રસી સર્વે કરનારાં હેલ્થ વર્કર્સ પર પ્રશ્નોનો મારો, કોરોનાની રસીથી આડઅસર તો નહીં થાય ને
હેલ્થ વર્કર્સ પર પ્રશ્નોનો મારો તૂટી પડ્યો હાલ રસીનો સર્વે કરનારાં હેલ્થ વર્કર્સ પર પ્રશ્નોનો મારો તૂટી પડ્યો છે. જેથી વર્કરોને શહેરીજનોનો કડવો અનુભવ થવા લાગ્યો છે. ગુજરાતમાં અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં ભારત બાયોકેટની કોરોનાની રસીનુ હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યુ છે. અત્યાર સુધીમાં 350 થી વધુ લોકોને ટ્રાયલ રસી અપાઇ ચૂકી છે. જોકે, આ સ્વદેશી…

હેલ્થ વર્કર્સ પર પ્રશ્નોનો મારો તૂટી પડ્યો
હાલ રસીનો સર્વે કરનારાં હેલ્થ વર્કર્સ પર પ્રશ્નોનો મારો તૂટી પડ્યો છે. જેથી વર્કરોને શહેરીજનોનો કડવો અનુભવ થવા લાગ્યો છે. ગુજરાતમાં અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં ભારત બાયોકેટની કોરોનાની રસીનુ હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યુ છે. અત્યાર સુધીમાં 350 થી વધુ લોકોને ટ્રાયલ રસી અપાઇ ચૂકી છે. જોકે, આ સ્વદેશી રસીથી અત્યાર સુધીના પરિણામો સારા રહ્યાં છે. આમ છતાંય લોકોમાં કોરોનાની રસીને લઇને અસમંજસનો માહોલ પ્રવર્તી રહ્યો છે.
રસીથી અત્યાર સુધીના પરિણામો સારા રહ્યાં છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિનિયર ડોક્ટરો આ વાતને કબૂલી ચૂક્યાં છેકે, કોરોનાની રસીને લઇને લોકોમાં એક ડરનો માહોલ છે. હાલમાં અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનને કોરોનાની રસીનો સર્વે શરૂ કર્યો છે જેમાં 50 વર્ષથી વધુ વયની વ્યક્તિની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ડાયાબિટીસ સહિત અન્ય બિમારીના દર્દીઓને યાદીમાં સમાવાયાં છે.
રાજ્ય સરકારે રસી વિતરણને લઇને તૈયારીઓ કરી છે
હરિયાણાના આરોગ્યમંત્રી અનિલ વિજેએ હ્યુમન ટ્રાયલમાં ભાગ લઇને કોરોનાની ટ્રાયલ રસી લીધી હતી આમ છતાંય તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં. હાલમાં તેઓ દિલ્હીમાં વેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હવે જયારે કોરોનાની રસીના આગમનના એંધાણ વર્તાઇ રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારે રસી વિતરણને લઇને તૈયારીઓ કરી છે.
આ પણ વાચો : ગુજરાતમાં કોરોના કરતાં પણ ઘાતક રોગની એન્ટ્રી, 64 કેસ નોંધાતા ફફડાટ..!
કોરોનાની રસીની આડઅસર તો નહી થાયને?
એટલું જ નહીં, કોરોનાની રસીનો સર્વે કરાયો છે પણ રસીની આડઅસરને અમદાવાદના શહેરીજનોમાં ડર અને મૂંઝવણનો માહોલ પ્રવર્તી રહ્યો છે જેના કારણે લોકો સર્વે કરવા આવનારાં પર પ્રશ્નો વરસાવી રહ્યા છે. લોકો એક્જ સવાલ કરે છે કે, કોરોનાની રસીની આડઅસર તો નહી થાયને ?
કોરોનાની રસીના ડરને કારણે લોકો માહિતી જ આપતાં નથી
હેલ્થ વર્કરો ઘેર ઘેર જઇને સર્વે કરી રહ્યા છે પણ કોરોનાની રસીના ડરને કારણે લોકો માહિતી જ આપતાં નથી. લોકો હેલ્થ વર્કરોને કોરોનાની રસીને લઇને સવાલો પૂછી રહ્યાં છે જેના કારણે હેલ્થ વર્કરોની મૂંઝવણ વધી છે કેમકે, તેઓ પણ કોરોનાની રસી વિશે આ બધીય માહિતી થી અજાણ છે કોટ વિસ્તાર સહિત પૂર્વના વિસ્તારોમાં તો લોકો કોરોનાની રસી લેવાનો જ ઇન્કાર કરી રહ્યાં છે.
કોરોનાની રસીની ઘણી જ આડઅસર છે તેવો ડર લોકોના મનમાં ઘર કરી ગયો છે કે, રસી લીધા બાદ અન્ય બિમારી થાય છે અને શરીરમાં આડઅસર થાય છે જેથી હેલ્થ વર્કરોને શહેરીજનોનો કડવો અનુભવ થઇ રહ્યો છે. હેલ્થ વર્કરોનું કહેવું છેકે, ઘણીવાર તો લોકો રીતસર હડધૂત કરે છે. અમારે તો રસી લેવી જ નથી તેવુ મોઢેમોઢ કહી દે છે. ઘણું સમજાવીએ તો પણ લોકો રસી લેવા ઇન્કાર કરી દે છે.
One Comment