19 કિલોગ્રામ સોનાનું મહાદાન કોણ છે આ મહારથી, આ મંદિરને..!
દર વર્ષે લોકો ભક્તો માતાના દર્શન માટે પહોંચે છે. પણ કોરોના બાદ કામાખ્યા મંદિરને દિવાળીની ભેટ મુકેશ અંબાણી આપશે. મંદિરના શિખરને 19 કિલો સોનાથી સજાવવામાં આવશે. આસામમાં નીલાંચલ પર્વતમાળામાં આવેલું કામાખ્યા મંદિર હિન્દુઓ માટે ઘણુ પવિત્ર છે. 19 કિલોગ્રામ સોનાનું દાન કરશે મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી આ વર્ષે…

દર વર્ષે લોકો ભક્તો માતાના દર્શન માટે પહોંચે છે. પણ કોરોના બાદ કામાખ્યા મંદિરને દિવાળીની ભેટ મુકેશ અંબાણી આપશે. મંદિરના શિખરને 19 કિલો સોનાથી સજાવવામાં આવશે. આસામમાં નીલાંચલ પર્વતમાળામાં આવેલું કામાખ્યા મંદિર હિન્દુઓ માટે ઘણુ પવિત્ર છે.
19 કિલોગ્રામ સોનાનું દાન કરશે મુકેશ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી આ વર્ષે આસામમાં આવેલા કામાખ્યા મંદિરમાં દિવાળી ભેટ આપશે. મંદિરના શિખરને આ વર્ષે 19 કિલોગ્રામ સોનાથી સજાવવામાં આવશે. કોરોના લૉકડાઉનમાં મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું. 12 ઓક્ટોબરે ફરીથી આ લોકો નીતિ નિયમો સાથે ખોલવામાં આવશે
દિવાળી પર મંદિરને એક મોટી ભેટ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી મંદિરને દિવાળી પર મળનારી ભેટ પર મુંબઈમાં કામ ચાલી રહ્યું છે. ત્યાંના લોકલ આર્ટિસ્ટ તમામ મહેનત અને ઇમાનદારીથી મંદિરના ગુંબજને સોનાથી સજાવવા પર કામ કરી રહ્યા છે. જેમાં ખુદ મુકેશ અંબાણી રસ દાખવી રહ્યા છે
આ પણ વાચો : શું તમને ખબર છે દેશની સૌથી ધનિક મહિલા કોણ છે, કેટલી સંપત્તિ છે, તે શું કરે છે? અને સંપત્તિ ક્યાંથી આવે છે?
આસામમાં આવેલું છે કામાખ્યા માતાનું મંદિર
વધુમાં, ખુદ મુકેશ અંબાણી આ નિર્માણમાં રસ દાખવી રહ્યા છે. તેમણે રિલાયન્સના જૂલરી બિઝનેસના કલાકારોને આ કામમાં ઇમાનદારીથી કરવા સલાહ આપી છે. માનવામાં આવી રહ્યું છે કે આ અઠવાડિયા સુધી ગુંબજમાં સોનાની પટ્ટીનું કામ પૂરૂ થઇ જશે. જેથી મદિરના ગુંબજ કળશનું કામ ચાલી રહ્યું છે. બાકીનું કામ આગલા બે અઠવાડિયામાં પૂરૂ કરી દેવામાં આવશે. આ કામને પૂર્ણ કરવા માટે પહેલા કૉપરનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું ત્યારબાદ તેના પર સોનાનું કામ કરવામાં આવી રહ્યું છે જેને મંદિરના ગુંબજ પર સેટ કરી દેવામાં આવશે.
4 શક્તિપીઠમાંનું 1 શક્તિપીઠ
કામખ્યા મંદિર ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ મોહિતચંદ્ર શર્માએ જણાવ્યું કે, લૉકડાઉનમાં કેટલાક મહિનાઓ સુધી શ્રદ્ધાળુઓ માટે મંદિર બંધ રહ્યું. હવે જ્યારે તેઓ પરત આવ્યા તો તેમણે બહુ ઓછા આકર્ષક અને ગ્રેડ દેખાડ્યા. આ મંદિર નીલાંચલ પહાડી પર સ્થિત છે. અને આ મંદિર હિન્દુ ધર્મની ચાર શક્તિપીઠમાં એક છે.
One Comment