દરેક કપલે બેબી પ્લાન કરતા પહેલાં ધ્યાનમા રાખવી આ બાબતો, નહીંતર થશે પસ્તાવો

દરેક કપલે બેબી પ્લાન કરતા પહેલાં ધ્યાનમા રાખવી આ બાબતો, નહીંતર થશે પસ્તાવો

કપલ માટે બહુ જ જરૂરી બાબત

દરેક કપલ લગ્નના થોડા સમય બાદ ફેમિલી પ્લાનિંગ વિશે વિચારવા લાગે છે. જીવનમાં બાળક આવી ગયા બાદ દરેક કપલનું જીવન વ્યસ્ત થઈ જાય છે અને તેમનો મોટાભાગનો સમય બાળકની દેખરેખ અને ઉછેરમાં પસાર થાય છે.

બાળક આવ્યા પછી નહીં કરી શકો

જેથી બેબી પ્લાન કરતા પહેલાં એ બધાં જ કામ કરી લેવા જોઈએ, જે બાળક આવ્યા પછી કરી શકાતા નથી.બાળકના જન્મ પછી તમને રાતે સારી રીતે ઊંઘવા નહીં મળે . તમે ક્યાંય ફરવા જઈ શકશો નહીં . તમારી લાઈફ પહેલાં જેવી થોડી ફ્રી નહીં રહે. અહી પેરેન્ટ્સ બન્યા પહેલાં કરી લેવા જોઈએ આ કામ.

એડવેન્ચર ટ્રિપ

જો તમને સ્કાઈ ડાઈવિંગ, બંજી જંપિંગ અને રોક ક્લાઈબિંગનો શોખ છે તો આ શોખ બેબી પ્લાન કરતા પહેલાં પૂરા કરી લો. કપલ્સની વચ્ચે બોન્ડિંગ વધારવાની આ બેસ્ટ રીત છે. જેથી તમારી એડવેન્ચર ટ્રિપ બાળકને લાવ્યા પહેલાં પૂરી કરી લો.

અગાવથી મનગમતી વસ્તુઓની લિસ્ટ બનાવો

બાળક આવી ગયા બાદ એક વર્ષ સુધી તમને આ મોકો નહીં મળે. તેથી જો તમે લાંબા સમયથી જે રેસ્ટોરન્ટ અને નાઈટ ક્લબ જવાનું વિચારી રહ્યાં છો ત્યાં જઈ આવો. શહેરના બેસ્ટ રેસ્ટોરન્ટની લિસ્ટ બનાવો અને ત્યાં જઈને આવો,  

રજાઓ માણવા ફરવા જ્વું

તમે કારમાં પણ લોન્ગ ડ્રાઈવ પર જઈ શકો છો. બાળક આવ્યા પહેલાં તમારી મેરિડ લાઈફને વધુને વધુ હેપ્પી બનાવવાની કોશિશ કરો.બીચ પર અથવા નદી કિનારે તમારા જીવનસાથીના હાથમાં હાથ નાખીને ખૂબ વાતો કરવામાં જે મજા છે એ કદાચ અન્ય કોઈમાં પણ નથી. આનાથી તમારો સંબંધ મજબૂત થશે.  

નાઈટ આઉટ

આની મજા જ અલગ હોય છે. કોલેજ અને સ્કૂલમાં જ નાઈટ આઉટ કરી શકાય એવું નથી. લગ્ન બાદ પણ લાઈફ પાર્ટનર સાથે નાઈટ આઉટ પ્લાન કરી શકાય છે.

સ્પાઈસી લાઈફ બનાવો

દરેકની સેક્સુઅલ ફેન્ટસી હોય હોય છે અને બેબી પ્લાન કરતા પહેલાં તેને પૂરી કરી લેવી જોઈએ, કારણ કે બાળક આવ્યા બાદ તમારા બંનેની વચ્ચે એ ઉંઘશે. બેબી આવ્યા બાદ સેક્સ લાઈફ ક્યારેય એટલી સ્પાઈસી નહીં થઈ શકે અને પછી તમને પસ્તાવો થશે કે પહેલાં કેમ મજા ન કરી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads