શું તમને ખબર છે, લગ્નની આ વિધિઓ ધીરે ધીરે ભૂલાઇ રહી છે

શું તમને ખબર છે, લગ્નની આ વિધિઓ ધીરે ધીરે ભૂલાઇ રહી છે

પહેલાંના સમયમાં લગ્ન ‘ગોધૂલી’ સમયે જ થતા એટલે કે સાંજે ચાર વાગ્યા પછી જ્યારે ગાય ચરીને આવતી હોય અને ધૂળ ઉડતી હોય તે સમય લગ્ન માટે શ્રેષ્ઠ ગણાતો હતો.

લગ્ન દરેક પરિવાર માટે સૌથી મોટો તહેવાર બની જતા હોય છે  આમ, ચાર-પાંચ દસક પહેલાંના લગ્ન પ્રસંગો તરફ નજર નાખીએ તો ખરેખર ખ્યાલ આવે કે લગ્નમાં કરાતી પારંપરિક વિધિઓ આજના લગ્નોમાંથી લુપ્ત થઇ ગઇ છે. ઘણી જૂની વિધિઓ છે કે જેના વિશે આજે ઘણા લોકોેને ખ્યાલ પણ નથી ત્યારે આ લગ્ન સિઝનમાં જૂની લગ્ન વિધિઓમાં માનતા અને તેનું માન જાળવતા છ-સાત દાયકા વટાવી ચૂકેલા બહેનો સાથે આ વિસરાઇ ગયેલી લગ્ન વિધિઓ વિશે વાત કરતા તેઓએ કહ્યું કે, 40 થી 50 વર્ષ પહેલાં ચાર દિવસથી પણ વધારે જાન રોકાતી અને તેમનો રાતવાસો કરાતો આ સિવાય લગ્નોમાં પંગત પડતી, લગ્નગીતો અને ફટાણા ગવાતા, બાજોઠ પર જ લગ્ન થતા અને લગ્નના દિવસે કંકુની ગાર કરાતી. તે સમયે દરેક વ્યક્તિમાં લગ્નનો એક અલગ ઉત્સાહ જોવા મળતો, આ વિધિઓની સાથે સાથે આજે લોકોનો ઉસ્તાહ પણ ઓસરી ગયો છે.

રાસ-ગરબા સાથે ઘર આંગણે ઢોલી આવતો અને હીંચ, મટકી રમતા

પહેલાંના સમયમાં જેમના ઘરે લગ્ન હોય તેના આંગણે ઢોલી આવતો. ઢોલ પર સ્ત્રીઓ હીંચ, મટકી, ઘડો હાથમાં થાળી લઇને હીંચ વગેરે કરી આનંદ કરતા. હવે આવા ગરબા ખોવાઇ ગયા છે અને હવે ડી.જે.ના તાલે ડિસ્કો કરે છે.

પીઠી-ચંદન :- હળદરની પીઠી ઘરે તૈયાર થતી

લગ્નમાં પીઠીનું અલગ મહત્વ રહેતું પહેલાંના સમયમાં દુલ્હા-દુલ્હન ફેશિયલ નહોતા કરાવતા તેમને રૃપ નિખાર માટેનો સૌથી સારો અને સાદો વિકલ્પ પીઠી જ રહેતી અને તેની તેમની સુંદરતા વધતી તેના માટે ઘરેજ ચંદન અને હળદરની પીઠી બનાવવામાં આવતી જ્યારે હવે તે સ્થાન વિક્કો ટરમરીક ક્રીમે લઇ લીધું છે. હવે ફેશિયલ બગડી ન જાય એટલે લોકો તેને લગાડતા પણ નથી

વડી-પાપડની વિધિ થતી

વર્ષો પહેલા લગ્નવાળા ઘરમાં બે દિવસ એગાઉપરિવારની મહિલાઓ ભેગી થતી અને વડી પાપડની વિધી કરતી. જેમાં પહેલા સુપડામાં મગ અને ચોળા સામ સામે બદલવામાં આવે છે ત્યારબાદ તેને પલાળી, વાટી અને પછી વડીઓ મુકતા મુકતા ગીતો ગવાતા અને પાપડ વણાતા. વડી-પાપડ બનાવી રાખવા પાછળની એક વ્યવહારિક સૂઝ રહેતી કે. પ્રસંગનું ઘર છે એટલે અચાનક કોઇ મહેમાન આવે અને શાક નહોય તો વડી-પાપડ શાકની ગરજ સારે આ વ્યવહારિક સૂઝ પછી રિવાઝ બની અને ત્યારબાદ ‘મામટલા’માં ભરાતી.

