રાજ્યમાં દસ્તાવેજ નોંધણી માટે સમયમાં વધારો, હવે આટલા વાગ્યા સુધી થઈ શકશે

રાજ્યમાં દસ્તાવેજ નોંધણી માટે સમયમાં વધારો, હવે આટલા વાગ્યા સુધી થઈ શકશે

દસ્તાવેજ નોંધણી માટે સમયમાં વધારો

હાલમા ચાલી રહિયા કોરોના કાળ દરમિયાન દસ્તાવેજ નોંધણી કરાવનારા લોકો માટે ખૂબ મહત્વના સમાચાર આવ્યાં છે. જેમાં દસ્તાવેજ નોંધણી માટેના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ઓનલાઇન ટોકનની યાદીમાં વેઇટિંગ વધવાના કારણે સરકાર દ્વારા રાજ્યની 15 સબ રજીસ્ટ્રાર કચેરીના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

ઓનલાઈન ટોકન લિસ્ટમાં વેઇટિંગ રજીસ્ટ્રાર કચેરીના સમયમાં વધારો

હાલમાં ઓનલાઇન ટોકન લિસ્ટમાં વેઇટિંગ વધતા રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.રાજ્યમાં મકાનની ખરીદી કરનારાઓ માટે ખૂબ અગત્યના સમાચાર આવ્યાં છે. સરકાર દ્વારા સમીક્ષા કરવા દરમિયાન વેઇટિંગ લિસ્ટ ધ્યાનમાં આવતા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

સવારે 10.30થી રાત્રે 9 વાગ્યા સુધી હવે દસ્તાવેજની નોંધણી  થઇ શકશે. જેમાં સરકાર દ્વારા વધતા વેઇટિંગ લિસ્ટને લઇને દસ્તાવેજે નોંધણીનો સમય વધારવામાં આવ્યો છે. સરકાર દ્વારા વધારેયાલ સમયના આધારે ટોકન ફાળવવા હુકમ કરવામાં આવ્યો છે. 

આ  સબ રજીસ્ટ્રાર કચેરીનો સમય વધારાયો

રાજકોટ, રતનપર, રૈયા,  કતારગામ,ગાંધીનગર, કલોલ, પાલનપુર, ગાંધીધામ, ગોધરા, મવડી, અઠવા, કામરેજ, માંગરોળ, વડોદરા તેમજ આણંદનો સમાવેશ થાય છે. ઉપર મુજબ સબ રજીસ્ટ્રારની કચેરીઓના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads