હવે આ ડિજિટલ પેમેન્ટ એપ પર ફ્રી માં પૈસા ટ્રાન્સફર નહીં થાય, યૂઝર્સે આપવો પડશે ચાર્જ..!
શું છે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ નવી પોલિસી ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Google Pay ના યૂઝર્સ હવે ફ્રીમાં કોઈને પૈસા ટ્રાન્સફર કરી શકશે નહીં. આ માટે હવે ચાર્જ ચૂકવવા તૈયાર રહેવું પડશે. ગુગલ પે જાન્યુઆરી 2021થી પીયર-ટૂ પીયર પેમેન્ટ સુવિધા બંધ કરવા જઈ રહ્યું છે. ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર પેમેન્ટ સિસ્ટમ જોડવામાં આવશે આના બદલે કંપની તરફથી ઇન્સ્ટન્ટ…

શું છે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ નવી પોલિસી
ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Google Pay ના યૂઝર્સ હવે ફ્રીમાં કોઈને પૈસા ટ્રાન્સફર કરી શકશે નહીં. આ માટે હવે ચાર્જ ચૂકવવા તૈયાર રહેવું પડશે. ગુગલ પે જાન્યુઆરી 2021થી પીયર-ટૂ પીયર પેમેન્ટ સુવિધા બંધ કરવા જઈ રહ્યું છે.
ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર પેમેન્ટ સિસ્ટમ જોડવામાં આવશે
આના બદલે કંપની તરફથી ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર પેમેન્ટ સિસ્ટમ જોડવામાં આવશે. આ પછી યૂઝર્સે મની ટ્રાન્સફર કરવા પર શુલ્ક આપવો પડશે. હાલમાં જોકે કંપનીએ જણાવ્યું નથી કે આ માટે યૂઝર્સે કેટલો ચાર્જ આપવો પડશે.
ગુગલે સ્પષ્ટ કર્યું છે કે ગુગલ પે ના સપોર્ટ પેજને પણ આગામી વર્ષે જાન્યુઆરીથી બંધ કરી દેવામાં આવશે.ગુગલ પે હાલ મોબાઇલ કે pay.google.com થી પૈસા મોકલવા અને મંગાવવાની સુવિધા આપે છે. ગુગલ તરફથી નોટિસ જાહેર કરીને વેબ એપને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવામાં યૂઝર્સ 2021ની શરૂઆતથી pay.google એપ દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકશે નહીં. કંપનીએ કહ્યું છે કે આ માટે યૂઝર્સે ગુગલ પે નો ઉપયોગ કરવો પડશે.
આ પણ વાચો : LPG સિલિન્ડરની સબસિડી તમારા ખાતામાં કેટલી જમા થઈ રહી છે ? જાણો આ રીતે
ગુગલે સપોર્ટ પેજથી જાહેરાત કરી છે કે જ્યારે તમે ડેબિટ કાર્ડથી પૈસા ટ્રાન્સફર કરો છો તો 1.5 ટકા કે 0.31 ડોલર (જે વધુ હોય તે) ચાર્જ લાગે છે. આવામાં ગુગલ તરફથી પણ ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર પર ભવિષ્યમાં ચાર્જ વસુલવામાં આવી શકે છે.
One Comment