નવા પર્વ પર ભૂલથી ગણેશ -લક્ષ્મીની આવી મૂર્તિ ન ખરીદતા, નહીંતર આવશે મોટી અડચણ..!

નવા પર્વ પર ભૂલથી ગણેશ -લક્ષ્મીની આવી મૂર્તિ ન ખરીદતા, નહીંતર આવશે મોટી અડચણ..!

નવા વર્ષ પર લક્ષ્મી અને ગણેશની પૂજા કરતા ધ્યાનમાં રાખવા જેવી બાબત 

નવા વર્ષમાં અને ખાસ કરીને શુભ કાર્ય પર સૌપ્રથમ વિઘ્ન વિનાશક ગણેશજી અને માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય માટે સૌપ્રથમ ઘરમાં લક્ષ્મી અને ગણેશજીની નવી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે અને ત્યાર બાદ તેની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષીઓનું કહેવું છે કે લક્ષ્મી અને ગણેશની મૂર્તિ ખરીદતી વખતે ઘણી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે કારણકે ખોટી મૂર્તિ ઘરે લાવવી અશુભ માનવામાં આવે છે અને તેનાથી સંકટ આવી શકે છે.

 ખાસ કરીને  આવી મૂર્તિઓ તહેવાર પર કદાપિ  ઘરે લાવવી નહીં

ગણેશજીની ખરીદી વખતે મૂર્તિમાં જનેઉ, રંગ, સૂંઢ, વાહન, અસ્ત્ર-શસ્ત્ર, હાથની સંખ્યા અને આકૃતિ જેવી કેટલીક વાતોનું ધ્યાન રાખવું અને તેમાં પણ બેઠેલા ગણેશજીની પ્રતિમા લેવી શુભ માનવામાં આવે છે આવી મૂર્તિની પૂજા કરવાથી ધન લાભ થાય છે અને કાર્યોમાં આવતી બાધા દૂર થાય છે. ગણેશજીને વક્રતુંડ કહે છે. 

ધનતેરસના દિવસે જો આ વસ્તુઓ જોવા મળે, તો નસીબ આડેથી પાંદડું હટી જશે અને ખુબ જ શુભ થશે..!

ધનતેરસ 2020: ધનતેરસના દિવસે આ 4 વસ્તુઓ ભૂલથી ના ખરીદશો, તે ખૂબ અશુભ માનવામાં આવે છે

ખાસ એ જોવાનું કે મૂર્તિમાં ગણેશજીની સૂંઢ ડાબી બાજુ વળેલી હોવી જોઈએ. આવી મૂર્તિની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ગણેશજીની કૃપા સદાય ભક્તો પર રહે છે હાથમાં મોદકવાળી ગણેશની મૂર્તિ સુખ અને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે.

ધનતેરસ 2020 : રાશિ પ્રમાણે આ ચીજો ખરીદો, સુખ-સમૃદ્ધિ અને સંપત્તિ તમારા ઘરે રહેશે

દિવાળી પર ભગવાન ગણેશજીની મૂર્તિની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખો કે જે મૂર્તિમાં ગણેશજીનું વાહન એટલે કે ઉંદર ન હોય એવી પ્રતિમાની પૂજા કરવા પર દોષ લાગી શકે છે. જેથી સવારીવાળા ગણેશજી ખરીદવાનું આગ્રહ રાખવો. જ્યારે પણ ભગવાન વિષ્ણુ અને ભગવાન ગણેશજીની સાથે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, ત્યારે ગણેશજી હંમેશા લક્ષ્મીની જમણી તરફ અને ભગવાન વિષ્ણુજી લક્ષ્મીજીની ડાબી તરફ હોવા જોઈએ. 
 
લક્ષ્મીની બે મૂર્તિઓ પૂજા સ્થાન પર પર રાખવી નહીં

યોગ્ય રીતે માતાની પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જો તમે એવી કોઈ તસ્વીર કે મૂર્તિની પૂજા કરવાના હોવ તો ખાસ ધ્યાન રાખો. પૂજા સ્થાન પર મા લક્ષ્મીની બે મૂર્તિઓ રાખવી નહીં. લક્ષ્મીજીને કમળ પ્રિય છે. આવું કરવાથી ઘરમાં ઝઘડા થાય છે. આ સિવાય સિંહાસન પર બેઠેલા ગણેશ લક્ષ્મીની વધુ માંગ છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads