સાવધાન : શું તમે વધુ પડતુ ગરમ પાણી તો નથી પીતાને ? જાણો નુકસાન..!
ઘણા લોકો શિયાળામાં ઠંડીથી બચવા માટે ગરમ પાણીનું સેવન કરે છે. આ પેટને સાફ કરવાની સાથે શરીરમાં હાજર ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે. આથી ડૉક્ટરો પણ ગરમ પાણી પીવાની ભલામણ કરે છે. પરંતુ, જેમ કે દરેક જાણે છે કે અતીની ગતી ન હોય.આ રીતે વધારે પડતા ગરમા પાણીથી ફાયદાને બદલે નુકસાનનો સામનો કરવો પડે…

ઘણા લોકો શિયાળામાં ઠંડીથી બચવા માટે ગરમ પાણીનું સેવન કરે છે. આ પેટને સાફ કરવાની સાથે શરીરમાં હાજર ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે. આથી ડૉક્ટરો પણ ગરમ પાણી પીવાની ભલામણ કરે છે. પરંતુ, જેમ કે દરેક જાણે છે કે અતીની ગતી ન હોય.આ રીતે વધારે પડતા ગરમા પાણીથી ફાયદાને બદલે નુકસાનનો સામનો કરવો પડે છે. વધારે ગરમ પાણી પીવાથી શરીરને નુકસાન થઈ શકે છે.
ગરમ પાણી પીવાના ફાયદાઓ અને નુકસાન પર એક નજર કરીએ.
(1) વજન ઘટાડે
ગરમ પાણીનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં, ભૂખ ઓછી લાગે છે અને વજન નિયંત્રણમાં મદદ મળે છે.
(2) થાક દૂર કરે
ગરમ પાણી શરીરને પોષક તત્વ ગ્રહણ કરવામાં મદદ કરે છે. તે જ સમયે શરીરનો દિવસભરનો થાક દૂર કરવામાં મદદ કરે છે.
(3) ત્વચા કરે ગ્લો
ગરમ પાણી પીવાથી પરસેવોના રૂપમાં શરીરની ગંદકી બહાર આવે છે. આની સાથે, ત્વચાના છિદ્રોને ઉંડેથી સાફ કરે છે. ચહેરા પર ફોલ્લીઓ, પિમ્પલ્સ કરચલીઓ દૂર થાય છે અને ત્વચા પર કુદરતી ગ્લો આવે છે.
હવે જાણીએ વધુ ગરમ પાણી પીવાથી થતા નુકસાન અંગે
(1) મોં માં દુખાવો થાય
વધુ પડતું ગરમ પાણી પીવાથી મોઢામાં છાલા પડે છે. મોંમા છાલા પડવાથી ભોજન લેવામાં મુશ્કેલી પડે છે. ક્યારેક દાંત કે પેઢામાં નુકસાન થાય છે.
(2) કિડની ને નુકસાન કરે
કિડની શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ વધારે ગરમ પાણી પીવાથી કિડનીને નુકસાન થાય છે. આ કિડનીને તેનું કામ કરવાથી રોકે છે અને કચરો તેમજ ઝેરી તત્વો શરીરમાં જ રહે છે.