દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ પર થાય છે પૈસાનો વરસાદ, તેનો બિઝનેસ શું છે જાણો

દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ પર થાય છે પૈસાનો વરસાદ, તેનો બિઝનેસ શું છે જાણો

કોણ છે આ મહારથી કે આજ કાલ તેનું નામ દુનિયાના દરેક માણસોના મોઢામાં છે? કોણ છે આ કે જેને વિશ્વના બીજા નંબરના સૌથી ધનિક વ્યકિત તરીકે સ્થાન ધરાવતા માઇક્રોસોફટના બિલ ગેટ્સને પછાડીને 49 વર્ષનો એક યુવાન વિશ્વનો બીજા નંબરનો સૌથી ધનિક વ્યકિત બની ગયો છે?

કોણ છે આ ધનાઢય વ્યકિતી? અને તેનો બિજનેશ ?

વિશ્વના ધનાઢય વ્યકિતઓની યાદીમાં ઉતાર-ચઢાવ આવ્યા કરતા હોય છે. આ વખતે ઇલેકટ્રીક કારનું ઉત્પાદન કરતી ટેસ્લા કંપનીના પ્રમુખ એલન મસ્ક દુનિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યકિત તરીકે સ્થાન પામ્યા છે. જો કે જાણકારોનું કહેવું છે કે બિલ ગેટ્સ અને એલનની નેટવર્થમાં મોટું અંતર નથી એટલે ટુંક સમયમાં ફરી સ્થાન બદલાવાની સંભાવના છે રહેલી છે.

127.9 અરબ ડોલરની કુલ સંપતિ છે તેમની

હાલ,ટેસ્લાના પ્રમુખ એલન મસ્ક માઇક્રો સોફટના બિલ ગેટ્સને પછાડીને દુનિયાના બીજા નંબરના ધનાઢય બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેકસ દ્રારા 23 નવેમ્બરે મસ્કને 127.9 અરબ ડોલરની કુલ સંપતિ સાથે પહેલીવાર બીજા નંબરના સ્થાને મુક્યા. બિલ ગેટ્સની કુલ સંપતિ 127.7 અરબ ડોલર નોંધાઇ છે.

 હવે, તમને પ્રશ્ન થશે કે એલન મસ્કની સંપત્તિમાં આટલો બધો ઉછાળો કેવી રીતે આવ્યો? તો તમને જણાવી દઇએ કે, ઇલેકટ્રીક કારના ઉત્પાદન સાથે સંકળાયેલી ટેસ્લા કંપનીના શેરના ભાવમાં ઉછાળો આવ્યો છે. 23 નવેમ્બરે ટેસ્લાનું માર્કેટ કેપિટલાઇઝેશન 500 અરબ ડોલરની નજીક પહોંચી ચુક્યું છે.અને 49 વર્ષના એલન મસ્કની જાન્યુઆરી 2020 પછી પોતાની નેટવર્થ 100 અરબ ડોલરથી વધારે વધી છે. એટલે દુનિયાના સૌથી અમીર 500 વ્યકિતઓની યાદીમાં એલન ઝડપથી આગળ આવી ગયા છે.

આ પણ વાચો : કોણ છે આ ભારતીય દાનવીર, તેણે રોજના 22 કરોડ અને 1 વર્ષમાં 7, 904 કરોડનું દાન કર્યુ

વિશ્વના સૌથી વધુ ધનાઢય વ્યકિત તરીકે અમેઝોનના સીઇઓ જેફ બેઝોસે 182 અરબ ડોલરની નેટવર્થ સાથે પહેલાં નંબર પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.જોકે મસ્ક અને ગેટ્સની સંપત્તિ વચ્ચે મોટું અંતર નથી એટલે શકય છે કે આવનારા સમયમાં ધનાઢયની યાદીમાં ફરી પરિવર્તન જોવા મળી શકે છે અને બીજું આગવું નામ ચર્ચામાં આવી શકે તેમ છે.

એલન મસ્કની ઇમેજ એક મસ્તમૌલા વ્યકિત તરીકેની છાપ છે. તેણેઅત્યાર સુધીમાં અનેક કંપનીઓ ઉભી કરી છે અને હમેંશા કઇંક નવું કરવાનો સતત પ્રયાસ કર્યો છે. મસ્ક દુનિયાની સૌથી મોટી ઇન્ટરનેટ પેમેન્ટ સીસ્ટમ પે-પાલના પણ કો- ફાઉન્ડર રહી ચુક્યા છે. આ કંપની તેમણે વેચી દીધી હતી. એ પછી એલને zip -2 નામથી પબ્લિશિંગ સોફટવેર બનાવ્યો, જેનો ઉપયોગ ન્યુયોર્ક ટાઇમ્સ જેવી મોટી મીડિયા કંપની કરતી હતી. હાલમાં એલન મસ્ક ટેસ્લા અને સ્પેસ એકસ કંપનીના સીઇઓ છે.

હરેક ક્ષેત્રમાં કઇંક નવું કરવાની વિચારધારા ધરાવતા એલન મસ્કનું

લગાતાર ઇનોવેશનના દમ પર એમનું સપનું છે કે કર્મશિયલ સ્પેસ મોટી કંપની બને અને લોકો અંતરિક્ષની સફર કરી શકે.દરેક ક્ષેત્રમાં કઇંક નવું કરવાની વિચારધારા ધરાવતા એલન મસ્કનું માનવું છે કે આ દુનિયા સિવાય બીજી દુનિયા પણ તૈયાર કરવી પડશે. 

 

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.