે પ્રકાશ “

વિશ્વના તમામ દેશ પોત પોતાની આગવી પરંપરા સાથે  ઉત્સવો ઉજવે છે. તેમ આપણું રાષ્ટ્ર પણ ભાતીગળ પરંપરા સંસ્કૃતિ તથા વિવિધ ઉત્સવોના મેઘધનુષી રંગે રંગાયેલું છે.તેમાં પણ દિવાળીના દિવસો એટલે પરિવાર સાથે મળી ભરપુર આનંદ-ઉલ્લાસ કરવાના દિવસો.સવારથી જ જિલ્લા તેમજ શહેરનાં અને ગ્રામ્યમાં  દરેક મંદિરોમાં ભારે ભીડ ઉમટી પડશે.

અળશ જાય અને લક્ષ્મીજી આવેની પરંપરા આજે પણ ગામડાઓમાં છે

જયારે નાના ભુલકાઓથી લઈને યુવાનો અને મોટેરાઓ હર્ષભેર નવા વર્ષની ઉજવણીનાં ભાગરૂપે એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે.નાના બાળકથી શરુ કરી ઘરના મોભી સુધી સૌ આ દિવસો બહુ મસ્તીથી ઉજવતા હોય છે.વિક્રમ સંવત મુજબ બેસતું વર્ષ સબરસ અને અળશ કાઢવાની પ્રથા સાથેની નવી નક્કોર સવાર સાથે શરુ થાય છે. ‘અળશ જાય અને લક્ષ્મીજી આવે’ની પરંપરા આજે પણ ગામડાઓ સાચવીને બેઠા છે.

પરંપરા અને પરિવારનું અનોખું સંયોજન છે પ્રકાશનું પર્વ

સમય બદલાતા દરેક તહેવારનું તેનું સ્થાન ઈ-મેઈલ, ફેસબુક, વ્હોટસેપ, ટ્વીટર પર હેપ્પી ન્યૂ યર અને હેપ્પી દિવાલી એ લઈ લીધું છે. પણ હજુ થોડા વર્ષો પહેલાના ભૂતકાળની ઝાંખી કરીએ તો યાદ આવે કે દિવાળી અને સાતમ-આઠમ જેવા ઉત્સવોના દિવસોમાં નવા કપડાં ખરીદવાનો રીવાજ હતો.ગામડાની સંસ્કૃતિ મુજબ દેવદર્શન પછી સગા-વહાલાના ઘેર જઈને રામ રામ કે જય શ્રીકૃષ્ણ કરી મોં મીઠા કરીયે  એ તો આપડી સંસ્કૃતિ છે, જે આપડે કદાપિ ના ભૂલવી જોઈએ ભલેન સમય અને સ્થાન સાથે જીવતા હોઈએ આપદે.

અંતરમાં પથરાયેલા અજવાળા હોલવાતા જાય મોબાઈલ મંતરતી પેઢી

દરેક જગ્યાએ માનવશરીર અને વાતાવરણને નુકશાન પહોંચાડતા ફટાકડા ભીંત ભડાકા, ટીલડી, દેરાણી-જેઠાણી, ભો’ચકેડી, લવિંગીયાની બજારમાં મળતા થયા છે. દરેક વ્યવસાયમાં પગ પેસારો કરનાર માર્કેટે બજારની અસલિયત ખોઈ નાંખી છે. શરુ થતા નવા વરહના મીઠા વધામણા આંગણે દીવડા મુકીને કરાય છે પરંતુ અંતરમાં પથરાયેલા અજવાળા હોલવાતા જાય છે આ વાત સવારથી મોડી રાત સુધી મોબાઈલ ‘મંતરતી’ પેઢી જાણતી નથી.

માત્ર તનથી જ નહિ મનથી પણ ઉજવીએ દિવાળી

નવા વર્ષના સંકલ્પ સાથે બીજાને પણ એટલું જ જલ્દીથી માફ કરો જેટલું જલ્દી તમે પોતાને માફ કરવા માટે ભગવાન પાસે પ્રાર્થના કરો છો એક સરસ વાક્ય છે “બીજાને પણ એટલું જ જલ્દીથી માફ કરો જેટલું જલ્દી તમે પોતાને માફ કરવા માટે ભગવાન પાસે પ્રાર્થના કરો છો”

તમારી સાથે આવું થયું શે : ધનતેરસના દિવસે જો આ વસ્તુઓ જોવા મળે, તો નસીબ આડેથી પાંદડું હટી જશે અને ખુબ જ શુભ થશે

જૂનું મન દુખ ભૂલીને નવા વર્ષમાં નવા સારા વિચારો કરીયે

જીવનમાં કેટલાક એવા પ્રસંગો બનતા હોય છે જેના લીધે આપણા હૃદયને ઠેસ પહોંચતી હોય છે.ક્યારેક કોઈ મિત્ર કે પ્રિયપાત્ર સાથે થયેલો ઝઘડો કે પરિવારના વડીલ સાથે થયેલ બોલાચાલીને લીધે ક્યારેક એવો વિચાર આવે છે કે આ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ. જૂનું મન દુખ ભૂલીને નવા વર્ષમાં નવા સારા વિચારો અને સારા અને મજબૂત સબંધો સાથે સંકલ્પ કરો કે જેથી આવનારું વર્ષ સદા સુખમય સને પરિવારો તથા સ્નેહીજનો સાથે સારું રહે.

માફ કરવાની કળા શીખીએ

માનવ મનની ખાસિયત છે કે તે નાની-નાની બાબત પર ગુસ્સે થઇ જવું, પણ ક્યારેક આપણાથી કોઈ ભૂલ થઇ જાય તો તરત જ ભગવાન પાસે માફી માંગતા હોઈએ છીએ તો પછી આપણા સ્વજનની ભૂલને આપણે કેમ નથી માફ કરી શકતા એ વાત અજૂગતી લાગે છે. જેથી હવે આવતા વર્ષમાં નાની-નાની બાબત પર ગુસ્સે નહીં થઈ આપણા સ્વજનસામે મફીની લાગણી રાખો. હંમેશા વડીલોનું માન સન્માન જાળવો.

નવી આશાઓ-ઉમંગોનો સૂર્યોદય

નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે માફ કરવાની કળા શીખીએ અને જે સ્વજનોને આપણી કોઈ હરકતને લીધે દુઃખ પહોંચ્યું છે તેમની પાસે જઈ સોરી બોલી અને જેના લીધે આપણી લાગણીને ઠેસ પહોંચી છે તેને મેં તમને માફ કર્યા કહીને તૂટવા જઈ રહેલા સંબંધોને ટકાવી રાખીએ.

આ સંકલ્પનો અમલ હમણાંથી આજથી અને અત્યારથી જ કરીએ સાચુને ને? આવનારું આવનારું વર્ષ  આપના તથા પરિવાર માટે મંગલદાયી નીવડે એ જ પ્રાર્થના સાથે સૌ સ્વજનોને  નવા વરહનાં રામ- રામ

Similar Posts

Leave a Reply

Your email address will not be published.