પેપર કપમાં ચા પીતા હોય તો ચેતી જજો, વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો
વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કર્યો રોજિંદા જીવનમાં,સવારમાં ,ઓફિસમાં, સગા વાલાને ત્યાં ,હરવા ફરવાથી માંડીને ચાનું મહત્વ ખુબજ જોડાયેલુ છે.તેવામાં અહી જો તમે પ્લાસ્ટિકની જેમ પેપર કપમાં ચા પીતા હોવ તો સાવચેત થવાની જરૂર છે. કારણકે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. આઈઆઈટી ખડગપુરના વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કર્યો છે. જે મુજબ જો કોઈ વ્યક્તિ રોજ કાગળના કપમાં સરેરાશ…

વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કર્યો
રોજિંદા જીવનમાં,સવારમાં ,ઓફિસમાં, સગા વાલાને ત્યાં ,હરવા ફરવાથી માંડીને ચાનું મહત્વ ખુબજ જોડાયેલુ છે.તેવામાં અહી જો તમે પ્લાસ્ટિકની જેમ પેપર કપમાં ચા પીતા હોવ તો સાવચેત થવાની જરૂર છે. કારણકે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. આઈઆઈટી ખડગપુરના વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કર્યો છે. જે મુજબ જો કોઈ વ્યક્તિ રોજ કાગળના કપમાં સરેરાશ ત્રણ વખત ચા અથવા કોફી પીવે છે, તો તે 75,000 નાના માઇક્રો-પ્લાસ્ટિક કણો ગળી જાય છે.
પેપર કપમાં ચા પીતા હોવ તો સાવચેત થવાની જરૂર
પ્લાસ્ટિકના ગ્લાસને આરોગ્ય માટે જોખમી ગણાવીને, આપણા બધાએ કાગળના કપમાં ચા પીવાનું શરૂ કર્યું છે, પરંતુ સત્ય એ છે કે ડિસ્પોઝેબલ કાગળના કપમાં રાખેલી ચા પણ આપણું આરોગ્ય બગાડી શકે છે. નિકાલજોગ કાગળના કપ પીણાંના વપરાશ માટે લોકપ્રિય પસંદગી સાબિત થયા છે. સંશોધન દ્વારા જાણવા માળિયું કે કપના આંતરિક અસ્તરમાં વપરાતી સામગ્રીમાં માઇક્રો-પ્લાસ્ટિક અને અન્ય જોખમી ઘટકોની હોય છે જે ગરમ થવાથી દૂષિત કણો તરફ દોરી જાય છે.

આ પ્રકારનું સંશોધન દેશમાં પ્રથમ વખત કરાયું
પ્રોફેસર સુધા ગોયલે કહ્યું, ‘અમારા સંશોધન મુજબ, કાગળના કપમાં મૂકવામાં આવેલ 100 મિલી હોટ લિક્વિડ (85-90 ઓસી) 25,000 માઇક્રોન-સાઇઝ (10 µm થી 1000 µm) માઇક્રો-પ્લાસ્ટિક કણો છોડે છે અને આ પ્રક્રિયા કુલ 15 મિનિટમાં સમાપ્ત થાય છે. દેશના સંશોધનકાર અને સહયોગી પ્રોફેસર ડો.સુધા ગોયલ અને પર્યાવરણીય એન્જિનિયરિંગ વેદપ્રકાશ રંજન અને અનુજા જોસેફે જણાવ્યું કે 15 મિનિટમાં આ માઇક્રો પ્લાસ્ટિક ગરમ પાણીની પ્રતિક્રિયામાં ઓગળી જાય છે. તે આરોગ્ય પર ગંભીર અસર કરી શકે છે.
સંશોધનમાં થયો મોટો ચોંકાવનારો ખુલાશો
સંશોધનકારોએ જુદી જુદી પ્રક્રિયાઓકરી સંશોધન માટે. પ્રથમ પ્રક્રિયામાં, ગરમ અને સંપૂર્ણપણે સ્વચ્છ પાણી (85-90 ◦C; pH ~ 6.9) એક ડિસ્પોઝેબલ કાગળના કપમાં રેડવામાં આવ્યું હતું અને તેમાં 15 મિનિટ સુધી રાખવામા આવ્યું. ત્યારબાદ, જ્યારે આ પાણીનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે તેમાં માઇક્રો-પ્લાસ્ટિકની હાજરી તેમજ વધારાના આયન મિશ્રિત છે.
One Comment