જે કામ આપણને સાચું લાગે છે તે કામ કરતાં ડરીએ છીએ ? શા માટે ?
રોજિંદા જીવનમાં દરેક વ્યકિને એવું થતું હશે કે તેને જે કામ સાચું લાગતું હોય છે તે કામ કરતાં ડરતા હોય છે. એવું પણ થતું હશે કે આ કામમાં સફળતા મળશે કે નહિ ? આ કામ સાચું છે કે નહીં? આ કામ નું રિજલ્ટ ખોટુ તો નહીં આવેને ? ભલેને તે કામ સાચું હોય તો પણ…

રોજિંદા જીવનમાં દરેક વ્યકિને એવું થતું હશે કે તેને જે કામ સાચું લાગતું હોય છે તે કામ કરતાં ડરતા હોય છે. એવું પણ થતું હશે કે આ કામમાં સફળતા મળશે કે નહિ ? આ કામ સાચું છે કે નહીં? આ કામ નું રિજલ્ટ ખોટુ તો નહીં આવેને ? ભલેને તે કામ સાચું હોય તો પણ મનમાં આવા કેટલાક પ્રકરણ પ્રશ્નો થતાં હોય છે.
એનું કારણ આ છે
બસ એનું કારણ છે આપણી આસ-પાસના રહેલા લોકો, પરિચિતો સગા, વહાલાઓ, મિત્રો અને સ્વજનો. આપણે માનતા હોય કે આ બધા જ આપણું સારું ઈચ્છનારા હોય, આપણું ભલું ઈચ્છનારા છે, આપણો સાથ આપનારા છે.
નાને થી આપણને શીખવાડ્યું હોય કે “કર ભલા, તો હોગા ભલા” અને “ખાડો ખોદે તે પડે” મોટા થયા પછી ડેલ કાર્નેગી જેવા મોટીવેશન આપવાનો ધંધો કરનારાઓએ ઉસ્તાદોનાં પ્રેરણાત્મક પુસ્તકોની પડીકીઓ હાથમાં પકડાવી દીધી.
લોકો સાથે સચ્ચાઈપૂર્વક વર્તવાની સલાહ આપવી સારી.
પણ જેમ જેમ અનુભવ થયો તેમ ખબર પડતી જાય છે કે જેનું ભલું કર્યું હોય એ પણ તમારું ખરાબ કરતો હોય અને આપણે ખાડો ન ખોદ્યો હોય તો પણ બીજાના ખોદેલા ખાડામાં આપણને વગર વાંકે ધક્કો મારી દેવામાં આવે છે. ડેલ કાર્નેગી જેમને પોતાના આરાધ્ય દેવ લાગતા હોય એમને એમની આરાધના મુબારક. મીઠું મીઠું બોલીને લોકોને ફસાવવાની શિખામણ આપવાને બદલે લોકો સાથે સચ્ચાઈપૂર્વક વર્તવાની સલાહ આપવી સારી.
આપણાં દુશ્મનો કોણ હોય છે?
દુશ્મનો બનાવવા એટલે સામે ચાલીને ઝઘડો કરવો કે કોઈનું કશુંક બગાડવું કે કાવતરાખોર બનીને કોઈના ખભા પર ચડી એનો હક ડૂબાડી આગળ વધી જવું એવું નહીં. તો પછી દુશ્મનો બનાવવા એટલે શું? દુશ્મનો સફળ માણસોને હોય. અંબાણી, અદાણી કે તાતાને દુશ્મનો હોય. અંબાજીના મંદિરની બહાર બેસતા ભિખારીઓની સાથે કોઈ દુશ્મનાવટ કરતું નથી.
જેને કોઈ દુશ્મનો જ નથી એને અજાતશત્રુ ન કહેવાય.
પોતાની જાતમાં શ્રદ્ધા ધરાવનારાઓને દુશ્મન હોય. દુશ્મનો હિંમતબાજ માણસોને હોય. દુશ્મનો દુનિયામાં કોઈક સારી વાતોનો ઉમેરો કરી જનારાઓ પાસે હોય જેમની પાસે આત્મસન્માન, આત્મગૌરવ કે ખુમારી જેવી જણસો નથી એમનું કોઈ દુશ્મન નથી બનતું. કારણ કે એવા લોકો સામેવાળો જે કંઈ કહે તે સહી લે છે. સામેવાળો ખોટું કરવાનું કહે તો ખોટું કરવા તૈયાર થઈ જાય છે. પણ સામેવાળાને ના પાડીને એની ખફગી વહોરી લેવાની મર્દાનગી તેઓ દાખવી શકતા નથી. યુધિષ્ઠિર અજાતશત્રુ કહેવાતા.જેને કોઈની સાથે દુશ્મનાવટ નથી એવી વ્યક્તિને અજાતશત્રુ કહેવાય.
એક વાર વાચીને ટ્રાય કરો : ડાયાબિટીસ કબજિયાત અને વજન ઉતારવા માટે શ્રેષ્ઠ છે આ લોટની રોટલી, જાણીને તમે પણ ખાશો
દુશ્મનાવટનો પ્રકાર બધાની લાઈફમાં એકસરખો નથી
ક્લાર્કની નોકરી કરતા હો તો તમારું હસ્તિનાપુર છીનવી લેવા કોઈ દુર્યોધન-શકુનિની જેમ પ્રપંચ નથી ખેલવાનું. બહુમાં બહુ તો તમારું પ્રમોશન અટકાવશે, તમારી ખુરશી જશે, તમારી રજાઅરજી મંજૂર નહીં કરે અને અંતિમ પગલાં લેશે તો તમારા પર ખોટા આક્ષેપો મૂકીને તમને નોકરીમાંથી સસ્પેન્ડ કરશે. તમારા માટે આ જ હસ્તિનાપુરથી વિશેષ છે
દુશ્મનોને તમારે જ ઓળખી કાઢવા પડશે
હરેકના જીવનમાં, એની કારકિર્દીમાં, એના પોતાના કાર્ય મુજબના, પોતાના ગજા મુજબના દુશ્મનો હોય છે અને તે રેહવાના. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ દુનિયામાં તમારી સાથે મૈત્રી બાંધનારાઓની સંખ્યા તમારા દુશ્મનો કરતાં અનેક ગણી વધારે હોવાની. આ દુશ્મનોને તમારે જ ઓળખી કાઢવા પડે. જે તમારી નજીક છે તેઓમાં જ ભવિષ્યમાં તમારા દુશ્મન બનવાની શક્યતા છે.
One Comment