શું ભારતમાં આવતા એક મહિનામાં જ કોરોના વેકસીન શરુ થઇ જશે
હાલ,ભારત પાસે કેટલાક વેકસીન ફાઇનલ સ્ટેજના ટ્રાયલ પર છે અને તેને ઇમરજન્સીમાં ઉપયોગ કરવાની છુટ મળે તેવી શકયતા દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા જતા કેસની વચ્ચે વિવિધ વેકસીનનું સંશોધન આશાનું કિરણ બન્યું છે. વૈજ્ઞાાનિકો અને તબીબી ટીમો દ્વારા તેના હ્નુમન ટ્રાયલ પણ થયા છે જેમાં સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવી રહયો છે.
રશિયાએ ઓગસ્ટ મહિનામાં સ્પુટનિક-વી આ વેકસીન લોંચ કરી હતી બાદ અમેરિકા, બ્રિટનની સાથે ભારત પણ કોરોના વેકસીન સંશોધનમાં અગ્રીમ હરોળમાં હતું. આશા છે કે આ મહિનાના અંતમાં અથવા તો હવે પછીના મહિનાની શરુઆતમાં ભારતમાં વેકસીનનો ઇમરજન્સીમાં ઉપયોગ કરવાની છુટ મળી જાય તેવી શકયતા છે.
ભારત પાસે કેટલાક વેકસીન ફાઇનલ સ્ટેજના ટ્રાયલ પર છે. તેમને ઝડપથી મંજુરી મળી શકે છે. એક વાર બુસ્ટર ડોઝ આપવામાં આવે એ પછી એન્ટીબોડીઝ શરીરમાં બનવા લાગશે. જેનાથી ઘણા સમય સુધી કોવિડ-૧૯ સામે સુરક્ષા મેળવી શકાશે. જો કે વેકસીન કઇ રીતે પ્રતિરોધક ક્ષમતા ઉભી કરે છે તે જોવાનું બાકી છે.
આ પણ વાચો : ગુજરાતમાં શિયાળો જામશે અલગ જ રીતે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
ભારત પાસે વેકસીન સંશોધનના જેટલા પણ ડેટા છે તે જોતા વેકસીન ઘણી સુરક્ષીત છે. વેકસીનની સુરક્ષા અને ક્ષમતા સાથે કોઇ પણ પ્રકારની બાંધછોડ થઇ શકતી નથી. અત્યાર સુધી ૭૦ થી ૮૦ જેટલા વોલેન્ટિયર વેકસીન લગાવી ચુકયા છે. કોઇને પણ ગંભીર સમસ્યા કે આડઅસર ઉભી થઇ નથી. ઓકસફર્ડ એસ્ટ્રા જેનેકા વેકસીનના ટ્રાયલ દરમિયાન ચેન્નાઇમાં એક વ્યકિતને આડઅસર થઇ હોવાનો મુદ્વો ગરમાયો હતો પરંતુ તેને વેકસીન સાથે સંબંધ ના હોય અને વ્યકિતને અગાઉથી જ કોઇ બીમારી હોય તેવું બની શકે છે.
One Comment