સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક આ લોટ, નુકસાન જાણી ક્યારેય નહીં ખાઓ

સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક આ લોટ, નુકસાન જાણી ક્યારેય નહીં ખાઓ

Health
સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે મેદો

બહારની  કોઈપણ ચટકારા કરીએ છીએ આપણે એ વસ્તુઓ મેદામાંથી બનેલી હોય છે. સમોસા કચોરીથી પાણી પુરીની પુરી અને બેકરી આઈટ્મસ પણ મેદામાંથી જ બને છે.  શું તમને ખબર કે, મેદો આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે? જી હાં, મેદો પાચનતંત્ર અને પેટના રોગો પણ વધારે છે. તેમ છતાં લોકો મેદાની વસ્તુઓ ખાવનું મુક્તા નથી. જેથી અહી તમને આ લોટના ગંભીર નુકસાન જણાવીશું.

કેમ નુકસાનકારક છે મેદો આપણા શરીર માટે

મેદો અને ઘઉંનો લોટ બંને ઘઉંમાંથી જ બને છે પણ તેને તૈયાર કરવાની રીત જુદી છે. ઘઉંનો લોટ તૈયાર કરવા ઘઉંની ઉપરનું ગોલ્ડન પડ કાઢવામાં આવતું નથી, આ પડ ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે. લોટને થોડો કરકરો દળવામાં આવે છે જેથી ઘઉંમાં રહેલાં બધાં જ પોષક તત્વો નષ્ટ થતાં નથી. 

જ્યારે મેદો બનાવવા માટે ઘઉંના ઉપરના ગોલ્ડન પડને કાઢી દેવામાં આવે છે પછી માત્ર સફેદ ભાગને એકદમ ઝીણું દળવામાં આવે છે. તેનાથી ઘઉંના બધાં જ પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. સાથે જ મેદાનો સફેદ ચમક આપવા માટે તેને કેલ્શિયમ ડાઈ ઓક્સાઈડ, ક્લોરીન ડાઈ ઓક્સાઈડથી બ્લીચિંગ પણ કરવામાં આવે છે. આ કેમિકલ્સ સ્વાસ્થ્ય માટે બહુ જ ખરાબ સાબિત થાય છે. 

મેદો ખાવાના આ નુકસાન જાણી છોડી દેશો ખાવાનું
(1) પેટને નુકસાન પહોંચાડે છે 

મેદો બહુ જ ચિકણો અને સ્મૂધ હોય છે. તે પચવામાં  ભારે પડે છે. જેના કારણે તે આંતરડામાં ચોંટી જાય છે અને ઘણી બીમારીઓ થવાનો ખતરો થાય  છે. તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા વધે છે.

(2) ગઠિયા અને હાર્ટ માટે નુકસાનકારક

મેદાની બનાવટો ખાવાથી બ્લડમાં શુગર લેવલ વધી જાય છે અને બ્લડમાં ગ્લુકોઝ જામવા લાગે છે. જેના કારણે ગઠિયા અને હાર્ટ ડિસીઝનો ખતરો વધે છે.

(3) ડાયાબિટીસ

હાઈ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે મેદામાં. જે શુગર લેવલને તરત વધારે છે. આ પેન્ક્રિયાઝ માટે પણ નુકસાનકારક છે. ડાયાબિટીસના દર્દીઓએ મેદાથી દૂર જ રહેવું  હિતવાહ છે.

(4) હાડકાંઓ નબળા બનાવે 

મેદાને તૈયાર કરતી વખતે તેમાંથી બધાં જ પોષક તત્વો નીકળી જાય છે. જેના કારણે તે એસિડિત બની જાય છે. આ હાડકાંઓમાં કેલ્શિયમ એબ્સોર્બ કરતાં રોકે છે. જેના કારણે હાડકાંઓ નબળા થવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *