ગુજરાતમાં કોરોના કરતાં પણ ઘાતક રોગની એન્ટ્રી, 64 કેસ નોંધાતા ફફડાટ

ગુજરાતમાં કોરોના કરતાં પણ ઘાતક રોગની એન્ટ્રી, 64 કેસ નોંધાતા ફફડાટ..!

 
કોરોના જેવી વધુ એક બીમારીની એન્ટ્રી

કોરોનાની મહામારી બાદ ગુજરાત રાજ્યમાં મ્યુકર માઈકોસીસે નામના રોગે હૂમલો કર્યો છે. અને આ રોગમાં મૃત્યુ દર 50 ટકા જેટલો હોવાનું ડોક્ટરોનું કહેવું છે.અમદાવાદમાં અત્યાર સુધીમાં આના 64 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે.

રાજ્યમાં 7 દર્દીએ ગુમાવી છે આંખ

રાજ્યમાં મ્યુકર માઈકોસીસના કેસ વધી રહ્યા છે. જે કોરોના જેવી જ વધુ એક ગંભીર બીમારી છે.કોરોનાની રિકવરી બાદ મ્યુકોર માઈકોસીસના લક્ષણો દર્દીમાં જોવા મળ્યા છે.

સિવિલ હોસ્પિટલના એક હેડ ડો.એ કહ્યું કે, બે મહિનામાં 44 દર્દી આવા આવ્યા, જેમાં મોટ ભાગના દર્દી ડાયાબિટીસ વાળા છે, મોટી ઉંમરના છે, નાની વયના એક બે કેસ છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાંને કોતરી ખાય છે. આ બીમારીની અસર આંખ અને મગજ પર પણ થાય છે. અંધાપો આવે છે, આ બીમારી કેન્સર કરતાં પણ ઝડપથી શરીરમાં પ્રસરે છે.

ખાનગીમાં 20 જેટલા દર્દી નોંધાયા છે

ખાનગી હોસ્પિટલના એક ડોક્ટરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, મ્યુકોર માઈકોસીસના દર્દીઓ 15 નવેમ્બરથી વધી રહ્યા છે. આ રોગને કારણે ખાનગી હોસ્પિટલમાં 7 દર્દીઓએ ગુમાવી પોતાની આંખ છે. ખાનગી હોસ્પિટલમાં એક મહિનામાં મ્યુકોર માઈકોસીસના 20 કેસ નોંધાયા છે. ડોક્ટરનું કહેવું છે કે, મ્યુકોર માઈકોસીસ કોરોનાથી ઘાતક બીમારી પણ છે નાક, આંખ, કાનમાં તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર લેવી પડી છે. કોરોના પછી થતી આ બીમારી સામે કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું હતું, પરંતુ લોકો સુધી આ એલર્ટની બાબત ગુજરાત સરકારે છુપાવી રાખી હોવાનું સામે આવતાં વિવાદ ખડો થયો છે.

આ પણ વાચો : રસી સર્વે કરનારાં હેલ્થ વર્કર્સ પર પ્રશ્નોનો મારો, કોરોનાની રસીથી આડઅસર તો નહીં થાય ને

મ્યુકર માઈકોસીસ શું છે?

આ ફંગલની ઘાતક વાત એ છે કે આ આંખની નીચે જ્યાં સરદી ભરાતા હોય છે જેને મેડિકલ ભાષામાં સાઈનસ કહેવામાં આવે છે ત્યાંથી આની શરૂઆત થાય છે અને જોત જોતામાં આ ફંગલ દર્દી માટે એટલુ ઘતાક સાબિત થાય છે કે તેની આંખ નિકાળી દેવી પડે છે, આટલુ જ નહિં આ ફંગલ ધીમે ધીમે મગજ સુધી પહોચે છે અને પછી તરત માણસને ખતમ કરી છે.

મ્યુકર માઈકોસીસના લક્ષણો

આ બીમારીના લક્ષણોમાં શરદી, થોડાક સમય પછી નાક બંધ થવું, રસી પડવી અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. જે માટે સિટી સ્કેન કરવું પડે છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. નાક અને મગજ વચ્ચેનું હાકડું ખવાઈ જાય છે. બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે.

 

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.