ખરતા વાળનો માત્ર એક જ દેશી ઉપાય, જાણો અને શેર કરો..!
શું તમને ખબર છે એલોવેરા જેલ સ્કિન ઉપરાંત વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે? હા એલોવેરા જેલમાં રહેલાં પોષકતત્ત્વો વાળને ખરતા રોકે છે અને તેના ગ્રોથમાં જડપથી વધારો કરે છે. આ પારદર્શક જેલમાં ૯૬ ટકા પાણી અને અઢળક એમિનો એસિડ રહેલાં છે. આ ગુણકારી જેલમાં વિટામિન એ, બી, સી અને ઈ રહેલું છે…

શું તમને ખબર છે એલોવેરા જેલ સ્કિન ઉપરાંત વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે? હા એલોવેરા જેલમાં રહેલાં પોષકતત્ત્વો વાળને ખરતા રોકે છે અને તેના ગ્રોથમાં જડપથી વધારો કરે છે. આ પારદર્શક જેલમાં ૯૬ ટકા પાણી અને અઢળક એમિનો એસિડ રહેલાં છે. આ ગુણકારી જેલમાં વિટામિન એ, બી, સી અને ઈ રહેલું છે અને એલોવેરાની કડવી જેલમાં અનેક ગુણો સમાયેલા છે.
અહી એલોવેરા જેલના ફાયદાઓ જણાવેલા છે
એલોવેરામાં રહેલા એન્ટિસેપ્ટિક અને એન્ટિફંગલના ગુણો ખોડો ઓછો કરે છે, ઉપરાંત તે સ્કેલ્પને ઠંડક આપવાનું પણ કામ કરે છે. તેમાં મોટા પ્રમાણમાં એમિનો એસિડ અને પ્રોટેયોલિટિક એન્ઝાઇમ રહેલું છે, જે વાળનાં મૂળિયાંને મજબૂત બનાવીને વાળને વધારે છે.
એલોવેરા જેલમાથી કેટલીક પેસ્ટ બનાવી તમે વાળમાં લગાવી શકો છો અને વાળને ખરતા રોકી શકો છો.
(1) બે ચમચી એલોવેરા જેલ લઈને તેને સ્કેલ્પ પર હલકા હાથે મસાજ કરો. મસાજ કર્યાં બાદ તેને બે કલાક માટે એમ જ રહેવા દો. બે કલાક પછી શેમ્પૂથી વાળને ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરવો, વાળ એકદમ સુંવાળા અને ચમકીલા બની જશે અને સમય જતા ખરતા વાળમાં પણ ઘટાડો થશે
અડધો કપ એલોવેરા જેલમાં બે ચમચી લીંબુનો રસ ભેળવી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને વાળમાં લગાવો અને વીસથી પચ્ચીસ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ શેમ્પૂથી વાળને ધોઈ લો. વાળ ખરતા ઓછા થઈ જશે અને એકદમ સુંવાળા અને ચમકીલા બનશે.