મહેંદી-ગુંદિયા કંકુના સાથિયા પર સોનેરી કે રૂપેરી ઝરી લગાડવામાં આવતી

લગ્નની વાત હોય એટલે મહેંદી તો હોય જ.. પહેલાના સમયમાં મહેંદીના તૈયાર કોન નહતા, ત્યારે મહેંદીના પાન વાટીને મહેંદી તૈયાર થતી. સળીયા વડે મહેંદી મૂકવી પડતી. ત્યારે કન્યાના હાથના સુશોભન માટે ગુંદિયા કંકુથી હાથ પર સાથિયા દોરીને તેની પર સોનેરી કે રૃપેરી ઝરી લગાડવામાં આવતી.

અલવું-ચલવું પિરસવામાં આવતું

જાન આવે ત્યારે દિકરીવાળા તરફથી વરરાજા ને અલવું ચલવું પિરસવામાં આવતું. અલવા કલવામાં સુવાળી, દૈથરા, બુરુખાંડ અને ઘીને ચોળીને મોટા તાસમાં પીરસી વરરાજાના સાસુ આ ચારેય વસ્તુને ચોળીને વરરાજાની સાથે સાથે આખા જાનૈયાને ખવડાવતા. આ વિધી માટે વરની માતા ઘરેથી ડબ્બો લઇને આવતી. આ સિવાય જ્યારે જાનને લગ્ન પહેલા જ્યા પણ ઉતારો એપાતો ત્યા દિકરીના ઘરવાળા વરરાજા માટે ગોળનું પાણી લઇને જતા અને જાન જ્યારે તેના ઘરે પરત ફરતી હોય ત્યારે ભાથુ પણ બાંધી અપાતુ. આજે આ વીધી ક્યાય જોવા મળતી નથી.

આ પેલી વખત જોયું : 37 કરોડનો પહેર્યો ડ્રેસ, આ ફોટો જોઇ ઉડી જશે હોશ..!

પહેલાં દરેક લગ્નો ‘ગોધૂલી’ ટાણે જ થતા

આજે જેમના ઘરે લગ્ન હોય તેમના ઘરે મહેમાનો લગ્નના દિવસે જ હાજરી આપે છે . માત્ર ખુબ અંગત લોકો આગલા દિવસે હાજર રહે છે. વર્ષો પહેલા તમામ પરિવાર અને મહેમાનોને આમંત્રિત કરી લગ્ન પહેલા લગ્ન લખાતા જેમાં ગીતો અને ફટાણા પર ગવાતા અને ત્યારબાદ છોકરાના વાળાના ઘરે લગ્નનો પડો લઇને જવાની અલગ વિધી થતી આજે આવું કશું જ થતુ નથી. પહેલા સુભ કાર્યતો બાજોઠ પર બેસીને જ કરાતું હવે તેનં સ્થાન ફેસનેબલ ખુરશીઓએ લઇ લીધું છે.લગ્નનો પ્રસંગે શુભ ગણાતો હોવાથી લગ્નના દિવસે લગ્નના ઘરની દિવાલ પર કંકુની ગાર કરતા, જેની આજે લોકોને ખબર પણ નથી.

સાંજીમાં ‘શિખ’ અપાતી

જેના પણ ઘરે લગ્ન હોય તેમના ત્યા મહિલાઓ અઠવાડિયા અગાઉથી રોજ સાંજીના ગીતો અને ફટાણા ગાવા જતી. સાંજીનો કાર્યક્રમ પુરો થતા પ્રસંગવાળા ઘર તરફથી પતાસા અને ખારેકની ‘શિખ’ મળતી. મહિલાઓને અઠવાડિયા અગાઉથી ગીતો ગાવાનો ખૂબ ઉત્સાહ રહેતો.

‘પંગત’માં બેસીને સાથે જમવાની પ્રથા ભૂસાઇ ગઈ

પહેલા લગ્નોમાં હજાર પંદરસોથી ઓછું માણસ રહેતુ નહોતું થતાંય તેમના ભોજન સમાંરભમાં એક વ્યક્તિ માટે બે પાટલા પથરાતા જેમાં એક પર બેસવાનું હોય અને બીજા પાટલા પર થાળી મુકવાની રહેતી. આ માટે રસોઇયાઓ પાંચ દિવસ પહેલાથી જમવાની તૈયારી લગ્નના ઘર આંગણે જ કરતા. લગ્નમાં પણ પૌષ્ટિક એટલે કે ચોખ્ખા ઘીમાં જ રસોઇ બનતી. લોકોને ખુબ આગ્રહ કરીને જમાડવામાં આવતા. આજે લગ્નમાં આટલા ખર્ચા કરવા છતાય બુફે ડીનર હોવાથી કોઇ આગ્રહ કરતુ નથી, જમવાનું લાઇનમાં ઉભા રહીને માંગીને લેવુ પડે છે અને ખુરશીની ખેંચા ખેંચ થાય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.