RBIએ જાહેર કર્યો 20 રૂપિયાનો નવો સિક્કો, તમે પણ મોકલી શકો છો તમારી ડિઝાઈન..!
એક ફિલ્મ ડાયલોગ છે “એક દિવસ આપણો સિક્કો આખા દેશમાં ચાલશે”, આજે એને સાબિત કરી બતાવ્યુ છે છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં રહેતા સ્વપ્નિલે. હવે તેમના બનાવેલા સિક્કા આખા દેશમાં ચાલશે. હા, સ્વપ્નીલે 20 રૂપિયાનો સિક્કો ડિઝાઇન કર્યો છે જે તમારા હાથમાં ટૂંક સમયમાં આવશે. આ સિક્કોપીએમ મોદીએ લૉન્ચ કરી ચૂક્યાં છે. ક્યાં ભણ્યો છે સ્વપ્નિલ ? અમદાવાદના નેશનલ…

એક ફિલ્મ ડાયલોગ છે “એક દિવસ આપણો સિક્કો આખા દેશમાં ચાલશે”, આજે એને સાબિત કરી બતાવ્યુ છે છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં રહેતા સ્વપ્નિલે. હવે તેમના બનાવેલા સિક્કા આખા દેશમાં ચાલશે. હા, સ્વપ્નીલે 20 રૂપિયાનો સિક્કો ડિઝાઇન કર્યો છે જે તમારા હાથમાં ટૂંક સમયમાં આવશે. આ સિક્કોપીએમ મોદીએ લૉન્ચ કરી ચૂક્યાં છે.
ક્યાં ભણ્યો છે સ્વપ્નિલ ?
અમદાવાદના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનિંગ (NID)નો વિદ્યાર્થી રહેલા સ્વપ્નીલે ગયા વર્ષે આ સિક્કાની રચના પોતાની બુદ્ધિથી કરી હતી. બાદ RBI એ ડિઝાઈન માટે અરજીઓ મંગાવી હતી. દેશભરમાંથી મળેલી અરજીઓમાંથી સ્વપ્નીલને નશીબનું પાંદડુ હટિયું અને તેની ડિઝાઇન RBI દ્વારા પસંદગી કરાઈ છે.
જાણો કેવી છે ડિઝાઈન તદન નવી

સ્વપ્નીલના જણાવ્યા મુજબ, તેનો ડિઝાઇન કરેલો સિક્કો બાકીના સિક્કાઓથી તદ્દન અલગ છે. તેમાં, કૃષિ લક્ષી ભારતની એક ઝલક દેખાય છે અને 12 શંકુ બનાવવામાં આવ્યા છે. સિક્કાની વચ્ચે કોપર અને નિકલનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે દ્રષ્ટિથી દિવ્યાંગ વ્યક્તિ પણ તેને સરળતાથી ઓળખી શકે છે. સિક્કાની બાજુમાં અશોક સ્તંભ લખેલું છે અને તેની નીચે સત્યમેવ જયતે. અશોક સ્તંભની જમણી બાજુ ભારત અને ડાબી બાજુ ઈન્ડિયા લખેલું છે. સિક્કાની પાછળ, 20 રૂપિયા હિન્દી અને અંગ્રેજીમાં છે.
આ પણ વાચો : આ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝાટકો, 16 ડિસેમ્બર સુધી નીકળશે ફક્ત આટલા રૂપિયા?
આવી રીતે સ્વપ્નીલની ડિઝાઈન સિલેક્ટ થઈ
સ્વપ્નીલ નેશનલ સ્કૂલ ઑફ ડિઝાઇન (NID) અમદાવાદમાં PGનો અભ્યાસ કરે છે. જ્યારે ભારત સરકારે સિક્કા ડિઝાઇન કરવાની જવાબદારી ડિઝાઇનિંગ સાથે સંકળાયેલી સંસ્થાઓને આપી ત્યારે નેશનલ સ્કૂલ ઑફ ડિઝાઇન અમદાવાદે પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા કરાઈ તો છત્તીસગઢના સ્વપ્નિલે આપેલા કન્સેપ્ટને પસંદ કરવામાં આવ્યો હતો.
તમે પણ મોકલી શકો છો તમારી ડિઝાઈન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ચલણની ડિઝાઇન માટે હંમેશા દેશભરમાંથી અરજીઓ મંગાવે છે. જો તમે ડિઝાઇનિંગના શોખીન છો અને તમારી પાસે સારો કન્સેપ્ટ છે, તો તમારો સિક્કો પણ દેશમાં ચાલી શકે છે.
One Comment