બદલાવ : આવનારા ટૂંક સમયમાં બદલાશે આ નિયમો, જાણો તમારા ખિસ્સાને કેવી અસર કરશે
આવનારા ડિસેમ્બરમાં બદલાશે આ નિયમો, તો જાણો આ તમામ ફેરફારની તમારા ખિસ્સા પર કેવી અસર થશે. ડિસેમ્બર 2020 માહિનામાં એટલે કે આવનારા 4 દિવસમાં સામાન્ય માણસ સાથે જોડાયેલી કેટલીક બાબતોમાં ઘણા ફેરફાર થઈ શકે તેમ છે. જેમાં RTGSના સમયમાં, ખાસ કરીને રસોઈ ગેસની કિંમતોમાં અને સાથે જ રેલ્વે અને બેંકની લેવડદેવડના નિયમો બદલાઈ શકે તેમ છે….

આવનારા ડિસેમ્બરમાં બદલાશે આ નિયમો, તો જાણો આ તમામ ફેરફારની તમારા ખિસ્સા પર કેવી અસર થશે.
ડિસેમ્બર 2020 માહિનામાં એટલે કે આવનારા 4 દિવસમાં સામાન્ય માણસ સાથે જોડાયેલી કેટલીક બાબતોમાં ઘણા ફેરફાર થઈ શકે તેમ છે. જેમાં RTGSના સમયમાં, ખાસ કરીને રસોઈ ગેસની કિંમતોમાં અને સાથે જ રેલ્વે અને બેંકની લેવડદેવડના નિયમો બદલાઈ શકે તેમ છે. RTGS, રસોઈ ગેસ, બેંકની લેવડદેવડ અને રેલ્વેના નિયમોમાં આવશે ફેરફાર
(1) પ્રીમિયમમાં ફેરફારઆવી શકે છે
વીમા ધારક 5 વર્ષ બાદ પ્રીમિયમની રકમને 50 ટકા સુધી ઘટાડી શકે છે. એટલે કે પોલિસી અડધી કિમત સાથે ચાલુ રાખી શકાય છે.જેની અસર તમારા પર પડી શકે તેમ છે.
(2) RTGSની સુવિધા 24 કલાક લોકોને મળશે
હાલ,ડિસેમ્બરથી બેંકોએ રૂપિયાની લેવડદેવડની સાથે જોડાયેલો નિયમ બદલવાનું નક્કી કર્યું છે. ગ્રાહકોને 24 કલાક આ સુવિધા મળશે.આરબીઆઈએ 24 કલાક માટે RTGSની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. હાલમાં આ સુવિધા મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાય રોજ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મળે છે.
આ પણ વાચો : કઠોળના ભાવ સતત વધી રહ્યા છે, સરકાર નિયંત્રણમાં રાખવા માટે ખુલ્લા બજારમાં ડિસ્કાઉન્ટ આપી શકે છે
(3) રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થશે
ગયા મહિને કર્મશિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો હતો. જેથી દર મહિનાની પહેલી તારીખે સરકાર રસોઈ ગેસ એટલે કે એલપીજીના સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. એટલે કે 1 ડિસેમ્બરે દેશમાં રસોઈ ગેસના ભાવમાં ફેરફાર આવશે.
(4) નવી ટ્રેન,નવા મહિનાથી ચલાવી શકાશે
હવે 1 ડિસેમ્બરથી કેટલીક ટ્રેનને ફરી શરૂ કરવામાં આવશે જેમાં ઝેલમ એક્સપ્રેસ અને પંજાબ મેલ બંને સામેલ છે. ભારતીય રેલ્વેએજણાવ્યુ છે કે 1 ડિસેમ્બરથી અનેક નવી ટ્રેન ચલાવવામાં આવી રહી છે. કોરોના સંકટ બાદ રેલ્વે સતત નવી સ્પેશ્યલ ટ્રેન ચલાવી રહ્યું છે.
One Comment