પ્રતિબંધ છતાં દિલ્હી સહિત આ શહેરોમાં થયું આવું ? હવે ભોગવવાનો વારો
દેશની રાજધાની દિલ્હીમાં, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છતાં લોકો ઠેર ઠેર ફટાકડા ફોડતાં જોવા મળ્યાં હતા. શનિવારના રોજ દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર સ્તર પર પહોંચી ગયું છે. જે દિલ્લી-NCRમાં મોડી રાત સુધી ફડાકડાઓ ફૂટ્યા જેથી દિલ્હીની આબોહવા વધુ ખરાબ થઇ ગઇ જેનું મૂળ કારણ પ્રદુષણ અને ફટાકડા છે. દિલ્લીમાં પ્રદૂષણ આંક 999 પર પહોંચ્યું દિલ્હીની નજીક આવેલ…

દેશની રાજધાની દિલ્હીમાં, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છતાં લોકો ઠેર ઠેર ફટાકડા ફોડતાં જોવા મળ્યાં હતા. શનિવારના રોજ દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર સ્તર પર પહોંચી ગયું છે. જે દિલ્લી-NCRમાં મોડી રાત સુધી ફડાકડાઓ ફૂટ્યા જેથી દિલ્હીની આબોહવા વધુ ખરાબ થઇ ગઇ જેનું મૂળ કારણ પ્રદુષણ અને ફટાકડા છે.
દિલ્લીમાં પ્રદૂષણ આંક 999 પર પહોંચ્યું
દિલ્હીની નજીક આવેલ ગુરુગ્રામમાં હવાનું સ્તર ઘણુ ખરાબ સ્તર પહોંચી ગયું છે. દિલ્હીની હવાની ગુણવત્તા વધુ ખરાબ થઇ અને અહીં પણ એક્યુ આઇ ઘણો ખરાબ સ્તર પર જતો રહ્યો છે.જે આંકડાઓ મુજબ નોઇડામાં એર ક્વોલિટી ઇંડેક્સ 500ની ઉપર જતો રહ્યો છે
જોવાનું એ છે કે દિવાળી પર સુપ્રીમ કોર્ટના આદેશનું દેશભરમાં કોઇ જગ્યાએ પાલન થયું નહીં. દિવાળીના તહેવારમાં મનાઇ છતા મોડી રાત સુધી ફટાકડાઓ ફુટતા જોવા મળ્યાં હતા.
આ પણ વાચો : ઈતિહાસમાં 200 વર્ષથી ચાલતુ અન્નક્ષેત્ર ફરીથી શરૂ, લૉકડાઉનમાં બંધ થયેલું
દિલ્હી સહિત ગુજરાતની વાત કરીએ તો સુરત, અમદાવાદ, વડોદરામાં પણ મોડી રાત સુધી લોકોની આતિશબાજી જોવા મળી હતી. જો કે દિલ્હી સહિત સુરત, અમદાવાદ, વડોદરામાં માં પણ ફટાકડા ફૂટતા પ્રદૂષણ ખતરનાક અને ગંભીર સ્તર પર પહોંચી ગયું છે.
One Comment