વિશ્વના માથે દેવાનો આંક વધીને 200 ટ્રિલિયન ડોલર પહોંચે તેવી ધારણા
કોરોનાની અસર અને સરકારો, પરિવારો તથા કંપનીઓ દ્વારા વધારાના બોરોઈંગ કરવાની પડેલી ફરજને કારણે દેવામાં વધારો જોવાઈ મળી રહ્યો છે. જીડીપીથી વૈશ્વિક દેવામાં અનેક વર્ષોથી વધારો થઈ રહ્યો છે પરંતુ મહામારીએ સ્થિતિને વધુ વણસાવી દીધી છે. વિશ્વના માથે દેવાનો આંક વધીને ૨૦૦ ટ્રિલિયન ડોલર ધારણાં વર્ષના અંત સુધીમાં વિશ્વના માથે દેવાનો આંક વધીને ૨૦૦ ટ્રિલિયન…

કોરોનાની અસર અને સરકારો, પરિવારો તથા કંપનીઓ દ્વારા વધારાના બોરોઈંગ કરવાની પડેલી ફરજને કારણે દેવામાં વધારો જોવાઈ મળી રહ્યો છે. જીડીપીથી વૈશ્વિક દેવામાં અનેક વર્ષોથી વધારો થઈ રહ્યો છે પરંતુ મહામારીએ સ્થિતિને વધુ વણસાવી દીધી છે.
વિશ્વના માથે દેવાનો આંક વધીને ૨૦૦ ટ્રિલિયન ડોલર ધારણાં
વર્ષના અંત સુધીમાં વિશ્વના માથે દેવાનો આંક વધીને ૨૦૦ ટ્રિલિયન ડોલર અથવા વિશ્વના વાષક ઉત્પાદનના ૨૬૫ ટકા પર પહોંચવા ધારણાં છે એમ એસ એન્ડ પી ગ્લોબલ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. જો કે દેવામાં વધારો છતાં વિશ્વ સામે ટૂંક સમયમાં કોઈ કટોકટી જોવા મળતી નથી.
૨૦૨૦માં વૈશ્વિક જીડીપીથી દેવાના પ્રમાણમાં ૧૪ ટકાનો વધારો નજીકના ગાળામાં દેવાની કટોકટી ઊભી કરે તેવી શકયતા જણાતી નથી. કોરોનાની વેકસિનના સમયસર વિતરણ, વિશ્વના અર્થતંત્રોમાં રિકવરી, નીચા વ્યાજ દરો તથા બોરોઈંગમાં હવે પછી ઘટાડો થવો જરૂરી છે.આટલા જંગી વધારા અને આવનારા વર્ષમાં ડીફોલ્ટસની માત્રામાં વધારો થવાની અપેક્ષા છતાં રેટિંગ એજન્સી કોઈ મોટી કટોકટીની હાલમાં શકયતા જોતી નથી.
આ પણ વાચો : હાય મોંઘવારી : તેલના ભાવમાં આગ, પેટ્રોલ ડીઝલના ભાવ બે વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા
ભારતની વાત કરીએ તો વર્તમાન વર્ષના અંતે તેનો જાહેર દેવાબોજ તેના જીડીપીના ૯૦ ટકા પર પહોંચી જવા ધારણાં મૂકવામાં આવી રહી છે.મહામારી બાદ વૈશ્વિક અર્થતંત્ર ફરી બેઠું થઈ જવા સાથે વૈશ્વિક જીડીપીથી દેવાનું પ્રમાણ ૨૦૨૩ સુધીમાં ફરી પાછું ૨૫૬ ટકા પર આવી જવાની ધારણા છે. મંદી બાદ કોર્પોરેટસ, સરકાર તથા પરિવારોના દેવાના પ્રમાણમાં ઘટાડો થવાની અમે અપેક્ષા રાખીએ છીએ એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.
One Comment