આ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝાટકો, 16 ડિસેમ્બર સુધી નીકળશે ફક્ત આટલા રૂપિયા?
કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રની મુશ્કેલીમાં મૂકાયેલી લક્ષ્મી વિલાસ બેંકને મોરટોરીયમમાં મૂકીને અનેક નિયંત્રણો લગાવ્યા છે. નાણાં મંત્રાલયે કહ્યું કે, બેંકને 16 ડિસેમ્બર સુધી મોરટોરિયમ હેઠળ રાખવામાં આવી છે બેંકના ગ્રાહકો માટે ઉપાડની મર્યાદા પણ નક્કી કરી છે. હવે એક મહિના સુધી ગ્રાહકો દરરોજ વધુમાં વધુ 25,000 રૂપિયા ઉપાડી શકશે તેથી વધુ નહિ ઉપાડી શકે. દરરોજ…

કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રની મુશ્કેલીમાં મૂકાયેલી લક્ષ્મી વિલાસ બેંકને મોરટોરીયમમાં મૂકીને અનેક નિયંત્રણો લગાવ્યા છે. નાણાં મંત્રાલયે કહ્યું કે, બેંકને 16 ડિસેમ્બર સુધી મોરટોરિયમ હેઠળ રાખવામાં આવી છે બેંકના ગ્રાહકો માટે ઉપાડની મર્યાદા પણ નક્કી કરી છે. હવે એક મહિના સુધી ગ્રાહકો દરરોજ વધુમાં વધુ 25,000 રૂપિયા ઉપાડી શકશે તેથી વધુ નહિ ઉપાડી શકે.
દરરોજ 25,000 રૂપિયા ઉપાડી શકશે તેથી વધુ નહિ
નાણાં મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે લક્ષ્મી વિલાસ બેંકને બીઆર એક્ટની કલમ 45 હેઠળ ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી આપવામાં આવેલી અરજીના આધારે મોરટોરિયમ હેઠળ મૂકવામાં આવે છે. મોરટોરિયમ લાગુ સુધી ગ્રાહકને બઁક 25 હજાથી વધુ ચૂકવી નહીં શકે.વધારેના પેમેન્ટ માટે બેંકે રિઝર્વ બેંકની પરવાનગી લેવી પડશે.
જરૂરી કામો માટે થાપણ કરનાર 25 હજાર રૂપિયાથી વધુ ઉપાડી શકે
મોરટોરિયમના સમયગાળામાં થાપણ સારવાર, ઉચ્ચ શિક્ષણની ફી, લગ્ન જેવા જરૂરી કામો માટે થાપણ કરનાર 25 હજાર રૂપિયાથી વધુ ઉપાડી શકે છે. જે માટે રિઝર્વ બેંક પાસેથી પરવાનગી લેવી પડશે. 2019માં લક્ષ્મી વિલાસ બેંક માટે મુશ્કેલીઓ શરૂ થઈ હતી. ત્યારબાદ રિઝર્વ બેંકે લક્ષ્મી વિલાસ બેંક દ્વારા ઓફર કરેલા ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સમાં મર્જરના પ્રસ્તાવને ફગાવી કાઢ્યો હતો.
આ પણ વાચો : RBIએ જાહેર કર્યો 20 રૂપિયાનો નવો સિક્કો, તમે પણ મોકલી શકો છો તમારી ડિઝાઈન..!
મોરટોરિયમમાં મુકવાની સાથે ઘણા નિયંત્રણો લાગુ કરાયા
રોકડ તંગીનો સામનો કરી રહેલી ખાનગી બેંકને સપ્ટેમ્બર 2020 માં શેરહોલ્ડરો વતી સાત ડિરેક્ટરની વિરુદ્ધ મતદાન કર્યા પછી રિઝર્વ બેંકે ચલાવવા માટે મીતા માખણની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી.ગયા મહિને 93 વર્ષ જૂની આ ખાનગી બેંકની રેટિંગ ડાઉનગ્રેડ કરી હતી. લક્ષ્મી વિલાસ બેંકે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કેરે તેના 50-50 કરોડ રૂપિયાના અનસિક્યોર્ડ રીડેમેબલ નોન-કન્વર્ટિબલ સબ-ઓર્ડિનેટ લોઅર ટીઅર -2 બોન્ડની રેટિંગ ઘટાડીને બીબી માઇનસ (BB-) કરી દીધી છે.
હવે, કેન્દ્ર સરકાર તરફથી બેંકને મોરટોરિયમમાં મુકવાની સાથે ઘણા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.આ પહેલા કેન્દ્ર સરકારે યસ બેન્ક અને પીએમસી બેંક પર પણ આવા જ નિયંત્રણો લગાવ્યા હતા અને આજે લક્ષ્મી વિલાસ બેંકને મોરટોરિયમમાં મુકવામાં આવી છે.
One Comment