ઘાસ ઉગાડવા જમીનની જરૂર નહીં પડે, 7 દિવસમાં ઘાસ ઉગતું થશે

ટેક્નોલોજી : ઘાસ ઉગાડવા જમીનની જરૂર નહીં પડે, 7 દિવસમાં ઘાસ ઉગતું થશે..!

આપડો દેશ ખેતી પ્રધાન દેશ કેવાય છે. જેમ જેમ ટેક્નોલોજી આવતી રહી તેમ તેમ  ટેક્નોલોજી સાથે તાલ મેળવી ખેતી કરવા લાગ્યો ખેડૂત. જલ્દી અને ઓછા સમયમાં, ઓછા ખર્ચે, મબલક પાક ઉત્પન થાય તેવા પ્રયાસો કર્તા રહે છે. જ્યાં પાણીની સમસ્યા છે ત્યાં ખેતી કરવી ખૂબ કઠીન છે, તેવામાં અહી એક ઉદાહરણ જોઇયે કે બનાસકાંઠામાં પાણીની સમસ્યા દિવસે દિવસે વિકરાળ બનતી રહે છે અને તેના કારણે ઘાસચારાની તંગી પણ ખૂબ વર્તાય છે.

ટેક્નોલોજી સાથે તાલ મેલ

આવા વિકરાળ સમયમાં બનાસ ડેરીએ માત્ર સાત જ દિવસમાં ઘાસ તૈયાર થાય તેવું હાઈડ્રોફૉનિક ઘાસચારાનું મશીન વિકસાવ્યું ને સાબિત કરી દીધું છે કે ” કોશિસ કરને વલોકિ હાર નહીં હોતી “. ખેતરમાં તૈયાર થતા ઘાસને 50 થી 60 દિવસ લાગે છે.

જ્યારે હાઈડ્રોલિક મશીનમાં માત્ર સાત જ દિવસમાં ઘાસ તૈયાર થાય છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ડેરીના ડિરેક્ટરોની હાજરીમાં ઘાસ બનાવતા હાઈડ્રોફૉનિક મશીનનું લોકાર્પણ કરી ખેડુટોન અર્પિત કરિયું છે.

મશીનની ખાસિયત જમીન વિના અને ઓછા પાણીએ ઉગાડી શકાશે ઘાસ

ઓછા પાણીએ પણ ઘાસ તૈયાર થાય અને આ હાઈડ્રોફોનિક મશીનથી ખેતર વિના ઘાસ ઉત્પન્ન કરી શકાય છે. આથી ઓછી જમીન ધરાવતા કે જમીન વિહોણા પશુપાલકોને પણ આ મશીનનો લાભ લઈ શકશે.આ  મશીની કિંમત હાઈડ્રોફૉનિક સાઈઝ પ્રમાણે અલગ અલગ કિંમતનું  હશે.

આ પણ વાચો : શું તમારા સ્માર્ટ ફોનને સુરક્ષિત રાખવો છે? તો જાણો અહી ખાસ ટીપ્સને..!

ટેક્નોલોજી : ઘાસ ઉગાડવા જમીનની જરૂર નહીં પડે , 7 દિવસમાં ઘાસ ઉગતું થશે

ત્યારે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ હાઈડ્રોફૉનિક મશીન દ્વારા પશુપાલનને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી છે અને આ મશીન દ્વારા ઉત્પન્ન થતું ઘાસ પશુઓ માટે ખૂબ જ ઉત્તમ પ્રકારનું છે

આમ, ઓછા પાણીએ ઘાસચારાની તંગી દૂર કરવા અને  ઘાસ ચારો મેળવવા માટે બનાસ ડેરીએ હાઈડ્રોફૉનિક ઘાસચારાનું મશીન તૈયાર કરીને પશુપાલકોને એક અનોખી ભેટ અર્પણ કરી છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.