જો તમને ખંજવાળ અથવા ઇન્ફેકશન ની સમસ્યા રહેતી હોય તો જરૂરથી વાંચો

જો તમને ખંજવાળ અથવા ઇન્ફેકશન ની સમસ્યા રહેતી હોય તો જરૂરથી વાંચો..!

તમારા પ્રાઇવેટ અંગોમાં ખંજવાળ અથવા ઇન્ફેક્શન રહેતી હોય તો તે  ખૂબ જ ગંભીર બીમારી તરફ સંકેત કરે છે. જે વ્યક્તિને પણ આ સમસ્યા થઇ રહી હોય તેના માટે ખૂબ જ તકલીફ વાળી બાબત કહેવાય. તમારે કોઈપણ શરમ વગર આ તકલીફને નજરઅંદાજ કરવી જોઈએ નહીં. જો તમે આવું કરશો, તો તમને ભવિષ્યમાં આ સમસ્યાથી ઘણું બધું નુકસાન ઉઠાવવું પડી શકે છે.

તો આજે અમે તમને ઘરમાં જ આયુર્વેદિક રીતથી તેનો ઉપાય જણાવીશું, જેનાથી તમે પોતાના પ્રાઈવેટ અંગોમાં થયેલ ઇન્ફેક્શન અને ખંજવાળને સમાપ્ત કરી શકો છો.

ખંજવાળ અને ઈંફેક્શન દુર કરવાનો અહી ઉપાય

લીમડાનાં ગુણકારી અને આયુર્વેદિક ફાયદા બધા જાણે છે તેની  અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલો હોય છે, જે ઘણા પ્રકારના ફંગસ, ખંજવાળ તથા હાનિકારક સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે, એટલા માટે આયુર્વેદમાં પણ લીમડાને ઔષધીનો દરજ્જો આપવામાં આવેલ છે.

આયુર્વેદ અનુસાર ૧૦૬ બીમારીઓને નાશ કરવાની ક્ષમતા તેની અંદર મળી આવે છે. ઉપચારને બનાવવા માટે થોડા લીલા અને તાજા લીમડાના પાન લેવા અને તેમાં પાણી ઉમેરીને 30 મિનિટ સુધી ઉકાળો. પાણી ઉકળી ગયા બાદ ઠંડું કરી લેવું.

ત્યારબાદ જે જગ્યા પર તમને ઇન્ફેક્શનની સમસ્યા હોય તે ભાગને આ લીમડાનાં પાણીથી ધોઈ લેવો તથા બજારમાંથી લીમડાનું તેલ ખરીદી લેવું અને આ સમસ્યા વાળી જગ્યા પર લગાવવું. જો તમે નિયમિત રૂપથી ૧૫ દિવસ આવું કરો છો તો આ સમસ્યા જડથી સમાપ્ત થઈ જશે અને તમને ભવિષ્યમાં ક્યારેય થશે નહીં.

ખંજવાળ અને ઈન્ફેક્શન આવેતો આ સાવધાની રાખવી

(1) જો તમને પણ પ્રાઇવેટ અંગોની આ સમસ્યા રહેતી હોય તો તે સમયે સાબુનો બિલકુલ ઉપયોગ ન કરવો, નહીતર તેનું પરિણામ તમારે ભોગવવું પડી શકે છે અને સમસ્યા વધારે જટિલ બની શકે છે.

(2) આ સમસ્યાથી પીડિત વ્યક્તિએ વધારે પડતું ખાટું અથવા મીઠી વસ્તુનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં, નહીંતર આ સમસ્યા વધારે પરેશાની ઉભી કરી શકે છે.

(3) આ સમસ્યા દરમિયાન તમારી કોઈપણ એવી વસ્તુનું સેવન કરવું જોઇએ નહીં, જેમાં વધારે મસાલો અથવા વધારે તેલનો ઉપયોગ થયો હોય.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.