તાંબાના વાસણમા ભૂલથી પણ આ વસ્તુઓ ન રાખતા, નહીંતર થશે આ તકલીફો..!
ઘણાં લોકો તાંબાના વાસણોનો ઉપયોગ કરતા હોય છે. હમેશાં એવી સલાહ આપવામાં આવે છે કે, તાંબાના લોટામાં રાખેલું પાણી રોજ પીવાથી સ્વાસ્થ્ય માટે અનેક ફાયદા મળે છે. પણ શું તમે જાણો છો કે, તાંબાના વાસણોનો ઉપયોગ કરવામાં અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો ફાયદા નહીં પણ ભયંકર નુકસાન થઈ શકે છે. ખાસ…

ઘણાં લોકો તાંબાના વાસણોનો ઉપયોગ કરતા હોય છે. હમેશાં એવી સલાહ આપવામાં આવે છે કે, તાંબાના લોટામાં રાખેલું પાણી રોજ પીવાથી સ્વાસ્થ્ય માટે અનેક ફાયદા મળે છે. પણ શું તમે જાણો છો કે, તાંબાના વાસણોનો ઉપયોગ કરવામાં અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો ફાયદા નહીં પણ ભયંકર નુકસાન થઈ શકે છે.
ખાસ કરીને તમે તાંબાના વાસણમાં કયો આહાર અને કઈ વસ્તુઓ મૂકો છો તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તેમાં કેટલીક વસ્તુઓ રાખવાથી તેમાં કેમિકલ રિએક્શન થાય છે અને ઘણીવાર આ રિએક્શન આપણાં શરીરમાં બહુ જ ઘાતક સાબિત થઈ શકે છે. તાંબામાં કોપર હોવાથી કેટલીક વસ્તુઓ તેમાં રાખવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. અહી કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબત:
(1) દૂધ અને ખાટ્ટા ફળો
કોઈપણ પ્રકારના ખાટ્ટાં ફળ તાંબાના વાસણમાં રાખવાથી ફૂડ પોઈઝનિંગનો ખતરો વધી જાય છે. જેમ કે સફરજન, જામફળ, દાડમ, પાઈનેપલ વગેરે જેવા ફ્રૂટ્સ ક્યારેય ન રાખવા. નહીં તો ઊલ્ટી, ચક્કર આવવા અને ગભરામણની સમસ્યા થઈ શકે છે. સાથે જ તેમાં ગરમ કે ઠંડુ કોઈપણ પ્રકારનું દૂધ રાખવું નહીં. જે પણ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
(2) અથાણું, દહીં અને લીંબુનો રસ
તાંબાના વાસણમાં અથાણું રાખવાથી તેમાં રહેલો સરકો મેટલ સાથે મળી જાય છે. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. લીંબુ એસિડિક હોવાથી તે તાંબા સાથે મળીને રિએક્ટ કરે છે. તેનાથી એસિડિટી અને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય દહીંમાં રહેલાં બેક્ટેરિયા તાંબાની સાથે રિએક્ટ કરે છે. જેના કારણે પણ આ સમસ્યાઓ થઈ શકે છે.