ડાયાબિટીસ કબજિયાત અને વજન ઉતારવા માટે શ્રેષ્ઠ છે આ લોટની રોટલી, જાણીને તમે પણ ખાશો
|

ડાયાબિટીસ કબજિયાત અને વજન ઉતારવા માટે શ્રેષ્ઠ છે આ લોટની રોટલી, જાણીને તમે પણ ખાશો

તંદુરસ્ત શરીર સાથે જીવવાની મજા છે, અને તંદુરસ્ત શરીર અને હેલ્થ રાખવા માટે તાજું અને ભેળસેલ યુક્ત વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો જોઇયે. અહી વાત છે રોજિંદા જીવનામાં ખાવામાં લેવાતા રોટલીના લોટની. અત્યારે બજારમાં ઘણાં પ્રકારના લોટ ઉપલબ્ધ છે. પરંતુ તેમાં ગુણવત્તાની ખાતરી મળતી નથી અને આ લોટ મોંઘા હોવાને કારણે લોકો તેને ખાવાનું ટાળતાં હોય છે.

અહી જો તમે જાતે જ ઘરે અલગ-અલગ અનાજ મિક્સ કરીને લોટ દળાવવામાં આવે તો તેમાં ગુણવત્તાની તો ગેરંટી હોય જ છે, અને સાથે તે સસ્તો પણ પડે છે. ઘઉંની સાથે કેટલાક હેલ્ધી અનાજ ઉમેરો  કરવામાં આવે તો સામાન્ય લોટ કરતાં મલ્ટીગ્રેન લોટના ફાયદા અનેક ગણાં વધી જાય છે જે શરીર અને હેલ્થ માટે ખુબજ સારું કહેવાય.

અહી કેટલાક ફાયદાઓ છે જો ઘરે અલગ-અલગ અનાજ મિક્સ કરીને લોટ ખાવામાં આવે તો
(1) પ્રેગ્નેન્સીમાં

5 કિલો ઘઉંમાં 1 કિલો સોયાબીન, 250 ગ્રામ તલ, 500 ગ્રામ જવ, દોઢ કિલો ચણા મિક્ષ કરીને  લોટ દળાવો. અને આ તૈયાર થયેલા લોટની રોટલી ફાયદા કારક છે.

(2) વજન ઉતારવા

વજન ઉતારવા માટે 5 કિલો ઘઉંમાં 1 કિલો ચણા, 1 કિલો જવ, 250 ગ્રામ અળસી અને 50 ગ્રામ મેથી દાણા મિક્ષ કરી લોટ દળાવો. આ તૈયાર થયેલા લોટની રોટલી વજન ઉતારવા ફાયદા કારક છે.

(3) બાળકોના વિકાસ માટે

5 કિલો ઘઉંમાં 500 ગ્રામ સોયાબીન, 1 કિલો ચણા અને 500 જવ મિક્ષ કરી લોટ દળાવો. જે બાળકોના વિકાસ માટે ફાયદા કારક છે.

(4) કબજિયાત

5 કિલો ઘઉંમાં 1 કિલો ચણા, અડધો કિલો મકાઈ, 1 કિલો જવ અને 250 ગ્રામ અળસી મિક્ષ કરી લોટ દળાવો.આ બનાવેલ લોટની રોટલી  ખાવાથી  કબજિયાતની સમસ્યા માં રાહત થાય છે

આ વસ્તુ તમારી સાથે પણ થતી હશે વાચો કારણ : જે કામ આપણને સાચું લાગે છે તે કામ કરતાં ડરીએ છીએ ? શા માટે ?

(5) દુબળા શરીર માટે

5 કિલો ઘઉંમાં 1 કિલો ચણા, 1 કિલો જવ, 500 ગ્રામ સોયાબીન, 1 કિલો ચોખા મિક્ષ કરીને લોટ દળાવો. આ બનાવેલ લોટની રોટલી  ખાવાથી દુબળા શરીર માટે ફાયદા કારક છે.

(6) હાઈ બીપી

5 કિલો ઘઉંમાં 500 ગ્રામ સોયાબીન, 1 કિલો ચણા અને 250 ગ્રામ અળસી મિક્ષ કરી લોટ દળાવો. આ બનાવેલ લોટમાથી તૈયાર થયેલા લોટની રોટલી ખાવાથી હાઈ બીપી રાહત થાય છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.